વેર
વેર
બદલો એ અપમાનની ભાવના સાથે લેવામાં આવે છે. વેર એ વિનાશનું કારણ બને છે.
મોટા નગરને જોડી હાઈવે બાજુ નીકળતું એક નાનું અમથું સોનપરા નામે ગામ. હશે ! માંડ હજારની વસ્તી, કુદરતી સૌંદર્ય ધરાવતું અમથું ગામ.
સોનપરાની સીમ પાસે આવેલા તળાવ નજીક વર્ષો જુના મહાદેવના મંદિર પાસે એક ઓરડી. ભૂલે ચુકેય ધોળા દિવસે નાના બાળકો અને સ્ત્રીઓ ના જાય. માત્ર ગામના પુરુષો, યુવાનો અને વડીલો જાય.
કારણકે ત્યાં જુગારીનો અડ્ડો, આખો દિવસ બેકાર લોકો ત્યાં પત્તા, જુગાર, સટ્ટો એવું બધું રમી ખાય. એ અડ્ડો ગામના સરપંચ એવા મણીભાઈ ના ભત્રીજા એવા 'દેવા' નો હતો. મણીભાઈ માથાભારે હતા જોડે ગામના સરપંચ એટલે કોઈ માથું ના મારે. જોડે, દેવા શહેરથી આવેલો હતો અને વટ પાડે તેવો હતો, રૂપિયાની ઝાકમઝોળમાં રમતો હતો, ગાડીમાં ફર્યા કરે અને રખડયા કરે.
બેકાર ગામના યુવાનો પૈસાની લાલચે આખો દિવસ ત્યાં પડ્યા રહે. દેવાની બધે ઓળખાણ હતી, મોટા મોટા પોલીસ હોય કે નેતા હોય કે સરકારી માણસ હોય. દેવા એટલેજ બિન્દાસ કામો કરતો. કોઈ ડર વગર અડ્ડા નું કામ કરતો, ગામના ભોળા યુવાનો ને રવાડે ચડાવતો ને બીજા ગંદા કામ કરાવતો.
આવો, ધનરાજ સાહેબ ! બહુ સમયે આવ્યા કાં ? મારા અડ્ડા પર આવ્યા ને પાવન પાવન થયા અમે. ધનરાજ સાહેબ લ્યો, તમારો હફતો ' પૂરા દસ હજાર છે '. ભાભી માટે સાડી, બાળકો માટે મીઠાઈ અને તમારી નાની બહેન માટે......હા હા હા હા હું પોતે !
એમ દેવા ધનરાજ સાહેબ ને વાત કરે છે.
ના, દેવા ભાઈ. મારે નથી જોઈતા રૂપિયા પણ તમારે આ અડ્ડો છોડવો પડશે ! મને ઉપરથી દબાણ છે અને એમને ખબર છે હું તમારી મદદ કરું છું અને હું તમને આ કામ કરવા દઉં છું. મારા પર દબાણ કરે છે, તમે થોડા મહિના માટે બંધ કરી દો. એ આવશે ત્યારે કશું હશે નહીં માટે સરળ રહેશે !
એમ ધનરાજ સાહેબ બોલે છે.
ભાદરવા તાપે અડ્ડો જામ્યો હતો. બધાજ યુવાનો મસ્તીએ ચડ્યા હતા, દેવા ચિક્કાર પીધેલ હતો અને મણીભાઈ બધાને ઉત્સાહ કરાવતા હતા.
પાનાની સુગંધ આવતી હતી, બધેથી અવાજ આવતો હતો, ક્યાંક પૈસાનો ઢગલો તો ક્યાંક પાના નો ઢગલો. ક્યાંક કોઈની ઉત્તર તો ક્યાંક કોઈનું ચીપવું. મણીભાઈ બેઠા બેઠા રાડો પાડતા હતા અને દેવા તેનો ખેલ કરતો હતો, યુવાનો પોતાની મસ્તીમાં હતા અને એકાએક !
પોલીસની સાયરન વાગી અને એક સાથે પંદર પોલીસ નો કાફલો ઉતરી ગયો. મહાદેવના મંદિરે અડી ને દીવાલ તોડી પોલીસ અંદર આવી ગઈ.
આ બાજુ, બધા પોતાની મસ્તીમાં કોઈ અણસાર નહીં અને જો કદાચ પોલીસ હોયતો ધનરાજ સાહેબ હોય એમાં ડર શું ?
પણ, આ વખતે ઈન. મોહનનાથ અને તેમની ટીમ ઉતરી હતી. મોહનનાથ એટલે મોટામાં મોટી નોટ, વધારે એન્કાઉન્ટર કરનાર, પ્રામાણિક માણસ કોઈના બાપા થી ડર નહીં !
મણીભાઈ બોલ્યા, ' અરે, નવા આવ્યા લાગો છો ?. ક્યાં ગયા અમારા ધનરાજ સાહેબ, સોનપરામાં સ્વાગત છે તમારું.. જુઓને કેવું રમે છે નવયુવાન !, બેસો બેસો,
એ ભગા......જા ખુરશી અને પાના લેતો આવ !. બેસો ને સાહેબ, બહુ વાર ઊભા રહ્યા તમે. સાહેબ જોયા શું કરો છો બેસો એમ કહું છું. દેવા તારી નોટો કાઢ, આનું મોઢું બંધ કરવા માટે ! એ સાહેબ ! બહુ ભાવ ખાઓ છો અથવા તમે મોંઘા છો.
ઈન. મોહનનાથ માત્ર ઊભા રહ્યા અને ટગર ટગર બધું જોવા લાગ્યા.
મણીભાઈ ઊભા હતા, દેવા અંદર ગયો હતો, બધા રમતા રમતા ઊભા થઈ ગયા, ઓરડીની પાછળથી અમુક બેકાર છોકરીઓ ભાગી, જોડે ગામના વડીલ ભાગ્યા, પળવારમાં બધા ભાગી ગયા.
મણીભાઈ અને દેવાની ધરપકડ કરી અને અડ્ડો સીલ કરી દીધો. એ બેકાર ગામના યુવાનો ને સજા આપી, વડીલોને પણ દંડ ભરાવ્યો અને જોતજોતામાં બધું સારું થઈ ગયું.
જોયું, દેવા.. તારા માટે પોલીસ એ રમકડું છે અને એ રમકડાએ તને જેલ ભેગો કર્યો. ખબર છે, દેવા મને જાણ કોણે કરી ?, વિચારજે દેવા પંદર મિનિટમાં ફરી મળું.
' એમ ઈન.મોહનનાથ બોલીને જતા રહ્યા '
સોનપરા માં ફરી શાંતિ ફેલાઈ ગઈ, એ મહાદેવ ની ડેરી ફરી જાગૃત થઈ, બધા એ ઓરડી પાડીને મોટી જગ્યા બનાવી દીધી. ટૂંકમાં....બધું સમુસૂતરું થયું.
હેં મામા, કોણે કીધું હશે ?. એ સાલા ને છોડીશ જ નહીં. વર્ષો જૂનો ધંધો પડી ભાંગ્યો, ઈજ્જત ગઈ, કામ ગયું, ગાડીઓ વેચવી પડશે ! લાગે છે છૂટ્યા પછી બીજું ગામ ગોતવું પડશે......' એમ દેવા બોલતા બોલતા રડતો હતો '
બંધ કર !, મને ખબર છે આ જાણ ધનરાજે કરી હશે.. એ લુચ્ચો રૂપિયા પણ લેતો ને જોડે મીઠાઈ ખાતો ને જોડે ચાપ્લુસી કરતો. મને, ખબરજ હતી એ વાર કરશે આપણી પર ને બન્યું જ એવું. વિચાર કર, મોટા નેતાથી માંડી સરકારી માણસો બધાને ખબર હતી અને મસ્ત ધંધો ચાલતો હતો. અચાનક, આ મોહનિયો આવી ગયો.
' એમ મણીભાઈ ગુસ્સામાં બોલતા હતા '
" મોહનિયો એમ ને..........આ રહ્યો તારી સામે મોહનનાથ"
એ મણીભાઈ, સરપંચ છો તમે ! આ અડ્ડો ચલાવીને, યુવાનોને બગાડી ને શુ મળે છે ?, સોનપરા સરસ ગામ છે ને તું બગાડવા બેઠો છે. યાદ રાખજે હું અડી ને આવેલા ગામે જ બેઠો છું. ' એમ ઈન. બોલીને જતા રહ્યા '.
મણીભાઈ ને એક વાત જાણવા મળી.
હેં, સાચે.. સારું હું દેવાને જાણ કરું. ' એમ મણીભાઈ ગુસ્સામાં દેવાની જોડે ગયા.'
એય, દેવા.. તે કર્યું તું એ ગંદુ કામ ? તારા કારણેજ આજે જેલમાં છીએ. મને જાણવા મળ્યું ધનરાજની બહેનની તે નજર બગાડી અને તે ખરાબ કૃત્ય કર્યું. મને ભગા અને ધોળાએ કીધું
: મણી ભા, એ છેલ્લી અમાસ ની રાતે જ્યારે ધનરાજ આવ્યા હતા ત્યારે એ સમયે એમની જોડે ગાડીમાં તેમની બહેન બેઠી હતી. ત્યારે દેવા ભાઈ ચિક્કાર પીધેલ હતા અને તેમને ધનરાજ સાહેબની બહેન આંખે વળગી. એમણે નક્કી કર્યું ગમે તેમ કરીને એની જોડે....... !, અને ત્રીજા દિવસે તક મેળવી કાંડ કરી દીધું. ખુદ દેવા ભાઈ અજાણ હતા, બધું જ ધનરાજ સાહેબ ને કહી દીધું અને ત્યારથી ધનરાજ સાહેબ આપણી પર નજર રાખતા.
લ્યે, આ વાત તો મને ખબરજ નહતી, ધનરાજની બહેન જોડે.. ' મણીભાઈ એ વાતને ગળી ને જેલના રૂમમાં પડખા ફરે છે.'
મને, લાગે છે જરૂરથી બદલો લેવા માટે ધનરાજે મોહનનાથને કીધું હશે !
સાત મહિના બાદ.
દેવા, ગમે તેમ કરીને છૂટી ગયા. સોનપરામાં હવે અડ્ડો ચાલુ ન કરી શકાય. હવે, શહેર તરફ ભાગીએ ત્યાં અસલ મજા છે. જો દેવા, આમેય હું સરપંચમાં નથી રહ્યો, માટે બધાને લઈ શહેર તરફ !
' મણીભાઈ બોલે છે '
શહેર માં ભાડે ફરી અડ્ડો ચાલુ કરી દે છે. ત્યાં પણ પોલીસ સાથે સારા સંબંધ બની જાય છે, સરળતાથી ધંધો ચાલે છે.
ને અચાનક ફરી પોલીસની એન્ટ્રી પડે છે ને ફરી જેલ ભેગા થાય છે. આ વખતે બાતમી સોનપરાના યુવકો, વડીલો, ધનરાજ સાહેબ અને ઈન.મોહનનાથ આપે છે.
કારણ, અડ્ડા ની આડે બીજા ઘણા કામો થતા હતા, ગામડાની સરખામણીમાં વધુ થતા હતા.
વેર એ બદલા નો ભાઈ છે.
કરેલા કર્મની સજા આજે બે જણા ભોગવી રહ્યા છે. ધનરાજ ની બહેન જોડે જે થયું તેમાં દેવા ને સજા પણ મળી.
વેર ઝેર એ શત્રુ નું આમંત્રણ છે..
ક્યારેય પોલીસને મિત્ર ન બનાવી અને શત્રુ ન બનાવી.
ગુનાની આડે કોઈ કામ કરવું નહીં.
