વેલેનટાઇન-ડે
વેલેનટાઇન-ડે
એવું માનવામાં આવે છે કે વેલેન્ટાઈન નામ મૂળ સંત વેલેન્ટાઈન પરથી ઉતરી આવ્યું છે. જો કે સંત વેલેન્ટાઈન વિશે કોઈ ચોક્કસ ઈતિહાસ ઉપલબ્ધ નથી. 1969માં કેથલિક ચર્ચે કુલ 11 વેલેન્ટાઈન સંત હોવાની વાત સ્વીકારી હતી અને તેમની યાદમાં જ આ દિવસ મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે સંત વેલેન્ટાઈને પોતાના મૃત્યુના સમયે જેલરની દીકરી જેકોબસને પોતાની આંખોનું દાન કર્યું. જેકોબસ અંધ હતી. આ બાદ સંતે એક પત્ર પણ લખ્યો અને તે પત્રમાં છેલ્લે લખ્યું હતું ‘વેલેન્ટાઈન’. આમ આ દિવસથી સંતવેલેન્ટાઈનની યાદમાં નિસ્વાર્થ ભાવે પ્રેમને યાદ કરીને વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ સિવાય સંત વેલેન્ટાઈનનું વર્ણન 1260માં સંકલિત કરવામાં આવી પુસ્તક ઓરિયો ઓફ જેકોબસ ડી વોરાજીનમાં મળી આવે છે. ત્રીજી સદીમાં ક્લોડીયસ નામનો રાજા હતો અને તે માનતો હતો કે લગ્ન કરવાથી કે પ્રેમ કરવાથી પુરુષનું મગજ બગડી જાય છે. પુરુષપોતાના લક્ષ્યાંકથી ભટકી જાય છે અને પોતાની શક્ત્તિઓને ખોઈ બેસે છે. આમ આ રાજાએ આદેશ કર્યો કે કોઈ સૈનિક લગ્ન કરી શકશેનહીં. આ આદેશની વિરોધમાં સંત વેલેન્ટાઈને લડત ચલાવી. સંત વેલેન્ટાઈને અધિકારીઓએ અને સૈનિકોના લગ્ન કરાવ્યા. ક્લોડિયસેઆ વિરોધ સહન કર્યો નહીં અને સંત વેલેન્ટાઈને ફાંસીની સજા આપી. આમ સંત વેલેન્ટાઈનની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે.

