Rekha Kachoriya

Romance Others

2  

Rekha Kachoriya

Romance Others

વેલેન્ટાઈન

વેલેન્ટાઈન

2 mins
59


" દરિયાનાં મોજાં કંઈ રેતીને પૂછે,

તને ભીંજાવું ગમશે કે કેમ ?

એમ પૂછીને થાય નહીં પ્રેમ...."

-- તુષાર શુકલ

સાચેજ મિત્રો, પૂછીને પ્રેમ ન જ થાય. પ્રેમ તો પ્રેમ છે એ તો બસ થઈ જાય છે. વય, સમય, સ્થળનાં સીમાડા વટાવીને પ્રેમ થઈ જાય છે. પ્રેમનો મીઠો અહેસાસ એક દિવસ પૂરતો ન જ હોઈ શકે, એ તો જીવનભર સાથ નિભાવવાનું વાયદો છે. પ્લાસ્ટિકનાં ફૂલોની જેમ પ્લાસ્ટિકિયો પ્રેમ પણ તકલાદી હોય છે. ક્ષણિક આવેગને પ્રેમનું નામ આપી દેવું એ યોગ્ય નથી. શું આજનો યુવાવર્ગ ખરેખર એકબીજાને સાચો પ્રેમ કરે છે ? તેમનામાં પ્રેમનો સ્વીકાર, ત્યાગ કે સન્માન કરવાની ક્ષમતા ને બદલે માત્ર શર્તો હોય છે અને તેથી જ ચાર દિવસની ચાંદનીનો ચમકારો અને પછી બ્રેકઅપ થઈ જાય છે. સાથે ભણતાં કે જોબ કરતાં હમઉમ્ર યુવક- યુવતીઓ વચ્ચે આકર્ષણ થાય એને પ્રેમનું નામ આપી દેવામાં આવે છે. પ્રેમ એક કમીટમેન્ટ છે. પોતાની સાથે અને પોતાનાં પ્રિય પાત્ર સાથે પણ. પ્રેમ એટલે હાથમાં હાથ નાંખીને ફરવું, સનસેટ જોવું, મોંઘી ગિફ્ટસ આપવી.... એ બધું નથી જ. એકબીજાને સમજવું, કાળજી લેવી, પ્રિયના સુખે સુખી અને દુઃખે દુ:ખી થવાની લાગણી છે, એક મૌન અહેસાસ છે. બે જણાં વચ્ચે મેચ્યોરીટી હોય, અન્ડરસ્ટેન્ડીંગ હોય છે. 

આજકાલ વિવિધ ડે'ઝ ઉજવવામાં આવે છે. આ બધાં દિવસો ભલે પશ્ચિમી સંસ્કૃતિની દેણ હોય પરંતુ એનો ઉદ્દેશ તો પ્રેમ વહેંચવાનો જ છે ને ! પ્રેમ આપો અને પ્રેમ પામો એ સાદી ફોર્મ્યુલા છે. આજની ફાસ્ટ લાઈફમાં થોડો વિસામો લેવો પણ જરૂરી છે. પ્રેમને સાબિત નહીં કરીએ તો ચાલશે પરંતુ પ્રિય પાત્રને આપણાં પ્રેમનો અહેસાસ કરાવવામાં કંઈ જ ખોટું નથી. તમારા પ્રિયજનને એક લાલ ગુલાબ કે એક જાદુ કી ઝપ્પી આપી તો જુઓ, તમને કોઈ મોંઘી ગિફ્ટની જરૂર નહીં પડે. પ્રેમ તો ઈશ્વરની સર્વોત્તમ, અણમોલ ભેટ છે. વસંતનું આગમન થતાં એકબાજુ વસંતોત્સવ અને બીજી બાજુ પ્રણયોત્સવ રૂપી વેલેન્ટાઈન ડે પ્રેમીઓનો પ્રણય વ્યક્ત કરવાની મોસમ છે. પ્રેમમાં કાંઈ બાંધવાનું નથી. પ્રેમ તો વિહરવા માટે ખુલ્લું ગગન આપે, સોનાનું પિંજર નહીં. આપણે ત્યાં ઘણી પ્રેમગાથાઓ રચાઈ અને અમર થઈ ગઈ. સાહિત્યનો પ્રેમ કદાચ અલગ હોઈ શકે પરંતુ વાસ્તવમાં પ્રેમ એ શુદ્ધ ચોવીસ કેરેટનું સોનું છે, જેમાં કોઈપણ જાતની ભેળસેળ ન કરાય, નહીં તો પ્રેમમાં માત્ર શંકા જ બચશે બીજું કંઈ જ નહીં !

ટહુકો: 

" તું મારી સાથે છો તેથી તબિયત ફાઈન છે,

હું તારો અને તું મારી પ્રિય વેલેન્ટાઈન છે."


Rate this content
Log in

Similar gujarati story from Romance