વાત કર
વાત કર
સ્કુટર સાથે થયેલા ગમખ્વાર અકસ્માતનો ભોગ બનેલા દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, એવી જાણ થતાં જ પિતા નરેશભાઈ અને માતા સરલાબેન આવી પહોંચ્યા. પિતાને ડોક્ટરે જણાવ્યું હિંમત રાખજો દીકરો બ્રેઈન ડેડ છે. આ વાતથી અજાણ માતા દીકરા ને વાત કર,વાત કર બોલી ઢંઢોળી રહ્યાં.
ડોક્ટરે દીકરા ધ્રુવનાં અંગદાનથી કેટલી જિંદગી બચે એમ છે તે સમજાવ્યું અને નરેશભાઈ ડોક્ટર ને લઈ સરલાબેન પાસે આવી ધ્રુવ હવે ક્યારેય વાત ન કરે સાંભળતાં જ કલ્પાંત કરી ઊઠી માવડી. ધીમે ધીમે ધ્રુવનાં અંગદાન માટે તૈયાર કર્યા. ધ્રુવ હયાત નથી પણ એનાં અંગો એ બચાવેલી જિંદગીથી સંતોષ માની માવતર જીવી રહ્યાં.
