વાત એક રાતની
વાત એક રાતની
અસ્વીકરણ (Disclaimer) :-રજૂ કરેલી વાર્તા/રચનામાં આલેખાયેલ,નામો, પાત્રો, વ્યવસાયો, સ્થળો, ઘટનાઓ, અને ઘટના સ્થળ કે સમય ક્યાં તો લેખકની કલ્પનાશીલતા છે અથવા કેવળ કાલ્પનિક છે, લેખન કાર્ય કેવળ વાંચનારના મનોરંજન હેતુ માટે છે અને તે રીતે રચનાની માવજત માટે શબ્દો અને સ્થળ વપરાયેલ છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ કે સ્થળ સાથેની કોઈપણ સામ્યતા સંપૂર્ણ રીતે યોગાનુયોગ છે/ગણવાનો રહેશે. તેમજ પ્રસ્તુત રજૂઆત કોઈ સામાજિક કે રાજકીય, ધર્મ કે, રૂઢિ -રિવાજ કે માન્યતાની રજૂઆત / સમર્થન અથવા વિરોધથી પર છે.
વાર્તામાં જરૂરી ટેકનીકલ શબ્દોની સમજ માટે હાઇપર લિન્ક રજૂ કરેલ છે (વાદળી રંગમાં) તે,પ્રિય વાચકમિત્રો માટે સુવિધા પૂરી પાડવાના ભાગ રૂપે છે,જેના ઉપયોગથી વાંચન યાત્રામાં પૂરક માહિતી ભળવાથી વાંચન રોચક અને રસમય બની રહેશે.
વિષય પ્રવેશ :-
જિંદગી અને મૃત્યુનો સિલસિલો અવિરત ચાલતો જ રહે છે. પૂર્વજન્મ અને પુનર્જન્મ અને અશાંત આત્માઓના અસ્તિત્વ ઉપર વિશ્વાસ કરનાર લોકો આપના સમાજમાં ઘણા છે પરંતુ પશ્ચિમની સંસ્કૃતિમાં, આજે પણ ઘણા લોકો આનાથી બે-ખબર છે. આ વિષયને સાંકળતી અલગ અલગ વાર્તાઓ છે, પરંતુ આજે આપણે અમેરિકના કેલિફોર્નિયા રાજયમાં આવેલા નાનકડા ગામ મોંટેરી ગામ ના સ્થળો ને સાંકળી અશાંત આત્માઓ-તથા પુનર્જન્મ ની ઘટનાને વાર્તા સ્વરૂપે માણીશું.
સમય:-ઈસવીસન-૧૮૪૫ થી ૧૮૮૦
પાત્ર પરિચય :-
“એન્ટોની” – એક અમેરિકનો નિવૃત સૈનિક, તે દીવાદાંડીના કેર ટેકર તરીકે કામ કરે છે.“સારા” –“એન્ટોની” ની પત્ની. “એંજોલી” – “એન્ટોની“અને “સારા”ની એક માત્ર યુવાન દીકરી. ચાર્લી- એન્ટોનીનો મિત્ર“બ્રુનો”- એક વેટરનીટી ડોક્ટર જે વાર્તાનો નાયક છે – સોફિયા “બ્રુનો”ની મંગેતર વાર્તાની સહ નાયિકા
૩૧મી ઓક્ટોબર માસની તે સાંજે “બ્રુનો” “મોંટેરી” ના સાગર કાંઠે આવેલા “લવર્સ પોઈન્ટ” ઉપર સોફિયાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. “મોંટેરી”ની સાંજની રોનક કોઈ પણ પ્રેમી પંખીડાઓને ગાંડા કરનારી હોય છે. કાતિલ ઠંડા પવનના સુસવાટા તેજ થતાં બ્રુનોએ હુડીની દોરી બાંધી માથું કવર કર્યું. ઠંડીના સુસવાટા અને અંધારું વધતાં જે ગણ્યા ગાંઠયા પ્રેમી – પંખિડા હતા તેઓ પરત ફરતા હતા . “બ્રુનો”એ તમાકુની ડબબીમાંથી એક બામ્બુ રોલિંગ પેપર અને તંબાકુ લઈ સિગારેટ વણી, અને પેટાવીને ધુમાડા કાઢતા વિચારતો હતો, સોફિયા કેમ મોડી પડી ? આજના ભૂતિયા“હેલોવીન” દિવસની ઉજવણીના ભાગ રૂપે સોફિયાએ અહી પોઈન્ટ ઉપર આવી ગેરાડેલીની ગરમા ગરમ ચોકલેટની સાથે લૂફ્ત માણવી અને બજારમાં મોડીરાત ભૂતિયા કોસ્ચ્યુમમાં ઘૂમવું તેવું નક્કી કરેલું હતું, પણ હજુ, તે પહોચી નહતી .”બ્રુનો” હવે બરોબરનો કંટાળ્યો હતો, પણ તેની મંગેતર “સોફિયા”ની માદક કંપનીમાં હેલોવીનની ઉજવણી કરી બેસ્ટ ડ્રેસ કપલ નું ઈનામ જીતવાની નેમ હતી એટલે તો આજે બ્રુનોએ પણ કાળા કલરની હુડી પહેરી હતી અને મોઢે પહેરવાનું માસ્ક હાથ વગું રાખેલું હતું. “મોંટેરી” બજારમાં આવેલી કેનિંગ કંપનીની સાઇરન રાત્રિના નવ વાગ્યાની યાદ અપાવતા, આખરે બ્રુનોએ નિરાશ થતાં વિચાર્યું કે પોતે હવે સોફિયાને તેના ઘેર તેડી, પછી બજારમાં પ્રતિયોગિતામાં ભાગ લેવા આવશે. કંટાળેલા “બ્રુનો”એ સ્ટેન્ડ ઉપરથી સાઇકલ લીધી અને ઝાકળથી ભીની થયેલી તેની સીટ લૂછી, અને સાઇકલનું પેડલ મારવા જતો હતો ત્યાં દૂર છેવાડે એક ટમ-ટમતું પ્રકાશનું બિંદુ દેખાયુ. “બ્રુનો” વધુ કઈ વિચારે તે પહેલા કોઈ અજાણી સંમોહિત અવસ્થામાં તેણે પ્રકાશ તરફ તીવ્ર આકર્ષણ અનુભવ્યું, અને પોતાના મગજ ઉપર કાબૂ ગુમાવતા તેણે, પ્રકાશ તરફ સાયકલ મારી મૂકી.
“બ્રુનો” જેમ જેમ તે પ્રકાશ નજીક પહોચતો હતો,તેમ તેમ તેની સાઇકલની ગતિ પણ વધતી હતી. પ્રકાશની એકદમ નજીક આવતાજ તેણે ભૂતિયા ડુંગર ઉપર આવેલી દીવાદાંડી સાથે એક અવારું હાલતમાં કોટેજ દેખાયું....હવે તે પ્રકાશના ઉદગમ સ્થળે હતો. ગેઇટ ઉપરના થાંભલા ઉપર એક ફાનસમાં મીણબત્તી સળગતી હતી.જેને જોઈ પોતે ઝડપથી સાઇકલ દોડાવી અહી પહોચ્યો હતો. ઝડપી પર્વતીય સાયકલિંગને લીધે બ્રુનોનો શ્વાસ ભરાઈ ગયો હતો. તેણે સાઈકલને ગેટ પર અઢેલી, ઊંડા શ્વાસ લઈ, બંને હાથ મરડતા આળસ ખાઈ થાક ઉતારતો હતો, ત્યાં તેની નજર ગેટ ઉપરના સાઇનબોર્ડ ઉપર પડી હતો. સાઇન બોર્ડ ઉપર નજર પડતાં પોતે કેટલી મોટી ભૂલ કરેલી છે. તેને હવે સાંભળેલી હોરર સ્ટોરી યાદ આવતી હતી કે, અંહી હેલોવીનની રાત્રિએ ડરામણા ભૂતો અને ડાકણોનો નાચ ચાલે છે અને ભૂલે-ચૂકે જો કોઈ તેઓને જોવા પ્રયત્ન કરે તો, જોનાર બીજા દિવસની સવાર જોવા જીવિત રહેતો નથી.
“બ્રુનો”ને આશ્ચર્ય થયું કે, કઈ શક્તિના જોરે આવી બિહામણી જગ્યાએ, પોતે ઈચ્છા વિરુધ્ધ ખેચાઈ આવ્યો. ભૂતની વાર્તાઓ વારંવાર યાદ આવતા કાતિલ ઠંડા સુસવાટા પવન તેના પરસેવે નીતરતા શરીરમાં ભયનું લખલખું પ્રસરાવતા જતાં હતા.એક બાજુ ‘“પોઈન્ટ ઓફ પીનોસ” નો ઉજળો ઇતિહાસ હતો બીજી તરફ ભૂતયા દંત કથા જોડાયેલી હતી. અંહી કમ્પાઉન્ડમાં “હેલોવીન”ની ઉજવણીના ભાગ રૂપે ઠેર- ઠેર ચામાંચિડિયા, કળોળીયાના જાળાંની ભરમાર વચ્ચે ચાર-પાંચ માનવ હાડપિંજર પણ ઝાડની ડાળીએ હિલોરા લેતા હતા,.વાસ્તવમાં દરવાજના ફાનસમાં સળગતી મીણબત્તીથી અંધારામા પણ, બીહામણા કોટેજ સુધી જવા માટે પગ ડંડી નજરે પડતી હતી. અંહીથી ભાગી જવાની ઈચ્છા થતી હતી છતાં “બ્રુનો”, જઇ ન શકયો, તેણે ઝાડની ડાળી તોડી લકડી જેવું બનાવ્યું અને ડાબા હાથે ફાનસ પકડી, લાકડીથી કેડી ઉપરનું ઘાંસ હટાવતો આખરે ભૂતિયા કોટેજ તરફ ગયો.
સૂમસામ કોટેજમાં બે જોડિયા ઓરડા અને એક નાનો મેઝેનાઇન ફ્લોર હતો. ત્યાં પિયાનો હતો તેની ઉપર સ્ટેન્ડમાં ત્રણ મીણબત્તી સળગતી હતી. અંહી કોઈ હતું નહીં છતાં પણ કોઈ અંહી હોય તેની ત્રણ મીણબત્તીઓ હાજરી પુરાવતી હતી, પિયાના ઉપરની મીણબત્તીનો પ્રકાશ આખાય કોટેજને રોશન કરતો હતો.હજી તો એ કોટેજની અંદર દાખલ જ થયો હતો,ત્યાં જ અચાનક જ મેઝેનાઇન ફ્લોરબાજુથી એક સ્ત્રીનો પિયાનાના તાલે લય બધ્ધ અવાજ ગૂંજી ઊઠયો....એકાદ મિનિટ ચાલેલા આ ગીતનો સમય બ્રુનોને કલાક સમાન લાગી આવ્યો .. અને તે કોયલ કંઠી સ્ત્રીએ તેની સંગીત સૂરાવલિને અટકાવતાં “બ્રુનો” ને ઉદ્દેશી બોલી ... હાઉ સ્ટ્રેંજ .. 'માય ડિયર બ્રુનો! તું આજે આખરે આવી ગયો કેમ?'એ અવાજ ખુબજ ભયાનક અને ખોફનાક હતો.પોતે વેટરનીતિ ડોક્ટર હતો (ઢોરો- પ્રાણીઓના ડોકટર),નહિતો અંહીના બિહામણા વાતાવરણને જોઈ બીજો કોઈ કાચાપોચા દિલનો માણસ હોત. ઘડીમાંજ ડરનો માર્યો બેભાન થઈને ઢળી પડત.'
કોટેજની જીવંત હોરર સ્ટોરી જોતાં, મનમાં ઉમટેલી બીહામણી ભૂતની ભૂતાવહને હટાવી “બ્રુનો”એ સ્વસ્થ અવાજે કીધુ, માદામ, તમે મને ક્યાથી ઓળખો ?, તે તો કહો !... પણ હા, પહેલા તમારું અધૂરું ગીત સાંભળાવો,તમે અજબ છો માદામ, તમે કુશળ પિયાના વાદક સાથે એક નીવડેલી ગાયકી પણ ધરાવો છો ... મને તમારું પૂરું ગીત સાંભળવું ગમશે ..
ઓહ ડિયર “બ્રુનો” તું મને માદામ કેમ કહે છે ? શું મને ઓળખતો નથી ? મારા અવાજથી પણ મારી કોઈ યાદ તને આવતી નથી? તું મને ભૂલી જઈ શકે છે, પણ હું તને કઈ રીતે ભૂલી શકું? ડોક્ટર “બ્રુનો” જરા યાદ તો કર, આજથી પચ્ચીસ વર્ષ પહેલાં જ્યારે તું કોલેજમાં હતો.... એ સમયે એક યુવતી તને દિલોજાનથી પ્રેમ કરતી હતી.”બ્રુનો” હવે સૂરીલા અવાજના સહારે કોઈ “હોરર ચહેરો” ગમે ત્યારે ટપકી ન પડે તે બીકથી ફાંફા મારી સતર્ક રહેતો હતો. આમ કેમ...? યાદ કેમ નથી આવતું ! આખરે આમ હક્કથી પૂછવાવરું કોણ ..?કોણ છે આ લેડી ? કાળી ડીબાંગ રાત્રિએ,આવી વિરાન જગ્યાએ પોતાને નામથી બોલાવનાર કોણ ? “બ્રુનો”ના કપાળ પર પરસેવાના ટીપાં ઉપસી આવ્યા હતા. પરસેવાને લૂંછતાં અને ગળાને સાફ કરતા બ્રુનો બોલ્યો, માદામ મારી સામે આવો, માત્ર અવાજના સહારે 'હું તમારી કોઈ પણ વાતનો કંઈ પણ જવાબ આપી શકું તેમ નથી... જ્યાં સુધી તમે મારી સામે નહીં આવો ત્યાં સુધી હવે હું કાઇજ બોલવાનો નથી ....
અરે “બ્રુનો” હું તો તારા દિલમાં વસેલી છું,આમ તું મને, “તમે”-“તમે” કહી,મારો જીવ હવે વધારે ન જલાવ. ઘણી વેરાન રાતો વીતી ગઈ અને ''જમાનો પણ બદલાઈ ગયો,છતાં “બ્રુનો” તું એક એવો છે, જે નથી બદલાયો... તું એ જમાનામાં પણ જિદ્દી હતો.... અને આજે પણ એ જ સ્વભાવ છે. હું તારી સામે આવીશ.... અવશ્ય આવીશ... ડિયર! પણ અત્યારે નહીં... મેં તારી રાહ જોતા જોતા પચીસ વરસ વિતાવી દીધા છે ! તો તું થોડાંક દિવસોની રાહ નથી જોઈ શક્તો? બ્રુનોની હિંમત હવે ડગવા લાગી હતી... અને એ હવે વધારે પરસેવે રેબઝેબ થવા લાગ્યો હતો. હવે એને થોડો થોડો ડર પણ દિલમાં મહેસૂસ થવા લાગ્યો હતો. અને એના લીધે એનું શરીર ધ્રૂજવા લાગ્યું હતું. આજે જીવનમાં પહેલી વાર જ તેને વિશ્વાસ બેસી ગયો કે,પ્રેતાત્માઓ પણ હોય છે! 'બ્રુનો ! ફરીથી એ સ્ત્રીનો અવાજ ગૂંજી ઉઠયો. હા તો હવે તું આરામથી ઘેર જા... રાત ઘણી વીતીચૂકી છે. હું વચન આપું છું કે તું ફરી જ્યારે અહીં આવીશ,ત્યારે હું તને મારું અસલી સ્વરૂપ અવશ્ય બતાવીશ અને મને જોયા પછી તને તારા દરેક સવાલોના જવાબો આપોઆપ જ મળી જશે.”બ્રુનો”એ ખીજભર્યા અવાજમાં કહ્યું, 'તું જે કોઈ પણ હોય,તું ધ્યાનથી સાંભળી લે... “હું હવે પછી અહીં ક્યારેય નહીં આવું”. મને તારું અસલી શરીર જોવામાં કોઈ રસ નથી.''બ્રુનો” ! આ દીવાદાંડીએ આવીને, તેં મોટી ભયાનક ભૂલ કરી છે. હવે તો તારે એજ કરવું પડશે ... જે હું ચાહીશ.... તો સાંભળ ! આ નાતાલના દિવસે .તારે રાતના બાર વાગ્યા પહેલા અહીં આવવાનું છે, અને હા... જતાં જતાં એક વાત ધ્યાનથી સાંભળતો જા, તું પહેલો એક એવો ઈન્સાન છે, જે આ ભૂતિયા ખંડેરસમી દીવાદાંડીએ આવીને પણ હેમખેમ પાછો જઈ રહ્યો છે. નહીંતર છેલ્લા પચીસ વર્ષથી એવો ઈતિહાસ રહ્યો છે કે,અહીંથી સવારે ઈન્સાનોની લાશોજ ઉઠાવવી પડે છે. જીવતાં પાછા ફરવાનું ફક્ત તારા નસીબમાં લખાયેલું છે .
ઓ માદામ તમે ખોટી જગ્યાએ રોફ જમાવો છો ''આ હું ચાલ્યો .. તમે મારું કશું જબગાડી નહીં શકો. મારી વાટ આ નાતાલે તો શું,વરસો-વરસ આવતી નાતાલમાં જોતાં રહેજો. હું ખુદ તો ઠીક પરંતુ તમારા સ્વપ્નમાં પણ પાછો ફરીને અંહિની મનહૂસ શાપિત જગ્યાએ નહીં આવું.''
ધીરો... પડ.... ડિયર બ્રુનો,…જા તને પહેલેથી મે આજે મુક્ત કરેલ છે, અગર મારો પ્રેમ સાચો હશે, તો કોઈ પણ હિસાબે, આ વરસની નાતાલની રાત્રિએ તો તારે અહીં આવવું જ પડશે.
“બ્રુનો” દીવાદાંડીના ભૂતિયા કોટેજમાથી નીકળીને સીધો
પોતાની સાઈકલ તરફ આવ્યો. ત્યાં આવીને જોયું તો કોઈ ઠંડીમાં ટૂંટિયું વાળીને બેઠું હતું . “બ્રુનો” ને તેની તરફ આવતાં જોતાં તે અંધારમાં ડરી ગયો. અને જોરજોરથી ચિલ્લાવા લાગ્યો. ભૂત... ભૂત... બચાવો. “બ્રુનો”એ તેનો કોલર પકડતા કહ્યું: અરે! શું ગળું ફાડી ફાડીને બૂમો પાડી રહ્યો છે?”બ્રુનો” ગામની ઢોરની હોસ્પિટલનો ડોક્ટર છું.'ડોક્ટર “બ્રુનો”નું નામ સાંભળતાં તે વ્યક્તિ રાહતભર્યો શ્વાસ ખેંચતા બોલ્યો, 'ભગવાનનો લાખ-લાખ અહેસાન માનો ડોક્ટર સાહેબ કે તમે કોટેજવારી ચૂડેલની ચુંગલમાંથી હેમખેમ પાછાં આવી ગયા. નહીંતર,આજ દિવસ સુધી ત્યાં જે કોઈ ગયું છે એ ક્યારેય જીવતું પાછું નથી ફર્યું, અગર જીવતો રહ્યો હશે,તો તે મારવાના વાંકે જીવતી લાશ બનીને ફરતો હશે.
“બ્રુનો”એ પાછી તમાકુની ડબબીમાંથી હવે બે બામ્બુ રોલિંગ પેપર લઈ તેમાં તંબાકુ ભરી સિગારેટ વણી, અને પેટાવીને પોતે મોમાં મૂકી અને બીજી તે દરવાજે બેઠેલી વ્યક્તિને આપી. બે-ત્રણ કસમાં તે સ્વસ્થ થતાં બોલ્યો. સાહેબ તમે નશીબના બળિયા છે હો. “બ્રુનો”એ તક ઝડપી, તે વ્યક્તિને કહ્યું, ચલ યાર તને આવી કાતિલ ઠંડી રાત્રિએ ગેરાડેલીની ગરમા ગરમ ચોકલેટની મજા ચાખડું. તે વ્યક્તિ બ્રુનોની સાઇકલ ઉપર સવાર થઇ બોલ્યો ડોક્ટર સાહેબ, તમે સાઇકલ ના કેરિયર ઉપર બેસજો, હું સાઇકલ હંકારીને બજારમાં લઈ જઈશ....ઉબડ ખાબડ આખા રસ્તે “બ્રુનો”એ વિચારતો રહ્યો કે,પ્રેતાત્માએ એને પડકાર ફેંક્યો છે.... આ નાતાલની રાતે, એને અહી ફરી આવવું જ પડશે. “બ્રુનો”એ મનોમન નિશ્ચય કરી લીધો કે, આ જગ્યા સાથે જોડાયેલ કોઈ ભૂતની વાત હોય તો તે આ ભેટી પડેલ વ્યક્તિથી જાણશે.
હોટેલે પહોચ્યા ત્યારે રાત્રિના અગિયાર વાગ્યા હોઇ જૂજ લોકો હતા. “બ્રુનો”એ બે ગ્લાસ જંબો ગરમ ચોકલેટ કાઉન્ટર ઉપરથી મેળવી ખુરશી ખેંચી તે વ્યક્તિને એક ગ્લાસ આપી .. પૂછ્યું ... યાર જરાક માંડીને વાત કરે તો ખબર પડે ... શું હકીકતમાં ત્યાં ચૂડેલ વસે છે !
હું છેલ્લા ત્રીસ વરસથી અંહીનો ચોકીદાર છું, વાત એમ છે કે “એન્ટોની” નામનો નિવૃત સૈનિક અને તેની પત્ની “સારા” આ દીવાદાંડીના કેર ટેકર તરીકે સેવા આપતા હતા, અને તેઓની એક માત્ર દીકરી “એંજોલી” પણ તેઓની સાથે રહેતી. શુ વાત કરું સાહેબ તે દિવસોની? .. આટલી મોઘવારી નહતી અને “પોઈન્ટ ઓફ પીનોસ” નો બગીચો અનેક ફળ અને શાકભાજીથી લહેરાતો હતો. મારે તો બસ ચારેકોર મજા હતી, હું,ચોકીદાર ખરો,પણ ચોકી કરવા જોગ તો કોઈ કામ હતું નહીં !,બસ બે ટાઈમ ભરપેટ જમવાનું અને દિવસોના દિવસોનો આરામ. પણ બધા દિવસો કઈ સરખા હોય ખરા ? એક નાતાલના દિવસે “એન્ટોની”ને બહારગામ તેના સાસરે જવું પડે તેમ હતું એટલે “એન્ટોની”એ તેના મિત્ર ચાર્લીને દીવાદાંડીનું કામ સમજાવી દેખરેખ રાખવા કીધું. અને તે, તેની પત્ની સારાને લઈ સાસરે જવા નીકળી ગયો.
તે દિવસની વાત હજુ મને યાદ આવે છે,મે અને ચાર્લીએ મન મૂકી તે નાતાલની સાંજે દારૂ પીધો, કારણ કે એન્ટોનીનો દારૂનો ખજાનો આજે ખુલ્લો હતો, પણ તે દિવસનો નશો જીવલેણ નિવડ્યો સવારે નશો ઉતર્યો ત્યારે “એન્ટોની”ની દીકરી “એંજોલી”ને કમ્પાઉન્ડમાં પાઇનના ઝાડની ડાળીએ લટકતી ભાળી અને ચાર્લીનો કોઈ પત્તો નહતો. મારી ગભરાટને માંડ કાબુમાં લઈ ગામના શેરીફને તેડાવી મુસીબતથી એંજોલીનું શબ ઉતાર્યું, અને “એન્ટોની”ને તાર કરાવ્યો, એન્ટોની અને તેની પત્નીજ કેમ? ગામના સહુ આ ઘટનાથી સ્તબ્ધ હતા. અને તેની અંતિમ ક્રિયા તે પાઇનના ઝાડ નીચેજ કરી . “એંજોલી”ના કમોતથી એક ઝાટકે એન્ટોનીનો સુખી સંસાર ઉજડી ગયો, અને બીજી શું વાત કરું સાહેબ? થોડાજ સમયમાં એન્ટોની અને સારા પણ આ જ્ખમના જીરવી શકતા ઉપડી ગયા.તે દિવસથી અંહી તકલીફ ચાલુ થયેલી છે સાહેબ . તે પછી “બ્રુનો” દીવાદાંડીના ચોકીદારથી છૂટો પડ્યો. ઘેર આવીને જમીને સૂઈ ગયો. બીજાદિવસે સવારે જ્યારે એ સૂઈને ઊભો થયો. ત્યારે કંઈક સામાન્ય હતો.
બીજે દિવસથી બ્રુનો રોજિંદા કામમાં જોતરાઈ જતાં, દિવસો અઠવાડીયા અને મહિના વીતી ગયા, જ્યારે નાતની રજાઓમાં હોસ્પિટલની ડ્યૂટી સેટ કરતો હતો ત્યારે ૩૧મી ઓક્ટોબરની હેલોવીનની રત્રિની “પોઈન્ટ ઓફ પીનોસ” ની ઘટના અને તે બાનુનો સત્તાવાહી અવાજના પડઘા ફરી તેના કાનમાં ગુંજતા થયા, મન મક્કમ કરી “બ્રુનો” ઘર તરફ રવાના થયો.
જે કંઈ પણ હોય,પણ હવે એ પોતે નાતાલને દિવસે “પોઈન્ટ ઓફ પીનોસ” ની કોટેજે હરગિજ નહીં જાય. બીજે દિવસે સાંજે બેકરીમાં સોફિયાને નાતાલની ભેટ રૂપે કેકનો ઓર્ડર આપેલો હતો, તે કલેક્ટ કરીને સોફિયાને ત્યાં જવાનું હતું . “બ્રુનો”એ સાઇકલ કાઢી બેકરીનો રસ્તો પકડ્યો પરંતુ આખાય રસ્તામાં કોણ જાણે એને અજબ બેચેની થવા લાગી. બેકરી પહોચી કેક પેક કરવી “સોફિયા”ના ઘર તરફ સાઇકલ દોડાવી . “સોફિયા”નું ઘર આવે તે પહેલા ધીરે ધીરે “બ્રુનો”ની વિચારવા અને સમજવાની શક્તિ દૂર થતી હોય તેમ લાગ્યું. ક્યારે તેણે તેની સાઇકલનું સ્ટિયરિંગ બીજા રસ્તા પર વળી ગયું,એની એને ખુદને પણ ખબર ન પડી. એ એકી શ્વાસે એ જ જગ્યાએ આગળ વધી રહ્યો હતો.જ્યાં ન જવાની એણે કસમ ખાધી હતી. સાઇકલ ત્યાં જઇને રોકાઈ જ્યાં તે છેલ્લે ગોઝારી ભયાનક રાતે ગયેલો. “બ્રુનો” હાથમાં કેકનું ખોખું લઈ કેમ ઊભો છે? એની એને ખુદનેખબર નહોતી. સાઈકલ ઊભી કરીને બ્રુનો હવે ગાઢ અંધકારને વટાવતો એ જભૂતિયા ખંડેર કોટેજ તરફ ડગલાં મંડતો આગળ વધવા લાગ્યો.
ડુંગર ઉપરના ભૂતિયા કોટેજમાં “બ્રુનો”ની કોઈ બેતાબીથી રાહ જોઈ રહ્યું જતું,અને કોટેજમાથી આજીજી ભરેલ પોકાર ઉમટતા હતા ચૂડેલ બનેલી “એંજોલી”,એના આવવાની વાટ જોઈ રહી હતી..”બ્રુનો” ગૂમસૂમ હાલતમાં કોટેજમાં દાખલ થયોત્યારે તેણે કોઈ 'આવ બ્રુનો આવ.કહી આવકાર આપતું હોય તેમ અનુભવ્યું અને તે યંત્રવત મેઝેનાઇન ફ્લોરના પગથિયાં ચડી પિયાના પાસે જઈને ઊભો રહી ગયો, જે જગ્યાએ આજે પણ ત્રણ મીણબત્તી સ્ટેન્ડ ઉપર સળગી રહી હતી . બ્રુનો ! એક મીણબત્તી ઉપાડી લે...'બ્રુનો પ્રેતાત્માના અક્ષરનું પાલન કરી રહ્યો હતો. એણે મીણબત્તી લઈ લીધી.સરસ ... ચાલ 'હવે “બ્રુનો” તું આગળ વધ અને નીચે જઈ કેક સજાવ .”બ્રુનો” કોઈની આભામાં હોય તેમ ..અવાજના આદેશ પ્રમાણેજ કર્યું. “બ્રુનો”એ ટેબલ ઉપર કેકનું બોક્સ ખોલી તેની સામે મીણબત્તી મૂકી ત્યાંજ ખંડેરમાં એક સ્ત્રીનું ભયાનક અટ્ટહાસ્ય ગુંજી ઊઠયું. જોતજોતામાં આખો ઓરડો એક અજબ પ્રકારના અલૌકિક પ્રકાશ ચમકી ઊઠયો. જ્યાં મીણબત્તી મૂકી હતી તેના પ્રકાશમાં સામેની દીવાલ પર એક સ્ત્રીનો પડછાયો ઉપસ્યો અને ધીરે ધીરે સ્ત્રીના રૂપમાં ફેરવાઈ ગયો. એ દરમિયાન “બ્રુનો” ભાનમાં પણ આવી ગયો હતો.એની નજર કેક ઉપર પડી તે ચોંકી ગયો,,, આ... શું ? તેની ઉપર આઇશિંગ સુગરથી “ ટુ એંજોલી, માય હાર્ટ, ફ્રોમ યોર એવર લવિંગ બ્રુનો” લખેલુ હતું. “બ્રુનો”તો ચકરી ખાઈ ગયો ... “સોફિયા” માટે ઓર્ડર કરેલી કેક, અને નામ....”એંજોલી”, સોફિયા- એંજોલીના ચક્કરમાં તે, એકા-એક ઘેનમાં પડતો હોય તેવું લાગ્યું . “બ્રુનો”ના માનસ પટલ ઉપર કોઈ જીવંત નાટક ભજવતું હોય તેમ..એની સામે ધીમું મંદહાસ્ય રેલાવતી,સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે એવી એક જુવાન સ્ત્રી ઊભી હતી. .'કોણ છે તું?'બ્રુનોએ, તંદ્રામાં પોતાના પર કાબૂ મેળવવા પ્રયત્ન કરતાં પૂછયું.ઓ ડિયર “”બ્રુનો ! હું “એંજોલી” આજે તે મને આજે કેક આપી મુક્તિ અપાવી દીધી છે. હું તારા દરેક સવાલનો જવાબ આપીશ. યાદ આવ્યું? આજથી પચીસ વરસ પહેલાં આપણે બંને એક કોલેજમાં ભણતાં હતા. એકબીજાને પ્રેમ કરતાં હતા. આપણે એકબીજાને લગ્ન કરવાનો કોલ આપ્યો હતો અને તું નાતાલની રાતે મારા માટે કેક લઈ આવવાનો હતો । તે સાંજે મારા પિતાના મિત્ર ચાર્લી અંકલે નશામાં મારી સાથે દૂ:વ્યવહાર કરેલો, અને હું તારા લાયક ના રહેવાથી, મે ફાઇન ના ઝાડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું . હું તને પામવા તરસતી હતી તે હવે અવગતે ચડેલી ચૂડેલ ના રૂપમાં ચાર્લી અંકલને હેરાન કરવા ભટકટી હતી . તું મારો સાચો પ્રેમી હતો, મારા મોતના સમાચારથી,તને પણ આ લવર્સ પોઈન્ટની ખાડીએથી કૂદી આપઘાત કરેલો હતો . તેમ છતાં આપણો મેળ ભગવાનને ત્યાં પણ નસીબ ના થયો કારણકે મારા કમોત પછી ચાર્લી અંકલે એક તાંત્રિક પાસે મને અમુક સીમાઓથી બંધાવી, કેદ કરાવીને આ સૂમસામ અવરુ કોટેજમાં લાવીને મીણબત્તીના સ્ટેન્ડના મીણમાં તડપતી દબાવી રાખેલી હતી . મને મારા મૃત્યુ દિવસે અર્થાત ફક્ત નાતાલની રાતે જ મુક્તિ મળી શકે તેમ હતું.
મે તારા બીજા જન્મ અને તું વયસ્ક થાય ત્યાં સુધી રાહ જોઈ .. અને સમય આવ્યે,મારી પાશવી શક્તિથી તને આજે બોલાવ્યો. હવે આજની નાતાલની રાતે તારા જ હાથે કેક ખાઈ અધૂરી પ્યાસ પૂરી કરીશ . “બ્રુનો”, આજે હું ખૂબ ખુશ છું,મારૂ સ્વપ્ન આખરે આ નતાલે તારા હાથે પૂરું થયું .તંદ્રા માથી બહાર આવતા “બ્રુનો” આવેશમાં આવી જઈને બોલ્યોઃ,'હવે “એંજોલી” વધારે તું શું ચાહે છે? આટલા બધા લોકોને તો મારી નાખ્યા, હજી તારી ભૂખ સંતોષાઈ છે કે નહીં ?અંજોલીએ કહ્યું 'ખોટી વાત. મેં ક્યારેય કોઈને માર્યા નથી.હા,અહીં જે કોઈ આવ્યું. એને મેં અમુક સવાલ કરી નાતાલની રાતે અહીં આવવાનું આમંત્રણ આપ્યું હશે . પણ એમની કમનસીબી કહો કે, આ સૂમસામ ભયાનક કોટેજની મુલાકાત વખતે,તેઓ કોઈ પ્રેમ માટે તડપતી સ્ત્રીના ચિત્કાર સહન ન કરી શક્યા અને મરી ગયા એમાં તારી “એંજોલી”નો શું વાંક હતો?''હા... તો હવે તું મારી પાસે બીજું શું ઈચ્છે છે?' “બ્રુનો”એ પૂછયું.'બસ.. વધારે કશુજ નહીં માત્ર “આખરી આગોશ” “બ્રુનો”.તારું મોત. તારાથી દૂર રહીને હું હમેશા ભટકતી રહીશ. મને ફક્ત તારું મોતજ આ પ્રેત-યોનિમાંથી મુક્તિ અપાવી શકે છે. હા... હા... હા... “બ્રુનો”... હવે તને મારાથી કોઈ અલગ નહીં કરી શકે..સોફિયા પણ નહીં !
નાતાલની રાતે બ્રુનોની પ્રેમિકા “સોફિયા” આખી રાત “બ્રુનો”ની આતુરતાથી રાહ જોતી બેસી રહી પણ તે તેની પાસે પહોચ્યો નહીં.'બીજા દિવસે “મિડ ડે યોર સિટી” સમાચાર પત્રના પહેલા પાને સૂમ-સામ ખંડેરમાંથી સાંપડેલી “ફાટી પડેલી વિકળાળ ચહેરા વારી “બ્રુનો”ની લાશના ફોટા સોફિયા તેમજ મોંટેરી ગામના લોકોએ જોઈ પારાવાર દુ:ખી થયા.“બ્રુનો”ના બલિદાનને એક શેતાની પ્રેતાત્માનો બદલો ગણાવ્યો.
એ દિવસ પછી તો “પોઈન્ટ ઓફ પીનોસ” નો જીર્ણોધ્ધર થયેલ.જૂનું અવારું ભૂતિયુ કોટેજ હવે મોંટેરી ગામમાં આવનાર પ્રવાસી માટે મુલાકાતનું સ્થળ બન્યું છે . જીર્ણોધ્ધર પછી અંહી, હવે રોજ બરોજ સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા થયા. કોઈ અંહી કોટેજમાં રોકાતા પણ ખરા, પરંતુ “બ્રુનોના” બલિદાન પછી એ “પોઈન્ટ ઓફ પીનોસ” ના કથિત ચૂડેલે કોઈની કનડગત કરી નથી.