Ashok Luhar

Thriller

4.9  

Ashok Luhar

Thriller

વાસ્તવિકતા

વાસ્તવિકતા

2 mins
779


"પછી, શું વિચાર કર્યો તે ?"

"શાના વિશે ?"

"અરે, ભાર્ગવી વિશે !"

"શાનો વિચાર ?"

"એ જ કે તારા પછી એનું શું ?"

"એટલે....?"

"એટલે શું !? સવારે તે ડોક્ટર સાહેબની વાતો ન સાંભળી !?"

"કઈ....?"

"હં.... ખૂદને મૂરખ બનાવે છે !"

"........"

"કેમ, ભૂલી ગયો ? સવારે જ તો તે ડોક્ટર સાહેબને કહેતા સાંભળ્યાં કે આ કેન્સરનો ત્રીજો સ્ટેજ છે ! દવાનો હેવી ડોઝ સહન કરી શકે તેવી તારા શરીરની સ્થિતિ રહી નથી ! તારી પાસે માત્ર ગણતરીના જ દિવસો બચ્યા છે હવે !!"

"હાં... તો....?"

"તો... ? તારા પછી ભાર્ગવીનું શું? તેનો વિચાર કર્યો તે.... ?"

"........"

"આખરે શું મળ્યું એ બાપડીને તારી સાથે લવ-મેરેજ કરીને? ઘર, મા-બાપ, શહેર બધું જ છોડ્યું તારા માટે અને છેલ્લે તું એને શું આપી જશે....? તારી વિધવાનું લેબલ... !?"

"........"

"જો, તારી પાસે હજી પણ સમય છે. ભાર્ગવીને બેસાડીને વાત કર. સંદિપ ખૂબ સારો છોકરો છે, એ ભાર્ગવીને સાચવી લેશે. જ્યારથી તું હોસ્પિટલમાં છે ત્યારથી એ ભાર્ગવીની પડખે ઊભો છે. નહીં તો એ હોસ્પિટલ, ઘર અને ઓફિસ એકલે હાથે કેવી રીતે મેનેજ કરત....? અને ભાર્ગવીની તેના પ્રત્યેની લાગણી પણ સ્પષ્ટ દેખાઈ આવે છે....!"

"પણ, ભાર્ગવી નહીં માને તો....!?"

"એને મનાવવાનું કામ તારું છે ! જો તું ખરેખર એને પ્રેમ કરતો હોય તો તેને આમ નિરાધાર મૂકીને કેવી રીતે જઈ શકે....!?"

"........"

"તું શું એવું ઈચ્છે છે કે ભાર્ગવી બાકીનું આખું જીવન તારી વિધવા બનીને જીવે....?"

"ના.... કદાપી નહીં....!"

"બસ, તો ભાર્ગવીને સંદીપ સાથે લગ્ન કરવા મનાવવાની જવાબદારી તારી...."

* * *

મન અને મગજનો આ સંવાદ એકાએક અટકી ગયો જ્યારે ભાર્ગવીએ વોર્ડની અંદર પ્રવેશ કર્યો. આનંદ ભાર્ગવીને જોઈ રહ્યો. બંનેની આંખો મળી. બંનેના હોઠોં પર મુસ્કુરાહટ અને આંખોમાં ઝળઝળીયાં હતાં, જાણે બંનેએ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો હોય તેમ.


Rate this content
Log in

Similar gujarati story from Thriller