Ashok Luhar

Inspirational

4.1  

Ashok Luhar

Inspirational

કોરોના પોઝિટિવ

કોરોના પોઝિટિવ

2 mins
189


“આ મહામારી, આ લોક-ડાઉન, શું થશે ? ભગવાન, આવો સમય મેં મારા જીવનના ચાળીસ વર્ષમાં ક્યારેય જોયો નથી.” પોતાની બાલ્કનીમાં ઊભા રહી ચાલીસી વટાવી ચૂકેલાં અમરતભાઈ નિરાશા અને હતાશામાં બબડી રહ્યાં.

“અરે અરે, અમરતભાઈ, અટલાં બધાં નેગેટિવ થવું સ્વાસ્થ્ય માટે સારું નથી !” ચ્હાનો પ્યાલો લઈ સામેના ફ્લેટની ગેલેરીમાંથી જીવનકાકા ગંભીરતાથી બોલ્યાં.

“તો શું ?!? આ વિકટ પરિસ્થિતિમાં એવું કંઈપણ છે જે પોઝિટિવ હોય ?!?” અમરતભાઈ પ્રશ્ન પૂછ્યો.

“એક નહીં, ઘણું બધું !!!” જીવનકાકા બોલ્યાં. “આપણાં ભારતમાં રોજ આશરે 400 લોકો રોડ-એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે, પરંતુ આ લોક-ડાઉનની સ્થિતિમાં આ આંકડો લગભગ નહિ બરાબર થઈ ગયો છે.”

“હેં ?!?” અમરતભાઈ જાણેં ચોંકી ગયા.

 “જે પોલ્યૂશન આપણી સરકાર અને કેટલીક સંસ્થાઓના કંઈ-કેટલાય પ્રયત્નો છતાં વધતું જતું હતું તે આ દિવસો દરમિયાન લગભગ નહીં ના બરાબર છે, એટલે આપણે અત્યારે સ્વચ્છ હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ.” જીવનકાકા બોલ્યાં.

“એમ !?!” અમરતભાઈના ચહેરા પર આશ્ચર્યના ભાવ ઉપસી આવ્યાં.

“અત્યારમાં જાહેર સ્થળો સહિત બધી જગ્યાએ સાફ-સફાઈ સાથે સેનેટાઈઝીંગ થઈ રહ્યું છે, જેથી લાગે છે કે કોરોના સહિત અન્ય બિમારીઓના જીવાણું પણ નષ્ટ થશે અને આપણને એક સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ મળશે.” જીવનકાકા આગળ બોલ્યાં.

“સરસ !!!” અમરતભાઈ આંખોમાં ચમક સાથે બોલ્યાં.

“જે પોલીસકર્મીઓને આપણે કરપ્ટ કહેતા, જે સરકારી હોસ્પિટલના ડોક્ટરોને આપણે લેઝી સમઝતા અને જે સફાઈકર્મીઓને જોઈ આપણને સૂગ ચઢતી, અત્યારે તેઓજ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ચોવીસ કલાક આપણાં માટે અડીખમ ઊભા રહી આપણાં સાચા હીરો સાબિત થયા છે.” જીવનકાકા બોલ્યાં.

“હા, એ વાત તમારી સાચી !!!” અમરતભાઈના હોંઠો પર હવે આછી સ્માઈલ આવી.

“નાની-મોટી દરેક વ્યક્તિ એક-બીજાને મદદરૂપ થવાના શક્ય તેટલાં પ્રયત્નો કરી રહ્યાં છે અને લગભગ બધી જ સંસ્થાઓ જરૂરિયાતમંદોની વહારે ઊભી છે, શું આ માનવતાનું એક મોટું ઉદાહરણ નથી?.” જીવનકાકા પ્રશ્નાર્થનજરે અમરતભાઈને જોઈ રહ્યાં.

“મેં તો આ બધું વિચાર્યું જ નહોતું !!!” અમરતભાઈના ચહેરા પર હવે એક ચમક હતી.

જીવનકાકા હવે કંઈક સારું કર્યાની લાગણી સાથે ચ્હાની ચૂસકી માણી રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational