ઊગી જા
ઊગી જા


મેડિકલ કોલેજની વિધાર્થીની સુંદર, સુશીલ, જૂઈ નામ પ્રમાણે ફોરેમતી ફુલડું હતી. એક્ઝામ નજીક હોય, ઉતાવળી કોલેજની લાયબેરીમાં પહોંચી, જરૂરી પુસ્તકો લઈને હોસ્ટેલમાં પરત આવી રહી હતી. રીડીંગ ટાઈમ ના બગડે એટલે વૉકિંગ ડિસ્ટન્સ હતું તો પણ સાઈકલ લઈને ગઈ.
પોતાની ધૂનમાં ને ધૂનમાં વચ્ચે આવેલો ખાડોના દેખાતા સાઈકલનું બેલન્સ ના રહ્યું. અને તે ઉછળી... કાચા રસ્તે ફેંકાઈ ગઈ.ધીમે ધીમે આંખે અંધારું છવાઈ ગયું.
"અગર કોઈ બાત બીગડ જાયે. કોઈ ..." રીંગટૉન વાગી. જૂઈએ કોલર ટ્યુનમાં નામ જોઈને ફોન સાયલન્ટ મોડ પર મૂકી દીધો. મોબાઈલમાં વારંવાર એ નામ ઝબકી રહ્યું. જૂઈના અકસ્માતને ઘણો સમય વીતી ગયો. જૂઈ ખાસ કોઈને મળવાનું ટાળતી અને બેડરૂમની બહાર ભાગ્યેજ આવતી.
જશુબેન પોતાની ક્લબલતી કોયલને આમ સૂનમૂન જોઈ નહોતા શકતાં. જૂઈનાં સાયકલ અકસ્માતે જૂઈનાં ચહેરાનો, જમણો ભાગ ખૂબ ખરાબ રીતે છોલાય ગયો અને આંખમાં ઝાંખરું ખૂંચી ગયું હતું . આંખનું ઑપરેશન અને ચહેરાની પ્લાસ્ટીક સર્જરી પછી પણ કેટલી સફળતા મળે એ કઈ કહી શકાય નહીં. પડોશી પણ કહેતા.."નાનો અમથો અકસ્માત, પણ બહુ વાગ્યું !"
જૂઈના ડોક્ટર બનવાના સપનાને બ્રેક લાગી ગઇ હતી. એ રૂમનાં અંધારુ કરી બેસી રહેતી એકલી અટૂલી સમાજથી વિખૂટી થઈ ગઈ હતી. દીકરીની વેદનાં જશુબેન સમજતા અને હિંમત આપતા.
"બધુ સારું થઈ જશે બેટા..થોડો સમય લાગશે."
જૂઈ મનોમન ચિત્કારી ઉઠતી..."મા કેટલો સમય ? મારી કેરિયર સપના ત્યાં સુધી મારું બધું પાછું
ધકેલાય ગયું." એના સા
થીદારો આગળ નીકળી ગયા.
બે વર્ષના વ્હાણા વીત્યા. એક પછી એક સર્જરીના અંતે ફાઇનલ સર્જરી માટે જૂઈને સિટી હોસ્પિટલમાં એડમિટ થઈ. ખૂબ સરસ સ્ટાફ ને સરસ સગવડ વચ્ચે જૂઈનું ઓપરેશન થયું. જૂઈ જયારે ઓપરેશન થિયેટરમાં હતી ત્યારે એને એનો કલીગ પરાગ નજદીક હોવાનો ભાસ થયો.
"અરે..પરાગ અહીં ક્યાંથી હોય ? એ હોસ્ટેલ છોડીને આવી પછી પરાગે કેટકેટલા ફોન કરેલા પણ જૂઈએ એક ફોન રીસીવ ના જ કર્યો. ધીમે ધીમે ચહેરાની રૂઝ આવતી ગઈ. જૂઈના વોર્ડની બારી પાસેથી કોઈ એને જોતું હોય એવું લાગ્યું, જૂઈએ નજર પાછળની તરફ કરી પણ કોઈ નહોતું.
આજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળવાનો હતો. જૂઈને ઘરે જવાની તાલાવેલી હતી. વ્હીલચેર પર બેસાડીને જશુબેન ફાઈલ લેવા ગયા. જૂઈની આજુબાજુ પરિચિત ખુશ્બુ ફેલાય ગઈ. સહસા એણે જોયું, તો રંગબેરંગી બુકે ચહેરાની આગળ રાખી કોણ ઉભું હતું ? ચહેરો સ્પષ્ટ થયો.જૂઈ મથી રહી
"ઓ મેડમ કયા ખોવાઇ ગયા ? ઓળખ્યો ?" જૂઈ ભાવુક બની.
ત્યાંજ જશુબેન આવી લાગ્યા.
"અરે જૂઈઆ ડો.પરાગ જેણે તારું ઓપરેશન સફળ બનાવ્યું"
જુઈએ પરાગને બુકે મારતા "તું ક્યારે સુધરીશ ?"
જશુબેનતો જોતાજ રહી ગયા.જૂઈના ચહેરા પર પહેલા જેવી હસી જોઈને!
"તુ મને જેવો છું એવો સ્વીકારીશ ?તો હું સુધરવા તૈયાર છું જૂઈ મેં તનેજ ચાહી હતી ને ચાહું છું. તારી ખામી હોય તો ખામી સહિત તને જ ચાહતો રહીશ. જૂઈ તું હા કહે આવ ફરી તું પરાગનાં જીવન બાગમાં ઉગીજા."
જૂઈએ પરાગના બંને હાથ કશીને પકડી લીધાં.