ઉન્મત્ત ઔંદર્ય તારું (કવિતા)
ઉન્મત્ત ઔંદર્ય તારું (કવિતા)


ઉન્મત્ત ઔંદર્ય તારું,
યથાર્થ કે સ્વપ્ન છે મારું,
ઉપશમન માટે,
જરા સ્પર્શ કરી જોઈ લેવા દે.
છબી દેખી ત્યારથી,
બહકે છે આ ચિત્ત મારું,
સ્પર્શના આ રોમાંચને,
રોમ રોમમાં પ્રસરી જવા દે.
પ્રેમ છલકાવતા તારા નયનોથી,
ભીંજાય છે મન મારું
રોકીશ નહિ અશ્રુ નયનોના,
હજુ જરા વહેવા દે.
તીરછી નજરે ન જોઇશ,
ચૂંથાય છે હાર્દ મારું,
યા ઉતાર હ્રદયમાં,
આજે હિસાબ થઇ જવા દે.
જઉં ક્યાં ? તારું હૃદય જ છે,
સરનામું મારું !
તારા આંજણના એ અંધકારમાં,
જરા ખોવાઈ જવા દે.
મીઠી તારી એ યાદોથી,
સુંદર બને સ્વપ્ન મારું,
મોહક ખયાલોમાં તારા,
મને જરા જીવી લેવા દે,
તારી જુદાઈની પીડા કરતા,
દોઝખ એ દર્દ દે,
પ્રશાંત, બસ! જવા પહેલા,
તેની યાદોને માણી લેવા દે.