તૂટેલું દિલ
તૂટેલું દિલ
કોમળ કમનીય કાયા, હરણી જેવી મારકણી આંખો, પાતળી પરમાર કિરાને જોતા જ જાણે બધા જ ની ધડકનો રોકાઈ જાય..... કિરા જ્યાંથી પસાર થાય ત્યાં હવાઓ પણ રોકાઈ જાય....
કિરાનો આજે કોલેજમાં પહેલો દિવસ હતો. છૂટા વાળની એક લટને સરખી કરતી કિરાને જોઈને કવનનું દિલ પણ ધડકવાનું બંધ થઈ ગયું.
કોલેજમાં કવન રોજ કિરાને જોતો પણ પોતાનાં પ્રેમનો એકરાર કરવાની હિંમત તેનામાં ન હતી. આમને આમ કોલેજનાં ત્રણ વર્ષ પુરા થયાં.
એક દિવસ કિરા તેનાં લગ્નની કંકોતરી લઈને પુરા સર્કલમાં અને કવનને પણ કંકોત્રી આપી. કવનનું દિલ તૂટી ગયું. કિરાને જતી જોઈ બોલ્યો.
" ઘાયલ થયો છું તારી મારકણી આંખોથી.. પ્રેમનો મલમ ન લગાવ તો કંઈ નહી, જખમ વધારે તો ન આપ જાનેમન..... "

