Khushbu Shah

Drama Inspirational Romance

5.0  

Khushbu Shah

Drama Inspirational Romance

તું મને સમય જ નથી આપતો !

તું મને સમય જ નથી આપતો !

3 mins
766


"હેલ્લો "

"શું કરે ?"

"ફ્રી થાયતો મેસેજ કરજે ।"

"હે ભગવાન, આ છોકરો તો આટલા મેસેજ કરવા છતાં પણ કોઈ જવાબ નથી આપતો, શ્વેતા"

"પીન્કી, શું તને ખરેખર લાગે છે કે એ તને પ્રેમ કરે છે ?" શ્વેતા મને પૂછી રહી.

"હા,એમ તો એ મને ખુબ પ્રેમ કરે છે,પરંતુ કદાચ વ્યસ્ત હોઈ શકે."

"કોલેજમાં શું એટલું કામ હોય પીન્કી. યાદ છે ને તું કોલેજની સૌથી સુંદર છોકરી છે, કેટલાય છોકરા તારી પાછળ હતા પણ તે વિહાનને પસંદ કર્યો,પસ્તાવો તો નથી થતો ને ?"

"ના, હું તો વિહાનને જ પ્રેમ કરતી હતી, તને તો ખબર જ છે ને, એ મહેનતુ છે મને એ જ વાત આકર્ષે છે એની તરફ"

"બરાબર , ચાલ સેન્ડવીચ ખાઈને જલ્દી ઘરે જઈએ એમ પણ અસાઈન્મેન્ટ કરવાનું છે."

હજી તો હું ઘરે પહોંચી જ હતી ત્યાં વિહાનનો ફોન આવ્યો.

"સોરી, બાબુ તું તો જાણે છે ને કે હું કોલેજનો જી.એસ છું ને આપણી કોલેજમાં ઇવેન્ટ થવાની છે એના કામમાં હું વ્યસ્ત હતો."

મેં કઈ જવાબ ન આપ્યો. કામ હતું તો શું થયું એક મેસેજ તો એ કરી જ શકતે ને એવું નહિ થાય, હું મનોમન જ બબડી રહી હતી. એ રાતે મેં વિહાન સાથે કોઈ વાત ન કરી. મેં પણ મારુ ધ્યાન બીજે પરોવવાનું અને એના જેમ વ્યસ્ત થવાનું નક્કી કર્યું. એક અંધજન શાળામાં માનદ શિક્ષક બનવાનું નક્કી કર્યું, જેથી એને પણ મારા સમયની કિંમત સમજાય.

"શ્વેતા, હું હવે કોલેજ આવતા પહેલા ઘોડદોડ રોડ પાર આવેલી અંધજન શાળામાં શિક્ષક તરીકે જવાની છું, તારે આવવું હોય તો તું પણ જોડાઈ શકે."-મેં પહેલા સવારે જ ફોન કરી શ્વેતાને જાણ કરી.

"પીન્કી, તે જોઈ તો છે ને એ શાળા ક્યાં આવી છે તે, કારણકે તને શહેરના ઘણા રસ્તા આથી ખબર."-શ્વેતા હસતા બોલી.

મારા મગજ પર તો રાતથી ગુસ્સો સવાર હતો, શ્વેતાને પણ સંભળાવી દીધું કે હું મારી જાતે શોધી લઇશ, મારે કોઈની જરૂર નથી.

પરંતુ હવે પાંચ વાર ઘોડદોડ રોડ પર ફરી, મને શાળા મળતી જ ન હતી, ખૂબ જ અકળાઈ ગઈ હતી. પણ મારે વિહાનને બતાવવું જ હતું કે હું પણ વ્યસ્ત રહી શકું છું. ગુગલમેપથી પણ રસ્તો મળતો ન હતો, ત્યારે જ વિહાનનો ફોન આવ્યો, કમને ઉપાડવો પડયો.

"બોલ, હવે શું કામ પડયું, હું વ્યસ્ત છું, અંધજન શાળામાં શિક્ષક તરીકે જાવ છું મારી પાસે પણ સમય નથી"-મેં ગુસ્સાથી વિહાનને કહ્યું.

"હા,બાબુ એ તો હું જોઈ જ રહ્યો છું કે તું ચાર રસ્તા પર ઉભી રહી શાળા શોઘી રહી છે. ત્યાં જ ઉભી રહે હું આવીને તને મૂકી જાવ છું.-વિહાને કહ્યં અને પાંચ મિનિટમાં તો તે આવી પણ ગયો.

"તને કોણે કહ્યું કે હું અહીં આવી છું."

"બાબુ, હું અત્યારે પણ આપણી કોલેજની ઇવેન્ટ માટે સ્પોન્સર્સ જ શોધવા ગયો હતો, પણ શ્વેતાને ફોન કરતા મને ખબર પડી કે તું અહીં આવી છે. અને તને રસ્તા શોધવામાં મુસીબત થાય છે તે તો હું સારી રીતે જાણું છું એટલે માત્ર પંદર મિનિટમાં વરાછાથી અહીં આવી ગયો."

"ખાલી 15 મિનિટમાં , આટલી સ્પીડ,એકસીડન્ટ થઇ જાતે તો ?"

"તો કઈ નહિ, હું તને હંમેશા સાથ આપવા માંગુ છું, અત્યારે થોડું કામ છે પણ મારી આખી જિંદગી મેં તારા નામે જ કરી છે."

અને હવે મને સમજાયું કે વિહાન મને કેટલો બધો સમય આપી રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama