STORYMIRROR

Darsh Chaudhari

Romance Others

2.5  

Darsh Chaudhari

Romance Others

તું અને તું જ

તું અને તું જ

1 min
27.9K


પ્રિય

પ્રેમિકા....

આજે એક નશીલી સવારના ઉપવનમાં તારા ચહેરા સાથે નું કિરણ મારા રૂમમાં આવ્યું. અને એ જ કિરણે મને પત્ર લખવા મજબૂર બનાવી દીધો.

આજેય મેં તને મારી યાદોમાં સાચવી છે જેટલી મેં તને રૂબરુંમાં સાચવી હતી. અને તને જ મારા હ્રદયે સ્થાન આપ્યું છે. કેમ ભુલું હું તને ? બસ તારી જ યાદોમાં રચ્યોપચ્યો રહું છું. વ્હાલી કેમ કરીને આ દિવસો કાઢું ?

બસ, તને જ મળવાની આશમાં કવિ મનસ્વરૂપ જીવનભર જલતો રહ્યો છે. જ્યારે જ્યારે તારો મલકાતા ચહેરાવાળો ફોટો જોઉં છું સતત ને સતત મારા હોઠ પર સ્મિતનો સમુદ્ર આવી જાય છે. અને એમ કહું છું

"કે હા આ એજ મારી પાગલ હતી કે જે મારા જોડે છે પણ જોડે નથી."

બસ વ્હાલી, હવે નથી રહેવાતું તારા વગર, તારા વિનાના શ્વાસો વગર. જેમ કે જળ વિનાના તળાવમાં જેમ માછલી તરફડે છે એમ હું પણ તારા વિનાના તળાવમાં તરફડું છું.

હવે જીવન મારું તને જ અર્પણ કરું છું કેમ કે,

'હ્રદય કમળે બસ તારું જ સ્મરણ રહે,

હું રહું કે ના રહું બસ તારી યાદો ના ઉપવન રહે'

અંતે એટલું કહેતા તારી એક વાત યાદ આવે છે કે,

"તું હંમેશા કહેતી કે અજાણી છોકરી જોડે વાત કરવાનું ટાળજે,

પણ સમયની થપાટ એવી લાગી કે તું ખુદ આજે અજાણી બની ગઇ'

બસ તારી જ યાદમાંતારો જ પાગલ,

'આઈ લવ યુ.'


Rate this content
Log in

Similar gujarati story from Romance