પ્રેમ
પ્રેમ


પ્રેમ
કેવું અઢી અક્ષરનું નામ છે નઈ?...જો આ પ્રેમ નામની વસ્તુ જ જો દુનિયામાં ના હોત તો કદાચ આ દુનિયા દુનિયા જ ના હોત.....આ એક અઢી અક્ષર ઉપર જ આખી દુનિયા ટકી હોય એમ કહીએ તોય ખોટું નથી....
જીવનનો એક અનોખો સંબંધ પણ પ્રેમથી જવાય છે ....જીંદગીની પ્રત્યેક ક્ષણને જીવવી હોય તો પ્રેમ એ અનિવાર્ય પાસું છે એ પછી ભલે ને કોઈ પણ માણસ સાથે નો સંબંધ હોય કે કોઇ પશુ પક્ષી સાથે નો સંબંધ હોય.....
આ પ્રેમ જરાક એવો છે કે ક્યારે કોની જોડે થઈ જાય છે ખબર જ નથી પડતી...જ્યારે જ્યારે મારી આગળ પ્રેમ શબ્દની વાત આવે છે ત્યારે ત્યારે મારી પ્રિયતમાની યાદ આવે છે....આ પ્રેમ છે ને ક્યારેક જીંદગી જીવતા પણ શિખવાડી જાય છે અને ક્યારેક જીંદગીને મારતા પણ શિખવાડી જાય છે... પ્રેમ એક વસ્તું છે જેને જીતવી પડે છે અને હું પ્રેમને જીત્યો છું....
હજારો વાર કોશિશ કરી,
અંતે જીતી ને આવ્યો છું....
નસીબ, લકીર જેવું કાંઈજ નહીં ને ,
કર્મોથી ફળ જીતીને આવ્યો છું.....
તારું જ એ મલકાતું મુખડું જોઈ,
તારું જ દિલ જીતીને આવ્યો છું...