Darsh Chaudhari

Drama Romance

2.5  

Darsh Chaudhari

Drama Romance

હું ને મારી ચા

હું ને મારી ચા

2 mins
1.4K


મિત્રો, ઘણીવાર લોકમુખે તમે એવું સાંભળ્યું હશે કે ઘણા લોકો માત્ર ચા માટે જ જીવે છે...હા, મિત્રો એમાં નો પણ હું એક છું...

જનરલી આખા દિવસની શરૂઆત ચાથી થતી હોય છે, પરંતુ મારી સાંજની ચા ખાસ હોય છે...જ્યારે છ વાગે છે ત્યારે હું ને મારા કાનનાં બે યંત્રો સાથે મારી છઠ્ઠી ઇંન્દ્રિય જાગી જાય છે...સાંજ ના છ વાગે છે અને મારા બે પગ ચાલતાં ચાની ટપરી ઉપર નીકળી જાય છે..

છ વાગે છે અને મારા દિવસની શરૂઆત થતી હોય એવું લાગે છે...સાંજના છ થી સાતનો સમયગાળો મારા આખાય દિવસનો ખાસ હોય છે...આ એક કલાકનાં સમયમાં હું રેડિયો સાંભળું છું..જેમાં વડોદરા સ્ટેશનનું વિવિધ ભારતી પણ મેઘધનુષ્ય પ્રોગ્રામ ચાલું કરીને મારા એ એક કલાકમાં સોના જેવી સુગંધ ભરી દે છે..

એ એક કલાકમાં હું ઘણુંબધું કરી લઉં છું..ખાસ તો છે ને તારી યાદોમાં ખોવાઈ જઉં છું...એટલી હદે તારી યાદ આવે છે ને ક્યારેક મારી ચા પણ ઠંડી થઈ જાય છે..પરંતું સાલું હું ચા પીવા બેસું ને જેવી પહેલી ચુસ્કી લઉં એટલે જાણે તું મારી સામે હોય એવું લાગે છે...

ક્યારેક તો એવું પણ બને છે કે એટલી હદે ચા પી લઉં છું કે મારું પેટ પણ અંતે ના પાડે છે..પણ તારી આ યાદો એવી છે જે ક્યારેય ના નથી પાડતી...

હન આયે હો, ન આયોગે,

ન દુરીયાં તુમ મિટાઓગે,

ન શામ કી કરારી ચાય લબોસે યું પીલાઓગે..

(એની ચા સાથેની વાતો માટે જોતાં રહો..હું અને મારી ચા પાર્ટ-૨)


Rate this content
Log in

Similar gujarati story from Drama