અહેસાસ
અહેસાસ


પ્રિય,
આજે એક તારા અહેસાસ ને વર્ણવા આવ્યો છું.
કદાચ તને મારી યાદ આવતી હશે કે નહીં એતો ખબર નહીં પણ મને તારા હોવાનો અહેસાસ સવારે ઉઠવાથી માંડી ને રાત્રે ઉંઘવા સુધી થાય છે.
પ્રિય, જ્યારે જ્યારે હું એકલો પડું છું ત્યારે ત્યારે તે આપેલા વચન ને હું યાદ કરી ને મન ને માનવી લઉં છું. આજેય હું તારી જગ્યા કોઈ ને આપી નથી શક્યો. કેમ કે કોઈ તારી જગ્યા લેવાને બન્યું જ નથી.
વ્હાલી, લોકો મને કહેતા હોય છે કે , "પીપલ કમ એન્ડ ગો" પણ કદાચ મારું નેચર આ વસ્તુ ને સ્વીકારવા માંગતુ જ નથી. હું કયારેય મારી જિંદગી માં આવેલાં લોકો ને મારી જિંદગીમાંથી કાઢી નથી શકતો.
આજેય તને યાદ કરી ને એક ખૂણામાં બેસી ને રડી લઉં છું, માત્ર ને માત્ર તારા અહેસાસ માટે...
આજેય હું તને યાદ કરી ને એક ની બે કોફી પી લઉં છું, માત્ર ને માત્ર તારા અહેસાસ માટે...
આજેય હું મેક ડોનાલ્ડ માં જઈ ને એક ના બે બર્ગર ખાઇ લઉં છું, માત્ર ને માત્ર તારા અહેસાસ માટે...
હજુય મને પાગલ કહેનારુ મર્યુ તો નથી પણ તારા પાગલ કહેવાનો અહેસાસ મને હજુય છે...
વ્હાલી, મને તું હજુય મિસ થાય છે, પણ સમય સમય ની વાત છે...
તું જ્યાં પણ હોય ખુશ રહેજે...
લિ.તારો અહેસાસ...