STORYMIRROR

Darsh Chaudhari

Others

2  

Darsh Chaudhari

Others

એક અનમોલ દોસ્ત

એક અનમોલ દોસ્ત

1 min
14.8K


એક દોસ્તીની કલમે..

'પ્રિય દોસ્ત...

કેમ છે તું....? ઘણાં દિવસથી તારા નથી કોઇ સમાચાર કે નથી કોઇ ખબર..

એટલે તારી થોડીક ચિંતા થવા લાગી...

હા, એક એવી મારી બેસ્ટ ફ્રેન્ડ જે મારી સ્કૂલમાં ભણતી હતી છતાંય અમે ઓળખતાં નહોતા....અંતે એક દિવસે બસમાં અમે ઓળખતાં થયેલા...હું મારા મુકામે જતો હતો એ પણ એમના મુકામે જતાં હતાં.

ત્યાર પછી તો એવી દોસ્તી બંધાઈ ગઈ કે થોડાંક શબ્દો માં કહેવું હોય તો,

"ફૂલ ખીલ્યાં છે ગુલાબનાં આપણી દોસ્તી નાં બાગમાં,

કિંમત અનોખી મળી છે દોસ્તીની બાગ માં;

કહી જાઉં છું એને ઘણું બધું શબ્દોની ઘટમાળમાં,

એ જ તો ઘરેણાં છે આપણી દોસ્તીનાં બાગમાં;"

એવી અનોખી દોસ્ત આજે ક્યાંક ખોવાઈ ગઈ છે..એ દોસ્ત કે જે મારી ભૂલો કે મારી ઉદાસીને એક વિડિયોના માધ્યમથી દુર કરતી, એક એવી દોસ્ત કે જે સમજે સાદગી પણ સમજાવે લાગણી થી..

જ્યારથી તે બોલવાનું ઓછું કરી દીધું છે ત્યારથી સાલું જેમ ઘણા દિવસથી ઘર બંધ હોય અને ધૂળ જામી ગઈ હોય એમ મારા ઉપર પણ ધૂળ જામી ગઈ છે... હવે રહ્યું છે એક વર્ષ પછીની ચિંતા એ જ જાણીતાં પગથિયાં પણ અજાણ થઈ જશે..

બસ અંતે એટલું જ કહીશ કે, જ્યારે જ્યારે તું યાદ આવે છે ત્યારે ત્યારે તારી લાગણીને પંપાળ્યા કરું છું, તારી યાદોમાં વ્યસ્ત રહીને દરરોજ તારી ગેરહાજરી અનુભવું છું.

પણ દોસ્ત તને યાદ તો હું રોજ કરું છું.....!

સાચ્ચે યાર મિસ યુ...ઘણુંબધું

તારો એક અનોખો મિત્ર

દર્શ ચૌધરી


Rate this content
Log in