આવડગતનું જીવન !
આવડગતનું જીવન !


વાત કરવી છે મારી બાજુમાં રહેતા એક લક્ઝુરિયસ અને રોયલ પરિવારની...જેમનું નામ છે મહેશભાઈ.જેઓ પોતે બિઝનેસ મેન છે અને તેમને બે પુત્ર છે.તેઓ પણ પોતાનો અભ્યાસ છોડીને પિતાના બિઝનેસ સાથે જોડાયેલા છે.
મહેશભાઈની ઉંમર વધવાને કારણે તેઓએ પોતાનો બિઝનેસ હવે બે પુત્રનાં નામે કરી દીધો અને પોતે એક રિટાયર્ડમેનની જીંદગી જીવવા માંડ્યા.બસ આખો દિવસ બે પુત્રનાં પૌત્રોને સાચવવાનાં અને એને મજાની જીંદગી જીવવાની.
પણ કદાચ એમ કહી શકાય કે, જીંદગીમાં વધુ પડતી ખુશી પણ સમય ને જોઈ નથી જતી.અને મહેશભાઈ નું અવસાન થાય છે. એમનાં પૌત્ર પણ મોટાં થઈ ગયાં હોય છે.
મિત્રો, સમાજમાં જ્યારે આપણે એક નજર કરીએ તો આ બિઝનેસ ફેમિલી કે વધુ પૈસાદાર ફેમિલી ને વેલ્થની કાંઈ પડી નથી હોતી. કેમ કે એમનું બાળપણ જ પૈસામાં ઉછળેલું હોય છે.જેથી એવાં લોકો હંમેશા બ્રાન્ડેડ. વસ્તુઓનાં આગ્રહી હોય છે.બ્રાન્ડેડ શર્ટ, પેન્ટ, રોલેક્સની વોચ, નાઇક નાં શુઝ..આનાં વગર આ લોકો ને ન ચાલે...બ્રાન્ડેડનો આવો એક ટ્રેન્ડ ચાલે છે.
એક સૂત્ર પણ આ જગ્યાએ સાચું જ છે કે, "अति सर्वत्र वर्जयते।।"
જ્યારે આ અંંગે સમાજમાં વાત કરીએ તો સમાજ બસ એક જ વાત કરે છે, "અરે ! એમનાં પૈસા છે, એ કમાય છે, તો વાપરે.... અને પૈસા તો વાપરવા માટે જ હોય છે ને...." જ્યારે આપણાંમાં સમજણ આવે છે ત્યારે સમાજ એવું કહે છે કે, "પૈસા તો આજે છે ને કાલે નથી.." તો શું કાલે નથી તો આજે વાપરી નાંખવાના?
જ્યારે હું હોસ્ટેલમાં વડોદરા રહેવા જવાનો હતો ત્યારે મને ઘરે નિકળતા મારી મમ્મી એ કહેલું, "બેટા, જીવનમાં આવડતની સાથે સાથે આવડગત રાખજે.."
મેં કીધું,"મમ્મી કેમ આવું..?" તો મમ્મી એ કીધું,"બેટા, તારા આવડતથી તું જીંદગીમાં બધું જ ભેગું કરી શકીશ , પણ આવડગત નહીં હોય તો તે તારી આવડતથી જે ભેગું કર્યું છે એ પણ શૂન્ય થઈ જશે.."
મહેશભાઈનાં પરિવારમાં પણ એવું જ થયું...
બોધ:- જીવનમાં આવડત સાથે આવડગત પણ જરૂરી છે.