Darsh Chaudhari

Inspirational Tragedy

2.5  

Darsh Chaudhari

Inspirational Tragedy

કિશોર પસ્તીવાળો

કિશોર પસ્તીવાળો

1 min
14.8K


મિત્રો, આજે એક પસ્તીવાળાની વાત કરવા આપની સમક્ષ રજૂ થયો છું. મારો એક અત્યારનો દોસ્ત "કિશોર" મુંબઈનો મૂળ વતની છે... પિતા મજૂરી કરતા અને મમ્મી બીજાનાં ઘરે ઘરકામ કરવાં જતાં હતાં. કિશોર સિવાય એનો એક અન્ય નાનો ભાઈ મનન પણ હતો.

કિશોર જ્યારે ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે એના પિતાનું બીમારીના કારણે અવસાન થઈ ગયું. હવે ઘર પર ગરીબીની મોટી આફત આવી પડી...

જેમ કે, "દુકાળમાં અધિકમાસ..."

પરંતુ કિશોરે ગરીબી જોયેલી એટલે પિતાના ગયા પછી એણે હાર ના માની... કિશોરે ભણવાની સાથે એને નાનો ધંધો શરૂ કર્યો પરંતુ એનાંથી બધું થઈ શક્યું નહીં. છતાંય મમ્મીનાં સાથ-સહકારથી એ ૧૨મા ધોરણ સુધી તો ભણ્યો. કિશોરે કોલેજમાં એક્સટરર્નલ તરીકે એડમિશન લીધું અને પસ્તીનો ધંધો શરૂ કર્યો.

સવારમાં એ પસ્તી લેવા જતો અને એ પસ્તીમાંથી સારાં સારાં પુસ્તકોને અલગ કરીને એ રાત્રીનાં સમયે એ પુસ્તકોને વાંચવા લાગતો.

આમ, કરતાં કરતાં એણે બી.એ અને એમ.એ.ની પદવી પૂર્ણ કરી...

કહેવાય છે કે, "અડગ મનનાં માનવીને હિમાલય પણ નડતો નથી." એ જ કિશોર કે જે ગરીબ પરિવારમાંથી મોટો થયો. એ જ કિશોર કે જેને ગરીબી જોયેલી છે... આજે યુ.પી.એસ.સી.ની પરીક્ષા સફર કરી "કલેક્ટર" તરીકે ફરજ બજાવે છે...

દરેક માણસની અંદર એક હીરો છુપાયેલો હોય છે... બસ, ખાલી અંદર રહેલા હીરાને શોધવો પડે છે...

મિત્રો, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...

પ્રાર્થના પુરુષાર્થ = સફળતા


Rate this content
Log in

Similar gujarati story from Inspirational