STORYMIRROR

Darsh Chaudhari

Romance

4.3  

Darsh Chaudhari

Romance

આજની મુલાકાત

આજની મુલાકાત

1 min
14.4K


એય તું સાંભળે છે ને...?

મારી પ્રિય પરી,

આજે જે દિવસની રાહ હું ઘણા સમયથી જોતો હતો એ સમય આખરે આવી ગયો. એ જ તારી ને મારી ગુપ્ત મુલાકાતનો દિવસ...

આમ તો મળવા માટે જગ્યા ઘણી હતી પરંતુ તારી પસંદની જગ્યા નક્કી કરી હતી, એ જ લીમડીની તારી પ્રિય સુગંધ હતી ને ત્યાં આપણી મુલાકાત હતી...

ઘણા સમયથી ઘણી બધી વાતો સંગ્રહી રાખી હતી ને એ જ વાતોની પોટલી આજે હું ખાલી કરવાનો હતો. હા,આજે હસીન શામને બે પ્રેમી પંખીડા વધુ હસીન બનાવવાના હતાં. મનમાં હરખનો પાર નહોતો...

આજે યાદ આવ્યું કે લાવ તારી માટે તારું પ્રિય સુગંધીદાર ફૂલ જાસ્મીનનું લઇ જવાનું કેમ કે તું પણ મને મળવાને આતુર હતી... પરંતુ સાલું સાંજને પણ આ વાતની ખબર પડી ગઇ તો જલ્દી ઢળતી જ નહોતી...

આંખોમાં આંખ મિલાવીને બેસવું એ મારું સપનું હતું પણ સમય - સંજોગને આ મંજૂર નહોતું...

અંતે એ જ આવ્યું કે,

"હર કહાનીનો અંત સારો નથી હોતો,

એની રાધાને યાદ કરીને કાનો પણ રોતો હતો"

તો મારી શું વાત...?

સાચે જ બકુ,

ફરીથી મિસ યું એન્ડ લવ યું,

તું હંમેશ ખુશ રહે એવી આશ..

લિ. તારોને તારો, 

પાગલ દર્શ....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance