STORYMIRROR

Darsh Chaudhari

Romance Tragedy

0  

Darsh Chaudhari

Romance Tragedy

તું આવ...!!

તું આવ...!!

1 min
584


પ્રિય રાણી...

બસ તું આવ..! હું તારી રાહ જોઇને એક નવી જ જિંદગીના મધદરિયે ઊભો છું...

પ્રિય બકું, સાચું કઉં તો તને પત્રો દ્વારા કહી કહીને કેટલું કહું, મને તો તારી સાથે આંખમાં આંખ મિલાવીને કહેવું છે... જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે મને મમ્મી પણ પૂછે છે કે, "તું કેમ જમતો નથી...?"

પરંતુ કદાચ આ ગીત મારા માટે જ લખાયું હશે કે, "સાનું એક પણ ચેન ન આવે સજના તેરે બીના..."

તારી એ લાંબી લટકતી લટો અને નશીલી આંખો ને જોવા કેટલાય સમય થી આ કવિ ની કલમ અને આંખો તરસી રહી છે...

અત્યાર સુધી ની રાતો બસ તારી યાદોમાં વહી છે... સાથે સાથે આંખો પણ વહી છે...

બસ તને પામવાને જીવું છું.

એટલે જ તો તારો આ પાગલ દિવસ ભર એક જ ગીત સાંભળે છે કે, "જીતા થા જીસકે લીયે, જીસકે લીયે મરતા થા, એક એસી લડકીથી જીસે મેં પ્યાર કરતાં થા..." પરંતુ હવે કદાચ હું રહું કે ન રહું, તારી ને મારી વચ્ચેનો પ્રેમ બરકરાર રહેશે...

અંતે એટલું જ કહીશ... "ક્યારે મળીશું હવે ક્યારે મળીશું, આવતા જન્માળે પાછા મળશું..."

બસ તારા પ્રેમનો પાગલ,

કવિ દર્શ


Rate this content
Log in

Similar gujarati story from Romance