Kalpesh Patel

Romance Inspirational

5.0  

Kalpesh Patel

Romance Inspirational

તુલસી

તુલસી

7 mins
2.5K


તન્મયમાં બાળપણથીજ સંગીત પ્રત્યે લગાવ હતો. બાપનો સાયો તો હતો નહીં, મા છુંટક ઘરકામ કરી ગુજરાન ચલાવતી. નાનો હતો ત્યારે રમકડાં માટે આડાઈ કરતો. ત્યારે માએ એક પાતળો વાંસ લઈ ટુકડો કાપી અને પથ્થરે ઘસી લીસો બનાવીને પાંચ કાણાં પાડી તેણે તે વાંસનો ટુકડો પકડાવ્યો. ત્યારથી તે તેમાં ફૂંકો મારતો મારતો જુદા જુદા અવાજો કાઢવા લાગ્યો અને સમય જતાં અનેક રાગ વગાડવાની હથોટી આવી ગઈ હોવાથી વાંસળી વગાડવાનું તેને માટે સહજ હતું.

આમ એ વાંસના ટુકડાને તે સાથી માનતો અને તે ટુકડોજ તેની કલાકારીના નિખારનું કારણ બની જતા, હવે તેની પહેચાન બની હતી. આઝાદી પછી ભણતરનો વ્યાપ વધતાં મહુધા ગામમાં પણ સ્કૂલ આવી ગઈ હતી, અને આ સરકારી શાળાના પંડયા સાહેબને સ્કૂલનું નામ જિલ્લા સ્તરે ઉજળું કરવું હતું. માટે સાહિત્ય, રમત, ચિત્ર, કળા અને સંગીત આ ચાર મુખ્ય વિકાસના પાયા ઉપર ધ્યાનઆપી ગામના છોકરાઓને તરાસવાનું ચાલુ કરેલું. તન્મયને ખાસ ટપારવાની જરૂર નહતી. બસ પંડયાજીએ પાંચ જુદી જુદી સાઈઝની વાંસળીઓ લાવી આપી. અને શાળા માટે એક વાંસળી વાદક સહેલાઈ અંકે કરી લીધો હતો.

આજે સ્કૂલમાં એજ્યુકેશન ડિપાર્ટમેંટનું ઇન્સ્પેક્શન હતું. પંડયાજીએ તન્મયને એકા એક વાંસળી પકડાવી પ્રાર્થના સભામાં ઊભો કરીલીધો. તે, ભોળો એટ્લે મુંજાઈ ગયો, ધ્રૂજતા પગે અને મક્કમ હાથથી વાંસળી પકડી સ્ટેજ ઉપર આવ્યો. પંડયાજીએ તેનો પરિચય આપ્યો. પણ નાના ગામમાં તેના વાંસળીના સૂરોથી કોઈ અજાણ નહતું. તન્મયના નામથી તાળીઓનો દેકારો બોલી ઉઠ્યો. સ્ટેજની સામે દસ-દસની લાઇનમાં છોકરા છોકરીઓ હાર બંધ બેઠેલા હતા અને આજે “ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા”ની રોજીંદી પ્રાર્થનાને બદલે નવી પ્રાર્થના હશે, તેવું જાણી સૌ આનદમાં હતા.

તન્મયે માઇક સેટિંગ ચેક કરવાના ઇરાદે હાથ જોડી અભિવાદન કરતાં મહેમાનોને નમસ્કાર કર્યા. અને વાંસળી પર “તું પ્યારકા સાગર હૈ”નું ગીત વગાડવું શરૂ કર્યું, આ ગીત તેની માં રોજ ગાતી અને તન્મયે પણ અનેક વાર વાંસળી ઉપર વગાડેલું હોઇ તેને સારી ફાવટ હતી. તેને આ ગીત ઉપર ભરોસો હતો. અને સૂર ચાલુ થતાં દરવાજેથી ચોકીદાર સુધ્ધાં સ્કૂલના મેદાનમાં પ્રાર્થના સભામાં આવી તેના સૂરમાં મગ્ન થયા. સમગ્ર વાતાવરણમાં એક અનેરી સ્ન્મોહક સુરખી છવાતી જતી હતી. મેદાનમાં સૌથી આગળની લાઈનોમાં હોંષીલા અને ભણવામાં આગળપડતા વિદ્યાર્થીઑ બેસેલા હતા અને બીજા પાછળ બેસેલા હતા. ચાલુ ગીતે પંડયાજી સ્ટેજ ઉપરથી ઊભા થયા ત્યારે. તન્મયને અજુગતું લાગ્યું. પણ તેણે તેનું ગીત ચાલુ રાખ્યું હતું .

પંડયાજી જમણી બાજુએ ત્રીજી હરોરમાં ઝુકીને બેસેલી એક છોકરીને માથે હાથ ફેરવી ઊંઘમાથી જગાડતા, નામ પૂછતાં 'કઈ તકલીફ છે બેટા ?' 'ના સાહેબ હું તુલસી સાતમા ધોરણમાં છું.' ત્યાં સુધીમાં તન્મયનું ગીત પૂરું થયેલું હતું. તે હજુ પણ બધાનું અભિવાદન કરવા માટે સ્ટેજ ઉપર હતો. તેણે નવાઈ લગતી, આ તુલસી અજબ છોકરી છે જ્યારે આખું ગામ તેની વાંસળીના સૂર પાછળ ઘેલૂ છે ત્યાં. આ ક્યાં આને શું વાંસળી પસંદ નથી ? કે જ્યારે એ વગાડે ત્યારે તે અચૂક ઝોકે ચડે. ક્યારેક બાજુની છોકરી તો ક્યારેક આગળ બેસેલી છોકરીને માથું ભટકવતી રહે. તન્મયે આજે હિમ્મત કરી તેની પાસે જઇ ખુલાસો કરવા જતો હતો ત્યાં પ્રાર્થના સભા સમાપનનો બેલ પડ્યો અને તુલસી તેના ક્લાસમાં ગઈ .

ચાર પિરિયડ પછીની મોટી રિસેસે તન્મય તેના મનની મૂંઝવણનો જવાબ માંગવા બેચેન હતો. તુલસીને પાણીની કોઠી પાસે આંતરીને આખરે તેના વાંસળી વાદન સમયે ઊંઘવાનું કારણ પૂછી લીધું. પણ તેણે હસીને જવાબ ટાળી દીધો અને ફરી કોઈ વાર. એવું કહીને પોતાના ક્લાસમાં ગઈ.

ક્લાસમાં ગયા બાદ તુલસી પોતાના બેન્ચ ઉપર પહોચી ગઈ. ક્લાસના શોરબકોર વચ્ચે પણ તે પોતાની યાદોમાં સરી ગઈ. તુલસીના પપ્પા ગામના સરપંચ,મમ્મી ગૃહિણી અને તેનું કુટુંબ નાનું અને સુખી સંપન હતું. ચૌદ વર્ષની તુલસી પાતળી, નાજુક, નમણી હતી. આંબા પર જેમ કેરીના મોહર આવ્યા હોય તેમ તેનું રૂપ લુંમ્બે ને ઝુંબે છલકતું હતું. આંખો એવી મારકણી કે ભલભલાના દિલમાં તીર ભોંકાય, નાજુક ને કોમલ તેના હોઠ, હસે તો ગાલમાં ખંજન પડે, તેની બોલી તો જાણે કુંજે કોયલ, લાંબા કેશમાં જૂઈના ફૂલના ગજરા સાથે તેની લચકતી ચાલે, તુલસીને આખા મહુધા ગામમાં જાણીતી કરી દીધી હતી. બધી છોકરીઓ તુલસી સાથે દોસ્તી કરવા નવી નવી ભેટ લાવતી હતી, અને છોકરાઓમાં તો ફક્ત તેની એક નજર પડે તો પણ કાફી હતી. આવી તુલસીનો સ્વભાવ બહુ મિલનસાર, પણ ફક્ત હસે. કોઈની સાથે દોસ્તીના સબંધમાં ન બંધાય.

તન્મયની ઉમર પણ કાચી અને તે કઈ પણ કરી ને હવે તુલસી સાથે દોસ્તી કરવા માંગતો હતો. તે રવિવારે બાપેરે પતંગ બનાવીને લઈને આવ્યો. તેણે તુલસીની સામું સ્મિત કર્યું, તુલસીએ પણ વળતો જવાબ આપ્યો. અને પોતાના આંગણે પતંગ ચગાવવા માટે બોલાવ્યો. તન્મયતો મનોમન રાજી થયો. હવે રોજ આં બે છોકરાઓ એકબીજા સાથે રમે, તન્મય, રોજ સવારે તુલસીને સાયકલ ચલાવતા શીખવે અને મજા કરે. તનમયનેતો બધા કરતા તુલસીનું મુગ્ધ હાસ્ય, તેનો અવાજ, આંખો અને સંગાથ ગમવા લાગ્યો. તેને ખબર ના રહી કે તે તુલસીને ક્યારે પ્રેમ કરવા લાગ્યો હતો. આમ બે વરસ પછી મેટ્રિક પાસ થયા પછી આગળ અભ્યાસ માટે તન્મયને હોસ્ટેલમાં જવાનું થયું. ત્યાં તુલસી વગરના નવા દોસ્તો, અભ્યાસ બધું નકામું લાગવા લાગ્યું. અહી તુલસીની હાલત પણ તેના જેવી જ થઇ. તન્મયે પત્ર લખી લાગણી વ્યક્ત કરવી ચાલુ કરી અને તુલસી પણ હવે તન્મયને હોસ્ટેલમાં પત્ર લખતી હતી.

તન્મયના ગયા પછી તુલસીને તેના બાપુએ અપાવેલી સાયકલ પણ ધૂળ ખાતી પડી હતી, મેટ્રિક સુધી ભણ્યા પછી સ્કૂલે જવાનું બંધ થઈ ઘરકામમાં જોતરાઈ ગયેલી તુલસીનું મુક્ત હાસ્ય ગાયબ થઇ ગયું હતું. તુલસી પણ તન્મયને મનોમન સાચો પ્રેમ કરવા લાગી હતી. તે પત્ર લખીને તન્મયને અહી આવવા તેડાવતી હતી. ત્યાં તન્મયનો અભ્યાસ બગડવા લાગ્યો. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી કે એક નખરાળી છોકરીને લીધે ગામના ફંડ ફાળા ઉઘરવી ભરેલી ફી થી શહેરમાં ભણી રહેલ તન્મયનો અભ્યાસ બગડ્યો. પણ તુલસીના મનની વાત કોઈની નજરે ન હતી.

વાત વહેતી વહેતી તુલસીના માં બાપ સુધી પોહોચી. તે ખુબ ગુસ્સે થયા અને ઘરમાં કાયદાઓ લાગુ પડી ગયા. કાગળ પત્ર બંધ, મમ્મી કે ભાઈ સિવાય કોઈની સાથે જવા આવવાનું નહિ. કોઈ સહેલીની સાથે જવાનું નહી, આતો મુગ્ધા અવસ્થાનો પવિત્ર પ્રેમ હતો. કોઈના રોકે ન રોકી શકાય. તુલસી પ્રેમના વિરહમાં ઝૂરતી રહી. તન્મયની વાસળી સાંભળવા તલસી રહી હતી . તન્મયના મિત્રો દ્વારા તુલસીને સમાચાર મળ્યા કે તે હજુ વિશારદના અભ્યાસ માટે લખનૌ જવાનો છે, તે આવે ત્યાં સુધી તારે તેની રાહ જોવાની તેમ કહ્યું છે. તુલસીની પવિત્ર આંખો માંથી આંસુ સરવા લાગ્યા.

વર્ષો વિતતા ગયા. તુલસીના પિતાના અવસાન પછી તે માતા અને ભાઈ સાથે મામાને ત્યાં શહેરમાં રહેવા આવી ગઈ. અને કોલેજ જોઇન કરી અભ્યાસના શીખરો સર કરવા લાગી. આમ કરતા કરતા તે પણ એક નામાંકિત ગાયનેક બની ગઈ. માંની ઇચ્છા તુલસીને લગ્ન બંધનમાં બંધાયેલી જોવાની હતી. પણ તે તો હજુ તન્મયની સોળ વર્ષની મુગ્ધા બની તન્મયની રાહ જોતી હતી.

એક દિવસ તુલસીના ક્લિનિક ઉપર ઈમરજન્સી કેસ આવ્યો. ડોકટરોને માટે તેમની પાસે આવનાર વ્યક્તિ એક દર્દી – કે બીમાર બોડીથી વધારે નથી હોતું. પણ કેસ વિચિત્ર હતો બાળક સુવાવડના છેલ્લા સમયે આડું ફરી ગયેલું હોવાથી કોંપ્લિકેશન વધી ગયેલા હતા. .ટ્રીટમેંટ દરમ્યાન દર્દીની ફાઇલ ઉપર તરલા તન્મય દેસાઇ લખાયેલું તુલસી વાંચી તેની દિલની ધડકન વધી ગઈ. દિલની ધડકનને બાજુએ રાખી સીજેરિયન ડિલિવરી પતાવી માતા અને બાળકને બચાવી થાક ખાતી તેના કન્સલ્ટિંગ રૂમમાં હતી.

ત્યાં મીઠાઇનું પડીકું અને જૂઈના ફૂલનો ગજરો લઈ નર્સ આવી. એક ઊંડા શ્વાસે મન ભરી તાજા જૂઈની સુવાસ માણી અને જલ્દી એન્વેલોપ ખોલી અને કોણે મોકલ્યું હશે તેવી આતુરતાએ તેને ઘેરી લીધી. ખોલતાની સાથે જ ફ્રોમ તન્મય એન્ડ તરલા ...લખેલું વાંચતા હાથમાં રહેલ કાર્ડ નીચે પડી ગયુ . જાણે પગ નીચેથી ધરતી ખસી ગઈ અને તે ચેરમાં ફસડાઈ પડી..

દરવાજે ઠક ઠકનો અવાજ તુલસીના કાને પડતાં ટેબલ પરના મહેકતા જૂઈના ગજરા ઉપરથી નજર ઊંચી કરે તે પહેલા કૅલિપર સાથે એક પગ વાળો યુવક દરવાજેથી નર્સની પાછળ આવી ઊભો હતો. નજર ઊંચી કરી. હા તે તન્મય હતો ચૌદ વરસ પછીનો મેળાપ હતો. રૂમમાં નર્સ બાહર ગઈ ત્યાં સુધી નીરવ શાંતિ હતી. અને તન્મયે પહેલ કરી બોલ્યો. 'તુલસી .. આ તન્મય તારે લાયક નહતો. લખનૌમાં એક કાર અકસ્માત નડ્યો હતો તેમાં મારે એક પગ ગુમાવો પડ્યો હતો. લખનૌના એક ઘરાનાની એક અનાથ દિવ્યાંગ તરલા, જે એક નીવડેલી સિતાર વાદક હતી. જે મારા મુશ્કેલીના દિવસોમા સાથે રહી મને માનસિક મનોબળ આપતી રહેતી હતી. આ તરલા, કે જેને મને એકપગ અને કૅલિપર સાથેનું જીવન સ્વીકારવા તૈયાર કરેલો તેથી અમે એકબીજાના પૂરક થવા આખરે વિવાહના પવિત્ર બંધનમાં બંધાઈ અને સંસાર મંડ્યો હતો.

તુલસી ગળગળી થઈ. તેને ડૂમો ભરાઈ આવ્યો. અને તે છતાં બોલી, રે ... ગાંડા, આં તુલસી તને ક્યારનીઉ સમર્પિત છે. એકાદ કહેણ તો મોકલવું હતું, ખેર હજુ કઈ બદલાયું નથી. જેવી હરી ઈચ્છા. પણ હું એક ભવમાં બે ભવ નથીજ કરવાની. આ રંકનું ઘર તારા માટે ખુલ્લુ છે. તું આવીશને. મારા આંગણે તારી સ્નેહ નજર હેઠળ, હવે હું મારી જિંદગી વિતાવીશ નાખીશ .

તન્મય અને જન્મથી મૂંગી તરલા અને તેઓનો દીકરો. આ ત્રણે સાથે તુલસીનો સંબંધ ખૂબ થયો. જયારે તન્મય મહુધા હતો ત્યારે, એને તુલસી અને વાંસળી ખૂબ જ પ્રિય હતા. જયારે જયારે તન્મય વાંસળી વગાડતો. ત્યારે એ તુલસીને યાદ કરતો અને તરલાને પણ એ વાંસળી વાદન મોહિત કરતું રહ્યું જેટલો પ્રેમ તન્મયને તુલસી પ્રત્યે હતો, એટલો જ પ્રેમ એને તરલા માટે પણ હતો. આ ત્રણેય હવે જ્યારે નિ:શબ્દ બેઠા હોય ત્યારે તરલાના કુંખે અવતરેલ “મેઘના કાલા-ઘેલા લંહેકાને તુલસી અને તરલા મન મુકીને માણતા હતા. ક્યારેક તારલા આ સાંભળી એટલી લીન થઇ જોકે ચડી જતી હતી કે માનો એ તન્મયનાં હૃદયમાં લાગણી બનીને વહેતા રક્તનો અનંત અનુભવ કરતી હતી.

તુલસીને આંગણે વસનારના જીવનમાં હવે સૌની નકારાત્મકતા દૂર થઈ છે ! અને સુખ-શાંતિનું વાતાવરણ છે. તન્મય અને તરલા સંગીતના કાર્યક્રમમાં વ્યસ્ત રહેતા એટ્લે મેઘ હવે તુલસી પાસે રહેતો હતો અને પાંગળતો હતો. તુલસી હવે તેની યશોદા. જ્યારે બોલતો ત્યારે એના આવાજમાં, તન્મયની, તુલસી પ્રત્યેની લાગણી લહેરાતી હતી, એ જયારે ના બોલે ત્યારે એનો વિરહ તુલસીને રહેતો. એકાંતની પળોમાં બિલી પત્રના ત્રણ પાનને જકડી રાખનાર ડાળી સમાન બની ચૂકેલી તુલસીની આંખોમાંથી આજે પણ છુપા આંસુ ટપકે છે. હા... આજે પણ તે તેના પહેલા પ્રેમના વીરહમાં જ વર્ષો વિતાવે છે. તુલસીના આંગણાની ક્યારી મેઘને એટલી બધી ગમી ગઈ કે ફળતો ને ફાલતો જ ગયો ! જોતજોતામાં મોટો થઈ ગયો ! તુલસીને બાળપણ યાદ આવી ગયું ! હવે તુલસીની પ્રીત મેઘમાં તન્મયની આભા નિરખીને લહેરાઈ ઊઠે છે !


Rate this content
Log in

Similar gujarati story from Romance