STORYMIRROR

Vibhuti Desai

Abstract Others

3  

Vibhuti Desai

Abstract Others

તુલસી પૂજન

તુલસી પૂજન

1 min
8

અધિક માસમાં વિષ્ણુ ભગવાનને તુલસી ચઢાવવાનું મહત્વ છે એના અનુસંધાનમાં ધર્મપ્રેમી બહેનો માટે શ્રી બીલીમોરા વિભાગ અનાવિલ મંડળ અને મહિલા સંગઠનને માત્ર અનાવિલ સમાજની જ બહેનો નહીં પરંતુ દરેક સમાજની બહેનો માટે તારીખ 26. 5.26 અગિયારસના રોજ બીલીમોરા અનાવિલ વાડીમાં સરસ આયોજન કર્યું. શ્રી હર્ષ જાનીમહારાજે સરસ મજાનો મંડપ બનાવી એમાં પ્રભુને બિરાજમાન કરી મંત્રોચ્ચાર દ્વારા સરસ પૂજા કરાવી. આ પૂજનમાં સામેલ દરેક બહેનો પૂજા કરીને ખૂબ જ ખુશ થઈ. સામાન્ય રીતે કાર્યક્રમ સમય કરતા મોડો જ શરૂ થાય જ્યારે અહીં મંડળની કારોબારી સભ્ય બહેનોએ આગ્રહ રાખેલો કે પૂજા નિયત સમયે જ શરૂ કરી દેવી 4:00 વાગ્યાનો સમય હતો અને ૩. ૪૫એ બધી બહેનો આવી ગઈ તો ખુરશી ટેબલ ગોઠવાઈ ગયેલા અને ટેબલ ઉપર થાળી વાટકી તૈયાર ૪ના ટકોરે મંડળ તરફથી પંચામૃત અને પૂજા માટે પાણી આપવામાં આવ્યું અને મહારાજે પૂજા શરૂ કરાવી. મહિલા કારોબારી સભ્યો અને મહિલા સંગઠનની બહેનોએ સરસ આયોજન કરેલુ એ માટે ❤️થી અભિનંદન. મંડળના પ્રમુખ, મંત્રી તેમજ કારોબારી સભ્યો, મહિલા સંગઠનની બહેનો, મેનેજરશ્રી અને સહાયક બહેનોનો ❤️થી આભાર. અંતે ફરાર કરી સૌ છૂટા પડ્યા. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract