HEMILKUMAR PATEL

Drama Thriller

3  

HEMILKUMAR PATEL

Drama Thriller

ટ્રીબ્યુનલ: 323 એ

ટ્રીબ્યુનલ: 323 એ

11 mins
180


             ટ્રીબ્યુનલ, ટ્રીબ્યુનલ એટલે કાયદાકીય સંસ્થાના અધિકારી. જે ખાલી અને ખાલી સરકારી અધિકારીના કેસની તપાસ કરવા માટે બનાવેલ અર્ધન્યાયિક સંસ્થા છે. જેમાં રાષ્ટ્રપતિ કેન્દ્રના ટ્રીબ્યુનલ નીમે છે અને રાજ્યમાં રાજ્યપાલ જોડે ચર્ચા-વિચારણા કર્યા પછી રાષ્ટ્રપતિ નીમે છે. સરકારી અધિકારીના કેસનું નિયમન કરતી આ સંસ્થાનો દરજ્જો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમકક્ષ હોય છે. 

 અત્યારે આવા જ એક કેસનું નિયમન કરતી સંસ્થાનું વર્ણન બતાવામાં આવેલ છે જે કાલ્પનિક રીતે દર્શાવેલ છે.


           એક ઘર હતું અમદાવાદ નારોલ ખાતે, અમીર રહેવાસી હશે. તે ઘરેમાં એક છવ્વીસ વર્ષની ઉંમરનો હશે એવો એક માણસ લોહી-લુહાણ ઘરમાં પડ્યો હતો. (આ લાશ મળી તે તારીખ ૨૪ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ બપોરના બે વાગે.)

અમદાવાદ, તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૯

          ટ્રીબ્યુનલ ઓફિસમાં વહીવટી ટ્રીબ્યુનલના અધિકારી બેઠા હતા. તેમની સામે આઈ.પી.એસ અધિકારી મેહુલ જોશી બેઠા હતા. તે સમયની વાત હશે કે મેહુલ જોશીની આંખો એકદમ લાલ, ગુસ્સેથી ધ્રુજતા, પગમાં અકળામણ ઉદ્ભવતા, ના જાણે શું થઈ રહ્યું છે આ વાતાવરણમાં તે કંઈ ખબર પડે તેવું નહોતું. 

"મેહુલ જોશી, તમારા ઘરમાંથી મળેલ બસ્સો કરોડ રૂપિયા, ગાડીમાં મળેલ સો કિલો ડ્રગ અને છેલ્લે તમારો દિકરા અભય જોશીની હત્યાં. આ અપરાધમાં મળેલ બધી સાબિતી, જેમ કે ત્યાં એક ચપ્પુ, ગાડીના ગવન્ડર પર તમારા આંગળીની છાપ, ડ્રગ મળ્યું તેનો પાવડર તમારા રસોડામાં પડેલો, છેલ્લે પૈસા સાથે જમીનના કાગળ પર તમારી સહી. શું આ બધા અપરાધ તમે સ્વીકારો છો?" ટ્રીબ્યુનલ અધિકારીએ કહ્યું. 

          મેહુલ જોશીને તકલીફ થઈ રહી હતી કેમ કે એકના એક દિકરાને કોઈએ બહુજ ખરાબ રીતે માર્યો હતો. તેની લાશ એમના મગજમાં છપાઈ ગઈ હતી તે વારે ઘડીયે તે તસ્વીર તકલીફ પહોંચાડતી હતી. 

(૨૪ ઓગસ્ટ ૨૦૧૯)

         મેહુલનો દિકરો ઘરે હતો, થોડા સમય પછી મેહુલ ઘરે આવ્યો બપોરનો સમય હતો. મેહુલ જેવો ઘરે આવ્યો તો તેને હોલરૂમમાં અભયની લાશ જોઈ, મનમાં અને મનમાં રોવા માંડ્યો, પોલીસને બોલાવી દીધી. પોલીસ ત્યાં થોડીવારમાં પહોંચી ગઈ. મેહુલ ઘરના ખૂણામાં માથે ટેકો રાખીને બેઠો હતો. ચપ્પુ અભયના હાથમાં હતું એવી રીતે કે જાતે પોતાના પેટ પર ઘા માર્યા હોય. પોલીસ આવી તો ગઈ પણ આ મેહુલ પોતે આઈ.પી. એસ હતો તો આવું શું થયું તેના ઘરે? જો આઈ.પી.એસના ઘરે આવું થતું રહેશે તો આમ જનતા શું કરશે ! આ પ્રશ્ન ઉદભવા લાગ્યો. મીડિયા-પત્રકાર ત્યાં પહોંચી તો ગયા પણ આવા પ્રશ્નથી બહુજ ખરાબ અહેસાસ થતો હતો પોલીસોને. ત્યાં પોલીસ અધિકારી અનિલ પૂછતાછ કરતો હતો. 

"મેહુલ સર, તમારા ઘરેથી સામાન મળ્યો છે. જે તમારા ઉપર ઈશારો કરી રહ્યો છે કે આ હત્યા તમે કરી ?" અનિલે પૂછ્યું. 

        મેહુલ ચૂપ હતો, આંખોમાં આંસુની સાથે ધીરે રહી મોઢું ઊંચું કરી અનિલની સામું જોવે છે. 

"મને આના વિશે જરાય ખબર નથી. હત્યારાએ બહુજ ચાલાકીથી આ કામ પૂરું કર્યું અને નામ મારાં ઉપર ઢોળાય તે રીતે રમત રમી. જે પણ હોય તમે તમારું કામ કરી શકો. જો તમારું કામ મને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહે તો તે કરી શકો, હું આવવા તૈયાર છું." મેહુલે રોતા અવાજે કહ્યું. 

"સર, તમને લઈ જવામાં મને બહુજ ખરાબ અહેસાસ થઈ રહ્યો છે પરંતુ સાબિતી બધી તમારા વિરુદ્ધ જઈ રહી છે. માફ કરશો આપ. તમને અમારે પોલીસ સ્ટેશન લઈ જવા તો પડશે, કેમ કે બીજો કોઈ ઉપાય નથી." અનિલે સરળતાથી કહ્યું. 

          મેહુલને સ્ટેશન લાવવામાં આવ્યો અને તેની પૂછપરછ કરવામાં આવી, તેમના રિમાન્ડ રૂમમાં. 

"સર, જો કે આ તો તમારો રિમાન્ડ રૂમ છે. મારે તમને અહીં લાવીને પૂછપરછ કરવી પડે છે. એમ તો તમે મારાથી ઉપરના અધિકારી છો. પૂછવું ના પડે છતાં એક જ વાર પૂછીશ, શું આ બધાજ કામમાં તમારો હાથ છે ખરો? હા કે નામાં જવાબ આપો સર." અનિલે ધીરે રહીને પૂછ્યું. 

"ના, અનિલ." મેહુલે સરળતાથી જવાબ આપ્યો. 

"આમ તો સર, ખાલી હત્યાંનો કેસ હોત તો ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાય થાત. પરંતુ આ ભ્રષ્ટાચાર અને બંધારણનું ઉલ્લંઘન કરવાનો કેસ બની રહ્યો છે જે ટ્રીબ્યુનલ પાસે તપાસ કરવા મોકલવામાં આવેલ છે, સી.બી.આઈ હાથ પર લેશે કામ, ત્યારબાદ ઉચ્ચ ન્યાયાલયમાં જશે આ કેસ." અનિલે કહ્યું. 

૨૫ ઓગસ્ટ ૨૦૧૯

         ત્યારપછી ટ્રીબ્યુનલ ત્રિભુવનભાઈ હતા તેમના હાથમાં કેસની સી.બી.આઈ તપાસ શરૂ થઈ ગઈ. સી.બી.આઈ અધિકારી તરંગ શર્મા ઘરની તપાસ કરવા ગયા. તપાસ કરતા હતા ત્યારે તે ઘરે આજુબાજુ બધુંજ જોતા હતા. ઘરમાં બધી વસ્તુનું પંચનામું થઈ ગયું હોવાથી તે ખુલ્લા હાથ અને ખુલ્લા પગે અંદર ગયા. અત્યારે તેમની જોડે બીજા બે માણસો હતા. ઘર જોતા જોતા જ્યાં લાશ મળી હતી ત્યાં આજુબાજુ નજર કરી, કશું મળતું નહોતું. ત્યારબાદ તરંગ શર્મા રસોડા બાજુ ગયા તો તેમના લપસ્યા પગ, તો તેમણે નીચે નમીને જોયું તો પાવડર ઢોળાયેલો. તે પાવડર સુંગ્યો તો ડ્રગ હતું. પછી આખુ તપાસ કર્યા બાદ પોલીસ સ્ટેશન આવ્યા તે દિવસ પૂછપરછ કરવા. 

            ત્યાં મેહુલને બેસાડેલા હતા રિમાન્ડ રુમમાં ત્યાં આ અધિકારી તરંગ ગયા અને તેની સામું બેઠા. 

"તમે પોતે આઈ.પી.એસ અધિકારી છો. હું બસ એટલું ઈચ્છીશ કે તમે કોઈ ગુનેગાર જોડે સાચું બોલવા તેને મારતા કે બીજું કરતા હોય, એ વસ્તુ મારે કદાચ વાપરવી ના પડે. આવું એટલા માટે બોલું છું કેમ કે બધી સાબિતી મુજબ તમેજ ગુનેગાર લાગી રહ્યા છો." તરંગે કહ્યું. 

"શંકા રાખવી સારી વાત હશે, અત્યારે ફેંસલો આપવો કદાચ સાચો ના પણ હોય ! બની શકે." મેહુલે કહ્યું. 

"તો શું તમે એમ કહો છો કે આ બધી વાત ખોટી ?" તરંગે પૂછ્યું. 

"કઈ વાત?" મેહુલે વળતું પૂછ્યું. 

"સાંભળો ધ્યાનથી, તમારા દિકરાની લાશ ઘરે મળી બે વાગે જયારે તમે ગયા ઘરે. લાશ તો જોઈ તરત પોલીસ બોલાવી. પાડોશીના બધાને પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે બે વાગ્યાની આજુબાજુ ઘરે આવ્યા તમે. ઘરે આવ્યાની સાથે અને પોલીસ બોલાવ્યાની વચ્ચે શું થઈ રહ્યું જે જાણવા મળ્યું નથી. 

        પણ એક વસ્તુ પાક્કી જાણવા મળેલ છે કે ઘરના એક રુમમાં બસ્સો કરોડથી વધારે પૈસા અને તેજ રૂમમાં તમારા સહીના કાગળ મળ્યા, તેમાં તમારી જમીન જાયદાદ હજાર કરોડની ! વાહ સાહેબ વાહ. ભ્રસ્ટાચારના કિંગ થયાં આપ. ગાડીના પૈસા અને ડ્રગ મળ્યું તે અલગ, એ જ ડ્રગ તમારા રસોડામાં ઢોળાયેલું મળ્યું. મતલબ તને એક થેલી લઈને ઘરમાં તો ગયા, અભયને જબરદસ્તી ડ્રગ આપ્યું તેને મારી નાખ્યો અને તેના હાથમાં ચપ્પુ આપું દીધું." તરંગે કહ્યું. 

"આ, આખી વાર્તામાં તમે એક વાત ભૂલી ગયા. અભય મારો એકનો એક દિકરો. પપ્પા કોઈ દિવસ પોતાના દિકરાને આવી રીતે ના મારે!" મેહુલે થોડાક ઊંચા અવાજે ગુસ્સામાં કહ્યું. 

"બધી વાત તો તમારી સાચી હશે. કદાચ તમારું જાણી ગયો હોય કે ડ્રગનો વેપારી અને અપરાધી, જેને ઘણીય હત્યાં કરી પરંતુ સાબિતી વગર છૂટી ગયો માણસ જેનું નામ શિવાંગ મિસ્ત્રી હતું. તમે તેના પાસે પૈસા લીધા હશે, જેનાથી શિવાંગ બધી જગ્યાએ આરામથી ડ્રગ અને બંદુકોનો વેપાર કરી શકે અને ડ્રગ તમે પોતે પોતાના ઘરમાં છૂપાવા લાવ્યા હતા. તો રેડ પણ ના પડી શકે. શિવાંગ જોડે અમને જતા ફાંફા પડે છે તો તમે ત્યાંથી ચોરીને તો આટલો સામાન લાવ્યા નહીઁ હોય? તમે તો અંદરનાજ માણસ હશો તો જ આ બધો મેળ પડે ને !" તરંગે કહ્યું. 

"હજુ તમારાથી વાત છૂટી રહી છે. તપાસ કરવાની જરૂર છે." મેહુલે કહ્યું. 

"તપાસ અમે કરી, અમે પુરી ટીમ લઈને શિવાંગના ઘરે ગયા હતા. ત્યાં જાણવા મળ્યું કે એ કંઈ આવા ધંધા કરતો જ નથી, તો પછી મારે એની વાત માનવી પડી જે દેખાઈ રહેલ છે. કારણ એટલુંજ કે એની વિરુદ્ધ સાબિતી નથી." તરંગે કહ્યું. 

"હવે મારી વાત સાંભળો. જયારે હું ઘરે ગયો ત્યારે તરત જ પોલીસ બોલાવી લીધી એ મેં ખાલી કહ્યું. એટલા માટે આવું કહ્યું કે હું થોડી તપાસ કરું ઘરની, આ બધુંજ ઘરમાં પડયું હતું તમે જે કહ્યું. બીજી વાત એવી હતી કે રસોડાની બારીમાંથી કોઈ ઘરમાં આવ્યું, તેને કદાચ સફેદ કપડાં પહેર્યા હોવા જોઈએ કેમ કે બારીને ત્યાં થોડાક ફાટી ગયા હતા. એનો ટુકડો હું લઈને આવ્યો, આ રહ્યો લો. બીજું તે ઘરમાં આવી મારા દિકરાને જબરદસ્તી ડ્રગ સૂંઘાડયું હોઈ શકે પણ એવુ લાગતું નથી કેમ કે શરીર પર કોઈ ઘાવ મળ્યા નહીઁ. કદાચ અભય પહેલાથી જ ડ્રગ સુંઘીને તૈયાર હશે. તો કોઈએ તેને મારી નાખ્યો અને હાથમાં ચપ્પુ આપી દીધું. 

         હવે બહાર જતી વખતે તેને એક વાતની ભૂલ કરી, એ વાત હતી એવી કે બાજુના ઘરમાંથી પાણી આવતું હતું તો તે બારીની બહાર ગયો તો મારાં ઘરમાં પાછળ તેના બુટના નિશાન પડ્યા. જે તપાસ થઈ જ નથી." મેહુલે કહ્યું. 

"અમે તે પણ તપાસ કરી. તે જોઈને જ હું શિવાંગના ઘરે ગયો હતો ત્યારે તેના ઘરની બાજુની દીવાલ કૂદીને ઘરમાં કોઈ આવ્યું હશે જેના નિશાન પુરા કરવામાં આવ્યા છે, પરંતુ દીવાલે પડેલા દાગ તે લૂંછી ના શક્યો. તો શંકા તેના ઉપર જાય પણ અત્યારે તો શંકા તમારી ઉપર છે." તરંગે જવાબ આપતાં કહ્યું. 

(૩૧ ઓગસ્ટ ૨૦૧૯ ટ્રીબ્યુનલ ઓફિસ)

         થોડા દિવસ આમને આમ થયું કામ અને એકત્રીસ તારીખે ટ્રીબ્યુનલ ત્રિભુવનભાઈને સામે કેસ લાવવામાં આવ્યો. ત્યાં તેની પૂછપરછમાં અને સાબિતી મળી હતી તેમાં ગુનેગાર તે જ સાબિત થયો હતો. 

"શું તમે પોતાના બચાવ માટે સમય માંગી શકો ? તો આગળની તપાસ થોડી તમારા વકીલ મુજબ અમને બતાવી શકો!" ત્રિભુવનભાઈએ કહ્યું. 

          ત્યાં તો જવાબ આપ્યો જ નહીઁ, ચૂપ રહ્યો કંઈ બોલ્યો જ નહીઁ. તે ઉચ્ચ ન્યાયાલયમાં વાત લઈ જવાની સહી કરતાની સાથે તરંગ પહોંચી ગયો. 

"ઉભા રહો, સર." દોડતા આવ્યાની સાથે ત્રિભુવનભાઈને રોક્યા. 

"શું, કેમ કંઈ મળ્યું છે?" ત્રિભુવનભાઈએ પૂછ્યું. 

"હા, સર. મેહુલ જોશી સર ગુનેગાર નથી." તરંગે કહ્યું. 

"એટલે શું, સાબિતી શું મળી?" ત્રિભુવનભાઈએ પૂછ્યું. 

"જોવો સાંભળો.

પહેલું, બારીમાં એક ટુકડો મળ્યો હતો કપડાંનો તે શિવાંગના ભાઈના કુર્તાનો હતો. 

બીજું, પૈસા-ડ્રગ-જમીનના કાગળ આ બધુંજ શિવાંગનું હતું. તેનું કારણ એટલું જ કે જયારે હું જમીનના કાગળ ધ્યાનથી વાંચતો હતો ત્યારે એક કાગળમાં બે થર દેખાયા. મને થયું આ છે શું? તો તે થર ખુલતા નહોતા. પણ જયારે હું સિગરેટ પીતો હતો ત્યારે તેનો તણખો તેના ઉપર પડતા તરત સળગ્યો કાગળ, અને ઉપરનું થર જતું રહ્યું. આ થરને વિજ્ઞાનની ભાષામાં ફ્લેશ પેપર કહેવાય. જેના ઉપર લખી શકાય, છાપણી કરી શકાય પણ કોઈ તણખો થાય ત્યારે એક સેકન્ડના કેટલાય નાના ભાગમાં તે સળગી તો જાય, ત્યારે તે નીચેના કાગળને સળગવા દે નહીઁ અને તેની છાપણી પણ જતી રહે. નીચે કાગળ મળ્યા હતા તેના પર શિવાંગના અક્ષર મળ્યા. જો કે હવે ભ્રષ્ટાચારનો એક ગુનો પૂરો કે જમીન અને પૈસા મળ્યા તે મેહુલ સરના હતા. 

ત્રીજું, ડ્રગ મળ્યું એટલા માટે કે જયારે સરના ઘરે આગલી રાત્રે પડી હતી, તો એ સમયે તેમની ગાડી ચાલાકીથી બદલી દેવાયી હોઈ શકે, કેમ કે ટાયરના ઘરેથી બે નિશાન મળ્યા. હવે નંબર ગાડીનો સરખો જ હતો પણ ચેચિસ નંબર સરખો થયો નહીઁ. સરની ગાડી શિવાંગના ઘરની પાછળ સાત કિલોમીટર દૂર સળગી ગયેલી મળી. 

         આ આખી વાત પરથી તે સાબિતી થાય છે કે મેહુલ સર ગુનેગાર નથી. હવે વાત રહી શિવાંગે આમ કેમ કરાવ્યું હશે ! તો તેનો જવાબ એ છે કે આજથી છ મહિના પહેલા શિવાંગનો દિકરો મુંબઈ બંદૂક વેચવા માટે ગયો હતો. તો ત્યાં મેહુલ સરને સમાચાર મળતા તે લોકો ત્યાં ગયા હતા, જયારે મેહુલ સરની પોસ્ટિંગ મુંબઈ હતી. ગોળીબારમાં મરી ગયો શિવાંગનો દિકરો અને તેને પછી બદલો લેવાનું નક્કી કર્યું. પૈસાના પાવર પર બદલી અમદાવાદ અહીંયા કરી જેનાથી મેહુલ સરના દિકરાને મારી બદલો લઈ શકે. આ આખી તપાસ થઈ ચુકી છે અને તે મળેલ બધી વસ્તુ અને કાગળને પોલીસ સ્ટેશને પંચનામું કરવા મોકલ્યા છે જે હમણાં થોડીવારમાં તમારી સમક્ષ રાખું છું." તરંગે આખી વાત સમજાવતા કહ્યું.

          આ રીતે મેહુલ છૂટી ગયો અને પાક્કી સાબિતીના લીધે શિવાંગ અને તેનો પકડાઈ ગયો. ત્યારબાદ મેહુલના ઘરે તરંગ બેઠો હતો અને મેહુલ સાથે ચા પી રહ્યો હતો.

"મને ખબર છે, આ હત્યાં તમેજ કરી છે મેહુલ સર." મેહુલની સામું જોતા કહ્યું.

          મેહુલ હસાવ લાગ્યો અને તરંગ પણ હસવા લાગ્યો. 

"તને કઈ રીતે ખબર પડી?" મેહુલે પૂછ્યું.

"તમારા પાડોશી જોડે પૂછતાંછ કરતા ખબર પડી કે તમે એ દિવસે જ સાયરન વગાડી. રોજ ના વગાડે નહીઁ અને અચાનક આવો દિવસ આવ્યો એટલે શંકા તો મોટી બની." તરંગે કહ્યું.

ત્યાં અચાનક ત્રિભુવનભાઈએ ઘરમાં આવીને કહ્યું, "પણ મેહુલ તારો ડી.એન.એ મર્યો તેના સાથે મળ્યો નહીઁ."

"એનો મતલબ તમને પણ ખબર હતી કે આ હત્યાં મેં કરી છે એમને." મેહુલે કહ્યું.

"અમને બંનેને જ ખાલી. બીજા કોઈને નહોતી ખબર. હું બેસી તો શકુને ! પૂછ્યું નહીઁ." ત્રિભુવનભાઈએ સોફા જોડે આવીને પૂછ્યું.

"આ છૂપાવાનું અને મને બચવાનું કારણ !" મેહુલે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"થાય તો હત્યાંના કેસમાં સજા મળી શકત. પહેલા તરંગને રિપોર્ટ મળ્યો જે મર્યો તેનો, ત્યાં સાબિતી મળી કે તારો દિકરો નથી તે ફક્ત ચહેરો છે. પછી અત્યાર સુધીમાં પકડાતો નહોતો તે શિવાંગને પકડવો અમારે આનાથી મોટો સારોં સમય નહોતો મળવાનો. જે હોય તે, આ આખુ તે કર્યું કઈ રીતે?" ત્રિભુવનભાઈએ પૂછ્યું.

(અભય તેના રૂમમાંથી નીકળી બહાર આમના જોડે આવીને બેઠો.)

"પહેલા તો અભય આ ઘરમાં પહેલેથી છે. હવે પાક્કું થઈ ગયું કે અભય મર્યો નથી. મુંબઈ જયારે શિવાંગના દિકરાને પકડ્યો તો તે ગુનેગાર જ હતો. મેં વિચાર્યું કે તેને મરતો સાબિત કરવો હોય તો જે ગોડાઉનમાં તે મળ્યા હતા તેમાં બીજા લોકોને સળગાવી મેં સાબિત કર્યું કે શિવાંગનો દિકરો નીતીશ મરી ગયો.

        પછી મને શંકા હતી કે શિવાંગ મને તેની આજુબાજુના વિસ્તારમાં બદલી કરશે. જયારે આવું થયું તે પહેલા મેં તેના દિકરાનો ચહેરો બદલી મારા દિકરા જેવો ચહેરો પ્લાસ્ટિક સર્જરી કરીને બનાવ્યો. પછી તેના દિકરાને ડ્રગ રોજ હું આપતો તો શરીર તેનું પતી જ ગયું હતું. આ થયું તેની આગલી રાત્રે મેં શિવાંગના ઘરે જઈને ચોરી કરી છૂપાઈને, પૈસા જમીનના કાગળિયા, ડ્રગ એ બધી વસ્તુ મારાં ઘરે રાખી અને ગાડી તો મેં તે જ રાત્રે બદલીને પાછળ સળગાવી મેં જ હતી.

         પછી બીજા દિવસે સવારે હું ગાડી લઈને નીકળી તો ગયો પણ પાછળના દરવાજેથી શિવાંગના ભાઈના કપડાં પહેરી હું અંદર આવ્યો અને જે તમને બતાવા માંગતો હતો તે બતાવ્યું, અત્યાર સુધીનું બધું તમને બીજું ખબર જ છે. બહાર રસોડાની બારીમાંથી નીકળતા બાજુવાળાનું પાણી આવ્યું તેનાથી પગના નિશાન રહ્યા. બીજું કે શિવાંગના ઘરે દીવાલ પર તરંગને પગના નિશાન મળ્યા જે મેં જાણી જોઈને પાડેલા હતા. ત્યારબાદ હું આગળથી ઘરે આવ્યો તો સાયરન વગાડ્યું મેં, એટલા માટે કે બધાને ખબર પડે કે હું બે વાગે જ આવ્યો હતો. મારું નામ આવાથી શિવાંગ મારી ઉપર હુમલો ના કરત અને હું આસાનીથી બચી જાત પોલીસ કસ્ટડીમાં રહીને. હવે હું સલવાત તો કહી દેત કે આ બધું શિવાંગનું હતું તેને મને આપ્યું ચૂપ રહેવા માટે, તો હું તો સલવાત પણ અત્યારસુધીનો મોટો ગુંડો પણ સલવાત. મારું નસીબ ત્યાં ચમક્યું કે કાગળ પરથી ફ્લેશ પેપરનો થર જતો રહ્યો અને તમને ખબર પડી ગઈ કે મરનાર મારો દિકરો નહીઁ તેનો દિકરો છે. શિવાંગ જે અત્યાર સુધી બચ્યો હતો અને તેનો દિકરો પણ, બંનેને પકડવા જરૂરી હતા. હું બહાર હોત તો ગમે તે કરીને મને મારવાની કોશિશ તો કરત જ એટલે મેં પોતાને સલવાયો, જેનાથી શિવાંગ ખુશ થાત અને તેમાંજ તેની ભૂલ થઈ ગઈ કે તેના ઘરેથી પૈસા ચોરાઈ ગયા તે પોલીસને કહ્યું નહીઁ. જો તે કહ્યું હોત તો મારી રમત રમાત જ નહીઁ." મેહુલે આખી રમત સમજાવતા કહ્યું.

"મસ્ત રમ્યો. બધાજ તેના કાંડ બહાર આવ્યા અને તેને પકડ્યો. અમને લાગ્યુ તો હતું તું રમી રહ્યો છે, કાગળ બીજાના મળવા અને લાશ બીજાની હોવી. અમે તો બસ તમે છોડીને સાંભળવા માંગતા હતા કે તે શું કામ આ બધું કર્યું ! ચાલો કંઈ નહીઁ સારું થયું, આમ તો ટ્રીબ્યુનલનું કામ સરકારી અધિકારીને કાયદા સમજાવા માટેનું હોય છે. તે તો કાયદાનું ઉલ્લંઘન તો કર્યું પણ કાયદો બચાવા માટે કર્યું. લાખો લોકોનું જીવન બચાવા માટે આવું કામ કર્યું. અમને તારા ઉપર ગર્વ રહેશે. આભાર મેહુલ." ત્રિભુવનભાઈએ મેહુલ પર ગર્વ માનતાં કહ્યું.

* ટ્રીબ્યુનલ: ૩૨૩ એ (વહીવટી ટ્રીબ્યુનલ.)

     ૩૨૩ બી (ટ્રીબ્યુનલની અમુક જોગવાહી.)


Rate this content
Log in

Similar gujarati story from Drama