ઠંડી આંહે
ઠંડી આંહે
વાર્તા : "ઠંડી આંહે"

કિશનગઢના જુના કિલ્લામા , 'આયાના મહેલ' નામે ઓળખાતું એક સદીઓ જૂનું બિલ્ડીંગ ઊભું હતું. લાલ ઈંટોનું તે ભવ્ય મકાન હવે ખંડેર જેવું લાગતું, પણ એક કાળે ત્યાં નવાબી શાન છલકાતી હતી.
કિશનગઢના વડીલો તેમના બાળકોને ત્યાં જતા રોકતા અને તેને"ભૂતિયો કિલ્લો" કહેતાં. સાંજ પછી કોઈ પણ મરદ એ બાજુ ફરકવાની હિમ્મત નહતું કરતુ. કિશન ગઢનો ગૌરવ નામનો યુવાન આર્કિટેક્ટ, જે હેરિટેજ ઇમારતોમા ડોકટરેટ કરતો હતો, એણે આ બિલ્ડીંગમાં એક રાત રોકાવાનું નક્કી કર્યું.
ચાંદની રાતે, તેણે આ મહેલમાં અંદર પગ મૂકતાં જ એને ધૂળની ગંધ અને લાકડાના ચિરચિરાટ સાથે એક અજાણી શાંતિનો અનુભવ થયો. દીવાલો પર જૂના કૅન્વાસ પર દોરાયેલા ચિત્રો ઝૂલી રહ્યાં હતા—કાળી-સફેદતો કોક રંગીન તસ્વીરોમાં રાજમહલના રહેવાસીઓની હંસી આનંદની પળો કેદ હતી.
મહેલ મા ફરતા ફરતા અચાનક ગૌરવને લાગ્યું કે ગેલેરીમાંથી કોઈના પગલાંની આહટ આવી રહી છે. એ ડરી ગયો, પણ પાછળ વળી જોયું તો કોઈ નહોતું.
માત્ર એક બારી ખુલ્લી હતી… અને ત્યાંથી આવતી પવનની સાથે કાગળનો ટુકડો ઉડીને એની સામે પડ્યો.
કાગળ પર જૂની લિપિમાં લખેલું હતું.
"જે આ યાદ રાખશે, તે ક્યારેય મરશે નહીં.
ગૌરવે તે ચિઠ્ઠીની બેલાઈનની બંદગી યાદ કરી ને ચિઠ્ઠી ત્યાંજ છોડી દીધી.
એ રાત્રે ગૌરવે કિલ્લા ના આખા આયના મહેલમા ફરીને નિરીકક્ષણ કર્યું. દરેક કમરામાં એને ભૂતકાળની કહાણીઓ સાંભળવા મળી.એક રૂમમાં નવાબી શરાબ ની મહેફિલની હળવી હાંસી, તો રાણીવાસના બીજા રૂમમાં બાળકો રમકડાં રમતા હોય તેવો કિલ્લોલ, કોઈક જગ્યાએ રસોઈની વાતો અને છેલ્લે ઉપરમા ત્રીજે માળે એક ખાલી ઓરડામાં એક યુવાનીની અધૂરી પ્યાસની ઠંડી આંહ ભરેલ ગીતનું ગુંજન...
સવારે જ્યારે એ મહેલથી બહાર નીકળ્યો, એને સમજાયું કે આ મહેલ ભૂતિયો નથી—આ તો રાજવીઓની યાદોથી ભરેલું એક જીવંત સંગ્રહાલય છે.
ગૌરવે નક્કી કર્યું કે એ “કિલ્લા ”ને બરબાદ થવા નહીં દે, પણ એને હેરિટેજ તરીકે સાચવીને નવી પેઢીને ભુતકાળ સાથે જોડશે.
ગૌરવે આર્કીઓલોજી વિભાગને સૂચના આપી. તેણે પોતાનો કિશનગઢમાં મુકામ વધાર્યો. અને ટિમ આવે તેની રાહ જોતો હતો.
ત્રીજે દિવસે રાત્રિના બે વાગ્યાનો સમય હતો. કિશનગઢના સર્કિટ હાઉસમા મચ્છર ગૌરવને ઊંઘમાં ખલેલ પડતા હોઈ, તે ટોર્ચ લઈને “આયનામહલ”ના ત્રીજા માળ પર પહોંચ્યો. ઉપરના ભાગના કમરા ને એક જૂનો સીસમના લાકડા નો કાળો દરવાજો હતો.
આ એજ જગ્યા હતી જ્યાં બે દિવસ પહેલા કોઈ યુવતીનો વિલાપ ગીત નુંગુંજન તેણે સાંભળેલ હતું. તેણે જોયું તો દરવાજો તો બહાર સાંકળથી બંધ હતો . પરંતુ અત્યારે પણ અંદરથી, તે કોઈ ધીમે ધીમે ખખડાવતું હોય એમ લાગતું હતું..
એણે સાંકળ ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ જંગ લાગેલી સાંકળ ખૂલી ન શકી . અચાનક ગૌરવે દરવાજાના નીચેના ભાગમાંથી પ્રકાશની રોશની ઝબૂકતી જોઈ, નવાઈ લગી.
“અહીં કિશનગઢમા તો વીજળી નથી… તો આ પ્રકાશ ક્યાંથી આવે છે?”.તેના મનમાં ડર નું લખલખું વ્યાપી ગયું.
થોડીક જ વારમાં દરવાજા પાછળથી થતો ખખડાટ બંધ થયો. એ પાછો નીચે આવ્યો , ત્યારે ગેલેરીના દીવાલના પેઇન્ટિંગ માંથી એક તસ્વીર નીચે પડી હતી.
તે તસ્વીરમાં રાજવી પોશાકમા એક યુવતી ઊભી હતી,મુખ પર નકાબ, આંખોમાં અજાણી ખાલીપો અને હાથમા એક જામ. તસ્વીરના પાછળ લખેલું હતું:
“ આ, જે પણ જોશે તે, ક્યારેય સવાર નહી જોવે .”
ગૌરવનું હૃદય બેવડા વેગે ધબકતું થઈ ગયું.
એણે વિચાર્યું કે હવે બહાર નીકળી જવું જોઈએ, પરંતુ તેટલામાં ગેલેરીનો દરવાજો આપમેળે બંધ થઈ ગયો. તેના હાથ મા રહેલી ટોર્ચ બંધ થઈ ગઈ. અંધારામાં માત્ર એ અને એક ઠંડી આહ કોઈ સ્ત્રી ધીમેથી ગુંજતું ગીત ગાઈ રહી હતી.
ગૌરવે દીવાલને અડીને આગળ વધ્યો. ગીતનો અવાજ એને સીધો ત્રીજા માળના એ જ દરવાજા સુધી ખેંચી લાવ્યો. અચાનક, સીસમના લાકડાના કાળા દરવાજાની સાંકળ ખુદ-બ-ખુદ નીચે પડી ગઈ…
દરવાજો ધીમેથી ખૂલી ગયો. અંદર આછો ચાંદનીના પ્રકાશમા ગૌરવે જોયું તો,એક વિશાળ ઓરડો, જેના મધ્યમાં ચાંદીનો અરીસો મૂકેલો હતો. ગૌરવ તેની પાસે ગયો. બારી પાસેના એ અરીસા સામે ઉભેલા ગૌરવને તેનો ચહેરો નહોતો દેખાતો… પણ એ જ યુવતીનો ચહેરો, જે ગેલેરીના પેઇન્ટિંગમાં હતી તે હુંબહુ નજરે પડતી હતી.
તે યુવતીના હોઠ હલ્યાં.
“અહીંથી બહાર નીકળવા માગે છે તો… મારી અધૂરી ઈચ્છા પૂરી કરવી પડશે.”
ગૌરવ ડરથી ચૂપ હતો, તે હજુ અરીસાની સામે ઊભો હતો. યુવતીનો ચહેરો સ્પષ્ટ થતો ગયો. એની આંખોમાં અનંત દુઃખ છલકાતું હતું.
"મારું નામ ઝુબેદા," અવાજ અરીસામાંથી નીકળ્યો.
"સો વર્ષ પહેલા આ મહેલમાં રાજકુમારે ફોસલાવી મને જીવંત કેદ કરી હતી. પણ કિસ્મતના ખેલ અજીબ. રાજકુમારનું રહસ્ય મય મોત થયું. અને હવે તેનો બાપ નવાબ મને પ્રેમ કરવા લાગ્યો. પણ જાહેરમાં એકરાર કરી સ્વીકારતા ડરતો હતો . એક રાતે એણે મને, લગ્નનું પાનેતર અને શરબત આપ્યું અને કહ્યું, કે તું આ પી તૈયાર રહેજે હું હમણાં મહારાજ ને લઇ આવું છું … પરંતુ એ આવ્યો જ નહીં. અનેશરબત પીતા મને ઘેરી ઊંઘ આવી હતી.જાગી ને જોઉં તો આ ઓરડામાં કોઈ ન મળે . વારસો વીતે મારો શ્વાસ અહીં સમાપ્ત થયો, પણ આત્મા નથી મર્યો."મારી પ્યાસ અધૂરી છે,
"આવ... આવ. ક્યાંક શ્વાસ બુઝે, ક્યાંક આશ..."
એજ ગીત જે બે દી પહેલા સાંભળેલ તે ફરી ગુંજતું થયું..
ગૌરવનાં પગ ઠંઠા થઈ ગયા.
જુવાન "તું મને મુક્તિ અપાવ … નહિંતર તને પણ મારી જેમ આ દિવાલોની તસ્વીરમાં કેદ કરી દઈશ."
અચાનક દરવાજો ધડાકાથી બંધ થઈ ગયો. અરીસામાંથી ઝુબેદાની છાયા બહાર આવી, એની લાંબી લાલ ચુંનરી ગેલેરી સુધી લંબાતી ગઈ. ગૌરવ ભાગવા માગતો હતો, પણ પગમા જાન નહતું, તેના પગ ઠરીને હલતાં બંધ થઈ ગયા હતાં..
ઝુબેદાની છાયા એની નજીક આવી અને એનાં કાને ફૂસફૂસાટ કરી.
"દરેક દશકામા એક વ્યક્તિ અહીં ફસાય છે… આ દસકા માટે તું જ છે."
આવ... આવ..
ગૌરવે હિંમત કરીને આંખો બંધ કરી અને કાગળનો એ ટુકડો યાદ કર્યો, જે એને બે દિવસ પહેલા મળ્યો હતો.
“જે યાદ રાખશે , તે ક્યારેય મરશે નહીં.”
એણે ઉંચી અવાજે ગોખેલી બંદગી યાદ કરી બોલી નાખી.
તે જ ક્ષણે અરીસો કંપ્યો, ચાંદીની ફ્રેમમાંથી કાચ તૂટીને જમીન પર ફાટી ગયો… અને સાથે ઝુબેદાનો ચીત્કાર ગુંજી ઉઠ્યો.

સવારે ગામવાસીઓએ જોયું કે આયના મહેલનો ત્રીજો માળ ખંડેર બની માટીનો ટીમ્બો બની પડી ગયો હતો. ગૌરવ બેભાન હાલતમાં મળ્યો. ગૌરવ આમ જીવતો પણ બેભાન , પરંતુ એના કાનમા ઝુબેદાની ઠંડી આહ અને આંખમાં તેની છાયા ફરતી હતી.
અને એ દિવસથી આજ સુધી,દર પૂનમે આયનામહલની ગેલેરીમાં મધરાતે એ જ ગીતનો અવાજ સાંભળાય છે.
ક્યાં શ્વાસ બુજે ક્યાં આસ, મારી ક્યાં છે મંજિલ.....
કોઈ.... આઓ., આઓ, આઓ
---
How is it,pl react with your comment. 🙏🏻

