Jaydip Bharoliya

Drama Romance

5.0  

Jaydip Bharoliya

Drama Romance

ટાઈમપાસ

ટાઈમપાસ

3 mins
719


છેલ્લાં એક વર્ષથી મયૂર ઝોયા પાછળ ફિલ્ડીંગ ભરતો હતો. પરંતુ ઝોયિને પ્રપોઝ કરવાની મયુરમાં હિંમત ન હતી.

ઝોયા! એક મુસ્લીન પરીવારમાંથી હતી. મયૂર અને ઝોયા બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતાં હતાં. મયૂર અને ઝોયા બંને વોટ્સએપ પર રોજ વાત કરતાં. વોટ્સઅપ પર એકબીજાને દિલના સ્ટીકર પણ મોકલતાં. મયુરમાં ઝોયાને ચોખ્ખું આઈ લવ યુ કહેવાની હિંમત ન હતી. એટલે તે વોટ્સેપ પર ઝોયાને દિલના સ્ટીકર મોકલતો. અને ઝોયા પણ રીપ્લાય એવાં જ દિલના સ્ટીકર મોકલતી. મયૂર ઝોયાને ખુબ પ્રેમ કરતો હતો. તેને તો ઝોયા સાથે લગ્ન પણ કરવા જ હતા. પરંતુ ગાડી કંઈક પાટે તો ચડવી જોઈએ. મયુરનો એક ખાસ મિત્ર હતો શૈલેષ. શૈલેષને ગર્લફ્રેન્ડ પણ હતી. જેનું નામ હતું ખુશી. એકવાર શૈલેષએ ખુશીને પુછ્યું.

" ઝોયાને કોઈ બોયફ્રેન્ડ છે?"

"બોયફ્રેન્ડ છે કે નહીં? એ તો ખબર નથી પરંતુ તે તારાં મિત્ર મયુરને મનોમન ચાહે છે" ખુશીએ શૈલેષના પ્રશ્ર્નનો ઉતર આપતાં કહ્યૂં.

શૈલેષ આ વાત મયૂર ને કરે છે. આ વાત સાંભણી મયૂરમાં થોડી હીંમત આવે છે. છતાં તે ઝોયાને પ્રપોઝ કરવા માટે અસમર્થ હતો. એટલે તેણે શૈલેષને કહ્યું કે તું જ મારું સેટીંગ કરાવી દે. અને શૈલેષએ પોતાની ગર્લફ્રેન્ડની મદદથી મયુર અને ઝોયાનું સેટીંગ કરાવી આપ્યું. પોતાનો પ્રેમ પામી મયૂર ખુબ જ ખુશ હતો. તેણે શૈલેષ અને ખુશીનો આભાર માન્યો.

વળતે દીવસે બપોરે કોલેજમાં મયૂર અને ઝોયાએ લેક્ચર બંક માર્યો અને કોલેજ કેમ્પસમાં બાકડા પર બેઠાં હતાં. ત્યારે.....

" તું ખરેખર મને પ્રેમ કરે છો?" મયુરે ઝોયાને પુછ્યૂં.

"હા હું તને ખુબ જ પ્રેમ કરુ છું" ઝોયાને મયૂરના પ્રશ્ર્નનો ઉતર આપતાં કહ્યું.

"ચાલ આપણે કેન્ટીનમાં નાસ્તો કરવાં જઈએ." થોડી અન્ય વાતો કર્યા પછી મયૂરે કહ્યૂં.

મયૂરની સાથે નાસ્તો કરવાં જવાની વાત સાંભણીને ઝોયા કંઈપણ બોલ્યાં વીના જ ત્યાંથી ઉભી થઈને ચાલી જાય છે. અત્યારે મયૂરના મનમાં ઘણાં પ્રશ્ર્ન થતાં હતાં. કે ઝોયા મને પ્રેમ કરે છે તો મારી સાથે નાસ્તો કરવાં કેમ ન આવી.

કોલેજથી છુટ્યાં પછી મયૂર ઘરે જઈને વોટ્સએપમાં ઝોયાનું એકાઉન્ટ ખોલે છે. પરંતુ ઝોયાએ મયૂરના વોટ્સએપ એકાઉન્ટને બ્લોક કરી દીધું હતું. મયૂરમાં ઝોયાને કોલ કરવાની હિંમત ન હતી. અને તે મેસેજ પણ કરી શકે તેમ ન હતો. વળતે દિવસે કોલેજ જઈ મયૂર ઝોયાને મળે છે.

" તે મારું વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કેમ કર્યૂ?" મયૂરે પુછ્યૂં.

"એમ જ"

"પણ કંઈક તો કારણ હશે ને!" મયૂરે કહ્યું.

"ના એવું કંઈ નથી. આજે બ્લોકમાંથી કાઢી નાખીશ" ઝોયા આટલું કહી ત્યાંથી નીકળી જાય છે.

ઝોયા ઘરે જઈ મયુરના વોટ્સએપ નંબરને બ્લોકમાંથી કાઢી નાખે છે. પરંતુ મયુરને ઝોયા પર શક થતો હતો. તે ઝોયાનું ફેસબુક એકાઉન્ટ હેક કરે છે. ઝોયા નૂં ફેસબુક એકાઉન્ટ હેક કર્યાં પછી મયૂર ઝોયાએ કરેલી ચેટ જુવે છે. ઝોયા દરરોજ એક મુસ્લીમ છોકરાં સાથે વાત કરતી હતી. તે પહેલેથી જ એ મુસ્લીમ છોકરાંને પ્રેમ કરતી હતી. ઝોયાના ફેસબુક એકાઉન્ટની ચેટ વાંચીને મયુર ઝોયાથી નફરત કરવા લાગે છે. અને ઝોયાએ ટાઈમપાસ કરવા માટે પોતાને હા પાડેલી એ વાત પર તેને વિશ્વાસ બેસી જાય છે. એક વર્ષ સુધી ઝોયાથી દુર રહ્યો, તેને પ્રેમ કર્યો છતાં પોતાનો પ્રેમ સફળ ના રહ્યો. એ વાતનું મયૂરને ઘણું દુ:ખ રહી ગયૂં હતું. ઝોયાના ફેસબુક એકાઉન્ટની ચેટ વાંચ્યા પછી મયૂર એ પણ ઝોયા સાથે વાત કરવાનું બંધ કરી દીધુ. પોતાનો પ્રેમ અહીં સુધીનો જ હતો એમ સમજી મયૂર ઝોયાના વોટ્સએપ એકાઉન્ટને બ્લોક કરી દે છે!


Rate this content
Log in

Similar gujarati story from Drama