તર્પણ
તર્પણ
બધીજ પ્રાદેશિક ઉપરાંત હિન્દી ચેનલો પર પૌરાણિક સિરિયલોની ભરમાર લાગેલી જોવા મળે છે. દરેક ચેનલ પર કોઇ એક પૌરાણિક સિરીયલ તો ચાલતી જ હોય છે. એક બંધ થાય, તે પહેલા બીજી પ્રમોટ થઈ હોય છે , મોટેભાગે આ સિરિયલો જોવા માટેના વર્ગમાં નાના બાળકો અને વયસ્ક વર્ગનો દર્શક વર્ગ હોય છે. પૌરાણિક સિરિયલ બનાવવા માટે પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે. એક વાત એ પણ સાચી છે કે આ પ્રકારની સિરિયલોના કારણે નાના પડદાનો સ્ક્રીન ક્યારેક મોરા પદાદાને પણ હંફાવે છે. લખલૂટ ખર્ચા ભવ્ય સેટથી સિરિયલની સફળતા ની ચોકસાઇ થાય છે. હાલમાં લગભગ બધી ચેંનલોમાં, મહાભારત, રામાયણ, બાલ ગણેશ, સંતોષી એમએસ. હનુમાન. હર હર મહાદેવ ઈતિયાદી સિરિયલ ચાલી રહી છે. જોકે પૌરાણિક સિરિયલોમાં હાલમાં દેવોકે દેવ મહાદેવ તેમજ સાઈ બાબાએ તો લોકોને જકડી લીધા છે.
એક પછી એક ચેનલ્સ પૌરાણિક સિરિયલોની વાત કરીયે તો શ્રી ગણેશ, મહાદેવ, સ્ટારપ્લસ પર મહાભારત સિરિયલ ચાલી રહી હતી. નેશનલ ટીવી પર સૌથી વધારે રામાનંદ સાગર નિર્મિત રામાયણ અને બી આર ચોપરા નિર્મિત મહાભારત લોકપ્રિય થઇ હતી. આ બંને સિરિયલ ખૂબ મોટા સ્તર પર બનાવવામાં આવી અને તમામ પ્રકારની ભવ્યતા પ્રદાન કરવામાં પણ કોઇ કસર બાકી રાખવામાં નહોતી આવી. બુદ્ધા સિરિયલ માટે મુંબઇની ફિલ્મસીટીમાં મોંધો અને વિશાળ સેટ બનાવવામાં આવ્યો હતો, તો બીજી તરફ મહાભારતના કોસ્ચ્યુમને ડિઝાઇન કરવા માટે ઓસ્કર વિજેતા ભાનુ અથૈયાની મદદ લેવામાં આવી હતી. તો વળી, રામાયણ માટે માટે મુંબઇની બહાર સેટ લગાવવામાં આવ્યો હતો.
બુદ્ધાનું નિર્માણ કરનાર સ્પાઇસ સ્ટુડિયો આ સિરિયલને પહેલા ફિલ્મના રૂપમાં રજૂ કરવા માગતા હતા, પણ ટીવીનો વિશાળ દર્શકવર્ગ હોવાથી તેને સિરિયલના રૂપમાં રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. લાઇફ ઓકે પર દેવો કે દેવ મહાદેવે દર્શકોમાં વધારે પ્રશંસા મેળવી હતી, તો સાથે જ સોની ટીવી પરની શ્રી કૃષ્ણ કે કર્ણ સાથે આ તમામ સિરિયલો દરેક ચેનલ પર ધાર્મિકતાના વાદળો ઘેરીને બેસી ગઇ હતી. જોકે આ વર્ષે લોક ડાઉનમાં મહાભારત અને રામાયણ એકસાથે બે જૂની સિરિયલ્સનું પુન: પ્રસારણે પણ TRP ના નવા કીર્તિમાન સ્થાપી જૂના નવા દર્શકોના દિલમાં સારી જગ્યા બનાવી લીધી હતી.
આપણે ન ભૂલવું જોઇએ કે કલર્સ પર જગ જગ જનની મા દુર્ગા સિરિયલ, દૂરદર્શન પર ઉપનિષદ ગંગાને પણ થોડીઘણી લોકપ્રિયતા મળી હતી. જય જય જય બજરંગ બલીની વાત કરવી ખૂબ જરૂરી છે, કારણકે ફક્ત આ એક જ સિરિયલના કારણે બંધ થયેલી સહારા વન ચેનલની ઇજ્જત જળવાઇ રહી હતી. સોની ટીવી પર મહાબલી હનુમાનને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. જોકે એક સમયે ઝી ટીવી પર આવેલી શોભા સોમનાથ કી સિરિયલ આજે પણ લોકો યાદ કરે છે.
સીધી રીતે કહીયે તો હાલમાં ભારતીય ટેલિવિઝનની મોટાભાગની ચેનલ્સ કોઇકને કોઇક એવી સિરિયલ રજૂ કરી રહી છે, જેના મૂળીયા આપણા મનની શ્રદ્ધા પર તે છવાયેલા છે. લગભગ અઢી દાયકા પહેલા રામાનંદ સાગરે બનાવેલી રામાયણ, બી.આર.ચોપરાએ બનાવેલી મહાભારત આજે લાંબો સમય વિત્યા છતાંય ઓછી થઇ નથી. હાલમાં ટેલિવિઝનના પડદે જોવા મળતી આ સિરિયલોની ટીઆરપી 1.0થી વધારે ચાલી રહી છે. જે ઘણી સારી ગણવામાં આવે છે. સાચું માનીયે તો આ બધી વાર્તાઓ એટલા માટે ચાલે છે કે તેમના મૂળીયા લોકોના મનમાં રોપાયેલા હોય છે. જેના કારણે પૌરાણિક સિરિયલો હંમેશા ટેલિવિઝનની પ્રાથમિકતા રહી છે. પૌરાણિક વાર્તાઓ જાણકારી અને મનોરંજનનું સૌથી સરળ માધ્યમ છે. નાનપણથી જ દાદા-દાદી કે નાના-નાની પાસેથી વાર્તાઓ સાંભળતા આવ્યા છીયે, તેને જ્યારે પડદા પર જોઇયે ત્યારે પોતીકી લાગે છે. આ બધી બાબતો દર્શકોને સિરિયલ જોવા માટે આકર્ષે છે.
જોકે તેમાં બેમત નથી કે પૌરાણિક પુસ્તકની સરખામણીએ ટીવીના પ્રસારણ વધારે રોચક હોય છે. લોકો જે પાત્રોની કલ્પના વાંચતી વખતે કરતા હોય છે, તેમને તે પડદા પર જુએ છે. ભૂતકાળ દરેકને પસંદ છે. આ એક સહજ માનવ સ્વભાવ છે. જો ઘટનાઓને એક પછી એક વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવે તો દર્શકો તેને પસંદ કરે છે રામાયણ જેવી વાર્તા અને મહાભારત જેવી પટકથા આજ સુધી ક્યાંય જોવા મળી નથી. તેવું કહીયે તો ખોટું નથી.
પૌરાણિક સિરિયલોના પ્રોજેક્ટ ખૂબ મોંધા હોવાથી બીજી સિરિયલ શરૂ કરવામાં લાંબો સમય લાગી જાય છે. તેમાં તથ્યોનું પણ ધ્યાન રાખવું પડે છે, પણ તેમાં ડ્રામા રચ્યા વિના તેને વિઝ્યુઅલી રજૂ કરવું સંભવ હોતું નથી. તેને રસપ્રદ બનાવીને રજૂ કરવું જરૂરી હોય છે. આવું કરતી વખતે તેના તથ્યો સાથે છેડછાડ નથી થઇ રહીને તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તેમાં બેધ્યાનપણુ આવે તો વિવાદોમાં ઘેરાવાની તૈયારી રાખવી પડે છે. જોકે તેનાથી બચવા માટે ડાયરેક્ટરો મોટેભાગે ફૂટ નોટ દર્શાવી બચતા રહેતા હોય છે.
પીરિયડ સિરિયલને કોઈ નિર્માતા ફેમીલી ડ્રામાની જેમ બનાવી શકતા નથી. તેનું નિર્માણ તેઓએ ખૂબ જ ચિવટતાપૂર્વક કરવું પડે છે.કારણકે આજે ઇન્ટરનેટ યુગમાં માહિતીની વિષફોટ થતાં દરેક પૌરાણિક ઘટના વિશે દેખાડવામાં આવે છે, તેના વિશે દર્શક જાણકારી રાખે છે. આજના ગળાકાપ હરિફાઇના યુગમાં, “બોલે અને ગરજે તે રળે” નવી કહેવત નો ઉમેરો આપની ભાષામાં કરી શકાય. પણ પોતાનો માલ વેચવાની સ્પર્ધા માં જાણે અજાણે તેઓ આપણી ભુલાઈ જતી પૌરાણિક સંસ્કૃતિથી, નવી પેઢીને અવગત કરતાં રહે છે. અને સનાતન ધર્મનો દિપક પ્રગટાવતા રહે છે તે સમાજ પરત્વે તેઓનું સાચું તર્પણ છે.
