STORYMIRROR

Nency Agravat

Drama Thriller

4  

Nency Agravat

Drama Thriller

ત્રિરાશી

ત્રિરાશી

10 mins
268

 પ્રસ્તાવના:

ત્રિરાશી :"આપેલી ત્રણ સંખ્યા કે ત્રણ રાશિ યા પદ પરથી ચોથી સંખ્યા કે પદ શોધવાની રીત. "

પોતાના અસ્તિત્વ માટે લડતી વ્યક્તિ જ્યારે જીવનના અલગ અલગ પડાવે જે અનુભવે છે, એ વાત રજુ કરી છે. કહેવાય છે કે, પ્રેમ અને યુદ્ધમાં જ્યારે વાત આત્મસન્માનની આવે ત્યારે કોઈ નિયમ લાગુ પડતા નથી, કોઈ શરતો લાગુ પડતી નથી. તેવી જ રીતે સમાજમાં અસ્તિત્વ માટે ઝઝૂમતો માણસ મંઝિલ તરફ જવા જે રસ્તા પસંદ કરે તે સારો પણ હોય અને ખરાબ પણ હોય. મેં અહીં આ વાર્તામાં સારા કે ખરાબ રસ્તાની ચર્ચા કરવા કરતા તે માણસ બેસી નથી રહ્યો પરંતુ, પરિસ્થિતિ સામે લડે છે, ભલે તેને મુખોટા પહેરવા પડે. . ! એ વાતને પ્રાધાન્ય આપ્યું છે. તો એક હકારાત્મક અભિગમ સાથે આ વાર્તા વાંચજો . *આ વાર્તા કાલ્પનિક છે. અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી માત્ર મનોરંજન માટે છે.

  *****

રોમીલ પોતાના જાદૂગર બનવાના સપનાને સાકાર કરવાં દેશના પ્રખ્યાત જાદુના સમ્રાટ મી. એબીસી પાસેથી શીખવા સપનાની નગરી અમદાવાદ આવ્યો. રોમીલ સીધો જ મી. એબીસીના સેટ જ્યાં જાદુના ખેલ થતા અને હવે ટ્રેનિંગ મળવાની હતી ત્યાં પહોંચ્યો. બહાર ગેટ પાસે મી. એબીસીનું ફોટાવાળું બોર્ડ હતું. નીચે થોડી લાઈન લખેલી હતી,

"હકારાત્મક કે નકારાત્મક એવા કોઈ દ્રષ્ટિકોણ નહિ બસ હું છું એ હું જ છું. . મારી પોતાના ઉપરની શ્રદ્ધા તેને તમે અંધશ્રદ્ધા કહી શકો છો. વેલકમ ટુ માય વર્લ્ડ. . . જાદુઈ દુનિયા. . . .મી. એબીસી. "

એક ઊંડા શ્વાસ સાથે રોમીલ પોતાની બેગ લઈ મોટા ગેટનો નાનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો

  મી. એ.બી.સી. એ અમદાવાદ જેવા શહેરમાં ભવ્ય સેટ બનાવ્યો હતો. ફિલ્મોમાં દર્શાવે તેવો હવેલી જેવો રાજમહેલ હતો. ગુજરાતમાં જ નહીં પુરા ભારતમાં એનું નામ મશહૂર હતું. શરૂવાતમાં નાના -મોટા ખેલ કરતો, જુદા જુદા ગામમાં પડાવ નાખી પોતાનો શો રજૂ કરતો. પહેલા કોઈએ ખાસ નોંધ ના લીધી. પણ, થોડો સમય ક્યાંક ગાયબ થઈ ગયો અને ફરી પાછો નવી ઇનિંગ ખેલવા તૈયાર થયા. ખૂબ ટૂંકા ગાળામાં નામ કમાઈ લીધું. નવા નવા શોમાં જાદુના ખેલ બતાવી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા. હવે અમદાવાદમાં સ્થિર થઈ પોતાનો શો રજૂ કરતો. એની મૂળ ઓળખાણ કોઈ જાણતું ન હતું. યુ-ટ્યુબમાં એના શોની ચેનલ હતી જે વીડિયો ધૂમ મચાવતા, પણ ઇન્ટરવ્યૂ કોઈને ના આપતો. દરેક શોમાં નવા નવા ખેલ અને બધા કહેતા આ કોઈ ચમત્કારિક માણસ છે.

 દરેક સિક્કાની બે બાજુ હોય તેમ મી. એ. બી. સી. - જાદુગર' એટલે કલા જગતમાં સારી અને ખરાબ બંન્ને રીતે લેવાતું નામ. . . ! એનો શો જોવા આવતા લોકોના મોમાં વાહ. . ! શબ્દ જરૂર નીકળે. એક વાત એમ પણ ઊડતી કે એ મેલી વિદ્યા પણ જાણે છે. અંધશ્રદ્ધા ધરાવતા લોકો માનતા કે, એ કંઈક ભૂત, પીચાશ ને બોલાવી બધું જાદુ કરે. . ગૂઢ રહસ્ય દરેક જાણવા માંગતા. . પણ કોઈ ને કોઈ જવાબ મળતો નહિ. અમુક ખેલ તો વિજ્ઞાન પણ ના સમજી શકે એવા દર્શાવે. અંધશ્રધ્ધાળુ લોકોએ તો એવી ગ્રંથી પણ બાંધી લીધી કે એ મેલીવિદ્યા જ જાણે છે.

મી. એબીસીની દુનિયામાં જાદુ શીખવા આવેલ રોમીલ હોલમાં આવ્યો. ટ્રેનિંગ હોલમાં પોતાની સાથે કોઈ છોકરીને જોઈ રોમીલ અચરજ પામી ગયો. વધુ વિગત જાણવા તેણીની તરફ ડગ ભરવા લાગ્યો. મનમાં ઘણાં તર્ક કરવા લાગ્યો. રોમીલ દોડીને એની પાસે ગયો.

"હાય, આઇ એમ રોમી. . તમે અહીં. . . . જાદુ માટે કે ?"રોમીએ અચરજ સાથે વાક્ય અધૂરું મૂકી જોઈ રહ્યો.

"ના, હું અહી મી. એબીસીના વાસણ ઘસવા આવું છું. . "

"હમમ. . . મારો અંદાજ સાચો નીકળ્યો. "રોમીલે હસીને કહ્યું.

"સ્તુપિડ, કેમ કોઈ છોકરી જાદુ ન કરી શકે?આ કેમ્પસમાં આ જ સવાલ દસમી વાર પૂછાયો અને પેલા કાઉન્ટર પાસે બેઠેલા બુધાકાકા તો લોહી પી ગયા. "

"એટલે, તમે જાદુ કરશો. ?"રોમિલે આંખો પહોળી કરી પૂછ્યું.

"હા, કેમ?છોકરીઓ જાદુ ના કરી શકે?

"પણ, છોકરીઓને જાદુ શીખી જવું ક્યાં?સાસરે જ ને! પછી શું?ત્યાં જઈ ગિલી ગિલી છું, રસોઈ તૈયાર, ગિલી ગિલી છું એટલે કપડાં વાસણ સાફ. એમ જ ને!"

"મારી કાબેલિયત જ કહેશે કે એક છોકરી પણ સારી જાદુગર બની શકે. જ્યારે શહેરના ખૂણે ખૂણે ચિત્રા --ધ મેજિશયન નામનું બોર્ડ વાંચને ત્યારે બે ઘડી ઉભો રહી તારા પૂછેલા સવાલના જવાબ શોધજે સમજ્યો. "

"ઓકે. તો મેમ. . ચિત્રા નામ છે એમ ને તમારું!તમે બહુ વિચિત્રા છો"

"'તું જાને અહીં થી. "ચિત્રાએ ગુસ્સાથી કહ્યું

થોડીવાર થઈ ત્યાં હોલમાં લાઈટ બંધ થઈ. ચારેબાજુ અંધારું છવાઈ ગયું. એકદમથી સ્ટેજ ઉપર થોડા ભાગમાં અંજવાળું થયું અને એ ગોળ પ્રકાશમાં હંમેશની જેમ પોતાની આગવી સ્ટાઇલમાં ચેહરા ઉપર માસ્ક અને હાથમાં એક લાકડી લઇ બીજા હાથમાં મી. એબીસીએ માઇક પકડ્યું.

"હલ્લો, વેલકમ. . વેલકમ. વેલકમ. . મી. એબીસીની જાદુઈ દુનિયામાં આપનું સ્વાગત છે. જાદુ શીખવા આવ્યા કે જીવવા. ! જો માત્ર શીખવા આવ્યા તો હાથમાં કંઈ નહીં આવે અને જો મી. એબીસીની દુનિયામાં જીવવા આવ્યા તો મારો એક અંશ બની બહાર નિકળશો. એક મહિનો તમારી જિંદગીનો નવો અધ્યાય સમજજો. તમારો પોતાનો જાદુ અહીં આવતા પહેલા ગેટની બહાર મૂકીને આવવું. હું એક અલગ જ દુનિયામાં તમને જાદુ કરતા શીખવીશ. પહેલા તો જાદુ શું છે ?કેવી રીતે થાય? એવા બધા સવાલોનું પોટલું બાંધી ઘરે મૂકી આવજો. તમે મનમાં એક ગાંઠ બાંધીને આવજો કે જાદુમાં તમને કેટલી શ્રદ્ધા છે? સાચી મહેનત કરવા માટે પોતાના કામમાં શ્રદ્ધા રાખવી પડે. પછી ભલે એ આંખો બંધ કરી રાખેલી શ્રદ્ધ, અંધશ્રદ્ધા બની જાય. મારી વાતો, વિચારો હજુ ના સમજતા હોય તો, યુ મેં ગો નાવ. . . ! પણ અધવચ્ચેથી નીકળ્યા તો આંખી જિંદગી ગૂંચવાતા રહેશો અને જો ટકી ગયા તો બીજો એબીસી બની બહાર નીકળશો. સો અંધશ્રધ્ધાળુ બની કાલે શીખવા આવજો. ગુડ બાય. !"

 મી. એબીસીએ ભાષણ પૂરું કર્યું. થોડી ક્ષણો પછી લાઈટ ચાલુ થઈ અને મી. એબીસી સ્ટેજ ઉપરથી ગાયબ. શૂન્યાવકાશ જેવી અનુભૂતિ દરેક ટ્રેનર અનુભવી રહ્યા હતા. થોડી મિનિટ દરેક સભ્ય ચૂપ જ રહ્યા. ધીમે ધીમે ચહલપહલ શરૂ થઈ. ત્યાં જ બહાર જવા ચિત્રા રોમીની ખુરશી પાસેથી પસાર થઈ. રોમીલ ચમકીને ઝડપથી પોતાની બેગ લઈ એની પાછળ દોડ્યો.

જાદુ સાથે રોમીને ચિત્રામાં પણ વધુ રસ પડવા લાગ્યો. ટ્રેનિંગ દરમિયાન દરેક પળે એ બસ ચિત્રા ના ગ્રુપમાં રહેવાનું વધુ પસંદ કરવા લાગ્યો. ધીમે ધીમે એ તેની નજીક આવવા લાગ્યો. એક દિવસ બંને સાથે બેઠા હતાં ત્યારે, ચિત્રાએ પોતાનો ભૂતકાળ વિશે વાત કરતાં કહ્યું કે,

 "રોમી, સાંભળ હું એકદમ શાંત અને સીધી સાદી છોકરી હતી. કોઈની સાથે બોલવું નહી ભણવા સિવાય ધ્યાન ના આપવું. પણ મારા દારૂડિયા બાપે ઘરને નર્ક બનાવી દીધું હતું. મારી મા એની ચિંતામાં જ ગુજરી ગઈ. બાપ દીકરી એકલા. અધવચ્ચેથી જ કોલેજ છોડવી પડી. ખૂબ પૈસો હતો પણ બધો દારૂ અને જુગારમાં વેડફી નાખ્યો. મને કામાઈ લાવવા કહેતા અને જ્યારે દારૂના પૈસા ના આપુ તો મારે. એને ખબર મારી પાસે માનું ઘરેણું જે મેં સાચવીને રાખ્યું. ઘરમાં ગરીબી પ્રસરી ગઈ અને 18 વર્ષની મારી ઉમર અને મારું રૂપ કોઈની આંખે ખટકે એવું. . અને એ જ સૌન્દર્ય મારું દુશ્મન બની બેઠુ. અમારા મહોલ્લામાં એક તાંત્રિક બાવા સાધુ આવ્યા. કોઈના કહેવાથી પપ્પા એને ઘરે લઈ આવ્યા. મને જોઈ અને કહ્યું, 'તારી દીકરી જ તારા ઘરની બરબાદીનું કારણ. . '. અને પેલો ઢોંગી બાવો પપ્પાની દારૂની ઈચ્છા પૂરી કરી અને વિશ્વાસે લીધા. મારી ઉપર ખોટા મંત્ર કરતો. મેં બહુ સમજાવ્યા પણ મારો વિશ્વાસ જ ના કર્યો. અને એ સાધુ મારી અંદર રહેલી પ્રેતાત્માને બહાર કાઢવાના બહાને મારી સાથે. . . ! અને હું લાચાર બની બસ બધું સહન કરતી રહી. "

 રોમી અચરજ પામી ગયો અને કહ્યું, " એટલે તું જાદુ કરે ?"

"ના, માત્ર જાદુ નહિ પણ જેણે મારી જિંદગી નર્ક બનાવી હું એને તંત્ર મંત્ર શકિત દ્વાર બદલો લેવા માંગુ છું "ચિત્રા આટલું બોલી ત્યાંથી જતી રહી.

પુરા મહિનાની ટ્રેનિંગ બાદ અંતે એ દિવસ આવી ગયો જ્યાં મી. એબિસી ને રૂબરૂ મુલાકાત કરવાની હતી.

રોમી થોડો નર્વસ થતો ગયો અંતે તે ઘડી આવી ગઇ અને રોમી પોતાનો વારો આવતા રૂમની અંદર ગયો.

"વેલકમ વેલકમ. . મી પત્રકાર"

પોતાની છુપાવેલી ઓળખ બહાર આવતા રોમીલ સ્તબ્ધ થઈ ગયો.

"સર, તમને કેવી રીતે ખબર. . ?"

"તમારી કેમેરા ભરેલી બેગ સાથે ન લાવ્યા ?"'

રોમીલ અચંબામાં પડી ગયો અને સામેની ચેર પર બેસી ગયો . . અને બોલ્યો, " સર તમને ખબર કેમ કે હું પત્રકાર છું. . ? ""

""રોમી તારી જાસૂસી તારી આંખોમાં છલકાઈ છે. કેમ ભૂલી ગયો કે, આ જાદુઈ દુનિયા મારી છે. મારી મરજીથી જ ચાલે છે બધુ તારી બેગની ચેઈનમાં રાખેલો કેમેરો મારી નજરથી કેમ બચી શકે. ?""

"ગ્રેટ મી. આકાશ ઉર્ફે એબીસી. વન્ડરફુલ આપનો જાદુ ખરેખર કાબિલેતારીફ છે. તમે જાદુના સમ્રાટ છો. તો હવે એક પત્રકાર સાથે મુલાકાત થઈ તો જણાવો કે, ક્યારેય ઇન્ટરવ્યુ કેમ નથી. . આપતા , ?કેમ ડરો છો ?"

"જેમ અઘરો શબ્દ તારી ડિક્શનરીમાં નથી તેમ ડર પણ મારી ડિક્શનરીમાં નથી"

"તો તમે મારા સવાલોના જવાબ આપવા તૈયાર છો એમ સમજૂ ને. "

"યસ. "

"ચહેરા પર હંમેશા માસ્કનું કારણ. . તમે ક્યાં એવો ખરાબ કામ કરો છો. . . ? તો તમારે ચહેરો છુપાવો પડે છે. . . ?"

"મી. પત્રકાર ચહેરો છુપાવ્યો નથી ઢાંક્યો છે, દુનિયાના એવા લોકોથી જે રૂપ કે ચેહરાની દુનિયામાં જ અટવાયેલી પડી. "

"મતલબ?" રોમીલે પ્રશ્નભાવ સાથે પૂછ્યું.

"ભવ્ય ભૂતકાળને યાદ કરી ફરિયાદ નથી કરવી એટલે અરીસો પણ ન જોઈ શકે ચેહરો""

"મી. એબીસી, હવે તમે બધું જાણો જ છો તો હું પણ થોડું જણાવી દઉં, વિજ્ઞાનનો વિદ્યાર્થી રહી ચુક્યો છું. એટલે ત્રિરાશીની ચાલો સમજ આપી જ દઉં. ત્રિરાશી :આપેલી ત્રણ સંખ્યા કે ત્રણ રાશિ યા પદ પરથી ચોથી સંખ્યા કે પદ શોધવાની રીત"

"મતલબ?"મી. એબીસી પણ થોડા અચરજથી પૂછવા લાગ્યા.

"જો મારું અનુમાન સાચું હોય તો સત્ય જવાબની અપેક્ષા સાથે પૂછું છું કે, ચિત્રા તમારી બહેન છે અને બુધા કાકા તમારા પપ્પા. ?"

"ઓહ મી. પત્રકાર તમારી જાસૂસી રંગ લાવી હો. !"

"આ મારા પ્રશ્નનો જવાબ નથી. "

"મને એમ હતું કે રોમીલ તું એક સારો જાદુગર છે એટલે મેલીવિદ્યા અંતર્ગત સવાલ પૂછીશ પણ આ સવાલ વિચિત્ર. . લાગ્યું. . સ્ત્રેંજ. . . !"

"વિચિત્ર તો ઘણા સમયથી મને લાગતું હતું. તમારા ત્રણે સાથે છેલ્લા એક મહિનાથી કામ કરૂ છું. કંઈક તો સબંધ છે જ. કેમ કે મારી કહેલી વાત ચિત્રા અને બૂઢા કાકા પાસે સાંભળવા મળે. . અને તમારા લેક્ચરમાં ચિત્રાનું ગાયબ હોવું. છતાં તમારી બધી કહેલી વાત એને ખબર હોય. જાદુ માટે પહેલા તમારા બંનેનો ડાબો હાથ પહેલા ઉઠે. . અરે ઘણું સામન્ય જેણે મારા મનમાં શંકાનું બીજ રોપાયું હતું. આ બીજ વટ વૃક્ષ ત્યારે બન્યું જ્યારે તમારા લેક્ચરમાં શ્યોર હતો કે ચિત્રા ગાયબ થઈ હતી અને મારા ઉઠાવેલા સવાલના જવાબના બદલામાં તેણીએ પોતાના તરફ મને આકર્ષવાનો પ્રયત્ન કર્યો. સલવાર સૂટ. . સાડી દ્વારા મારા સવાલોને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન. . . કાબિલ-એ-તારીફ. . તમારે શું કહેવું છે , મિસ્ટર એ. બી. સી. ? સાચું કે, ""

"વાહ. . વાહ . . વાહ. . !"!ત્રણ તાળી પાડી મી. એબીસી પોતાની સીટ ઉપર ઊભા થઈ બેસી ગયા. . . "મી. રોમીલ ઉર્ફ જાસૂસ આપના તરફથી કરેલ સંશોધન જોરદાર. . . અને આપને જવાબમાં એ જ કહીશ કે અમારે લોહીના સબંધ છે. . . હા આકાશ , બૂઢા કાકા અને ચિત્રાને લોહીના સબંધ છે. . ""

"thank you સર, મારા સવાલોના જવાબ મળી ગયા. તમે ખૂબ સમજદાર છો. આ સવાલના જવાબ દુનિયા સામે આવે તેના કરતાં તમે તમારો ચહેરો દેખાડવાનું પહેલા પસંદ કરશો. "

"રોમીલ મેહર, તમે ત્રિરાશી તો સમજાવી દીધી. ત્રણ સંખ્યા કે ત્રણ પદને સામે તો લાવી દીધા પરંતુ તેમાંથી ચોથું પદ શોધવાનું ભૂલી ગયા.

"એટલે?"રોમીએ પ્રશ્નાર્થ ભાવે પૂછ્યું.

"તને જાદુ કરતા મારી જાસૂસીના વધુ રસ હતો. એક સારો જાદુગર બની શક્યો હોત જો આ સવાલો ના પૂછ્યા હોત. . !અંતિમ પડાવને પાર કરવાનું ચૂકી ગયો. અધૂરી શિક્ષા માણસને વધુ ગૂંચવી નાખે છે. દુનિયા સામે સવાલોના જવાબ લાવવાની છૂટ , ચેહરો જોવા નહીં મળે. હેવ અ ગ્રેટ જર્ની ફોર ન્યુ લાઇફ. ગુડ બાય""

"બાય"હવે આગળ કંઈ જાણવા નહિ મળે એટલે રોમી ત્યાંથી બહાર નીકળવા ઊભો થયો. સાથે એક સંતોષ પણ હતો કે મી. એબીસી વિશે થોડું ઘણું જાણવા મળ્યું.

બહાર ગ્રાઉન્ડમાં જ બુધાકાકા એને મળ્યા. આજે સામેથી બોલાવી પૂછ્યું,

"કેમ દીકરા. મળી ગયા સવાલોના જવાબ. ?થઈ ગઈ ને મુલાકત. . ""

"હા કાકા. તમારા દિકરા પાસેથી લઈ આવ્યો સવાલોના જવાબ. તમારા લોહીના સંબધ જાણી ગયો" રોમિલે હસીને કહ્યું.

"ઓહ તો મળી ગયું રહસ્ય એમ ને . . . પણ, યાદ રાખજે અધૂરી શિક્ષા માણસને વધુ ગૂંચવે છે. "

"એટલે. . ?" રોમીએ અચરજથી પૂછ્યું

"લોહીના સંબંધ કીધાને તને. . . ? મી. એ. બી . સી . ને આજ સુધી કોઈ નથી સમજી શક્યું. એ ગેરહાજરીમાં હાજરી કરી જાણે. . એક સ્વરૂપે કે અનેક સ્વરૂપે કામ કરી જાણે એ છે મી. એ . બી. સી. . . !"

રોમીલ પોતાની બાઇક લઈ ઘર તરફ આવવા નીકળ્યો. મનમાં પોતાની કરેલી જાસૂસી અને પ્રયત્ન , મુલાકાત અને સવાલોના જવાબથી પોતાની જાત ઉપર ગર્વ થતો હતો. અને સાથે ઘડી ઘડી બુઢા કાકાના કહેવાયેલી વાત. . મનમાં ઘૂમરા લેતી હતી. હાજરી ગેરહાજરીમાં એક સ્વરૂપે અનેક સ્વરૂપે કામ. . ! અને અધૂરી શિક્ષા ગૂંચવી નાખે. . . ! ત્રિરાશીનું ચોથું પદ હજુ બાકી? !"મગજમાં ચાલતા સવાલોના ના મળેલા જવાબ ઉપર ફરી સવાલ ઉઠવા લાગ્યા. ફરી એ જ વિચાર કે મી. એ બી. સી ની મુલાકત બાદ એક સંતોષ થયો કે મારા અનુમાન ઉપર હું ખરો ઉતર્યો. પણ જેવો બુઢા કાકા અને ચિત્રા ને મળ્યો કે તરત જ સમીકરણો બદલાઈ ગયા. હજુ કાંઈક ખૂટે સવાલોના 100 ટકા જવાબ નથી મળ્યા. એમના લોહીના સંબંધની વાત થઈ પણ મી. એ. બી. સી. ની ઓળખ. . ? ત્રિરાશીમાં ચોથું પદ? અને રોમીલે અચાનક પોતાની બાઇક બ્રેક મારી ઉભી રાખી દીધી અને બોલ્યો,

"મી. એ. બી . સી હાજરીમાં ગેરહાજરી અને ગેરહજારમાં હાજરી . . ! એક સ્વરૂપે અનેક સ્વરૂપ ધરાવી જાણે . . ! ચિત્રાનું લાઈટ બંધ થતા ગાયબ થવુ અને ફરી પાછું ક્ષણ માં આવવું. . મેલીવિદ્યાનું જાણવું અને ભૂત -પિશાચ બોલાવી જાણવું. . એટલે કે મી. એ . બી . સી. એટલે આકાશ . . બુધા કાકા અને ચિત્રા. . . એ . . બી. . સી . . . એ ત્રણેય એક જ છે. !!. . મેં ચિત્રાને નજીકથી વગર સ્પર્શે અનુભવી છે એનામાં સ્ત્રીત્વનું અસ્તિત્વ. . . ! તો શું એના ભૂતકાળના ખરાબ અનુભવે જ એને મી. એ . બી . સી. બનાવી દીધી . . . તો ધ ગ્રેટ મજેસીયન મી. એ બી. સી એક છોકરી છે. . . ?? તો બુધા કાક્કા પણ એક જ છે. ફરી નવા તર્ક વિતર્ક શરૂ થયા અને સવાલોના જવાબ સ્પષ્ટ આંખો સામે તરવા લાગ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Drama