Nency Agravat

Tragedy

4.3  

Nency Agravat

Tragedy

વેદનાનો વરસાદ

વેદનાનો વરસાદ

1 min
337


અડધી રાતે મુશળધાર વરસાદે, ઘોર અંધકારમાં ગાડીમાંથી ચૂપ ચાપ ઉતરી, ઘરમાં પ્રવેશતાં જ બે દિવસથી સંતાડેલો ગુસ્સો કાઢતાં જ એ બોલી,

"નાલાયક તને ભાન છે કે નહિ, આ ઓરડીમાં કોઈ ખૂણો ખાલી દેખાય તો કે, ક્યાં સંતાડી રાખું એને"

"પણ મા, ભૂલ થતાં થઈ ગઈ હવે"

"હવે વાળી, હવે તો, હું કહું એમ જ"

"નહિ મા, એવું નહિ કર"

"અમારી સમાજમાં આબરૂ છે. જો નહિ માની તો તને પેટે પાણો બાંધી આ વરસાદે છલકતા ડેમમાં ધકેલી દઈશ"

"નહિ નહિ મા જીવવું મારે"

"તો સાંભળ વહેલી પરોઢે મંદિરે..."

અધૂરા વાક્ય સાથે એક માએ પોતાનો નિર્ણય જણાવી દીધો.

પૂરી રાત ઘરમાં કોઈને નીંદર ન આવી. વહેલી સવારે ચાલુ વરસાદે એ મંદિરે જઈ સમાજમાં ગણાતાં પાપ અને પોતાના અંશને મંદિરના પગથિયે મૂકી આંખમાંથી વરસતાં વેદનાના વરસાદને છલકાવી જલ્દી નીકળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy