STORYMIRROR

Nency Agravat

Drama

3  

Nency Agravat

Drama

પિતા તમારી યાદ

પિતા તમારી યાદ

2 mins
160

ખબર નહિ આજે લખવાનો મૂડ જ નથી આવતો તેમ છતાં બનેલાં એક નિત્યક્રમને અનુસરી આજે હાથમાં પેન લીધી. અંદર ને અંદર ઘૂટાતો મૂંઝારો પીડા આપતો હતો. કારણ બસ એક જ હતું , તારીખ. મને કોઈ તારીખ સાથે પર્સનલ લેવા દેવા નથી પણ, કોણ જાણે કેમ છેલ્લા પાંચેક વર્ષથી બધા દિવસો ઉજવવાનું શરૂ કર્યું છે,જેવા કે મધર ડે, બ્રધર્સ ડે, ફાધર ડે વેગેરે. . . ત્યારથી મને આ દિવસે અણગમતી લાગણી ઉત્પન્ન થાય છે. અને ખાસ આ વ્હોટ્સ એપમાં સ્ટેટ્સનું ફીચર આવ્યું છે. . ત્યારથી દરેકના ફોનમાં એ ધુબાકા મારતી લાગણીઓ જાણે હમણાં ફોનમાંથી બહાર આવી શેરીઓમાં ફેલાય જશે. જો ડિયર હજુ લખવાનું શરૂ જ છે અને અંદર અંદર એ ગભરામણ જોર કરી રહી છે. . પીડા આપી રહી છે. આજે વધુ નથી લખવું પણ કાલના સ્ટેટ્સ માટે બે લાઇન લખી નાખું,. . !

શબ્દો આજે જાણે મારી સાથે સંતાકૂકડી રમી રહ્યા છે. એમની સાથે જોડાયેલ કોઈ વાત કે ઘટના પણ આજે યાદ નથી આવતી અથવા તો લખીને વર્ણન કરીશ તો આંખનું પાણી વચ્ચે આવી જશે અને વાંચી નહિ શકાય. વધુ દુઃખ આપશે. . કાશ, આ 19/06 તારીખે આવું સેલિબ્રેશન ન થતું હોત. . કેમ કે જેની જીવનભર ખામી છે એ પૂર્ણ થવાની નથી. . . આગળ વધીએ છીએ જીવનમાં પણ આ વર્ષના એક દિવસે એમની યાદ વધુ આવે છે . . બીજાના સ્ટેટ્સમાં ફોટા જોઈ થોડી ઈર્ષા પણ આવે કે ,કાશ હું પણ એમની સાથે એક સેલ્ફી પાડી મૂકી શકું.

 આજે એ હાજર નથી તો કોઈ શબ્દો લખી શું ફાયદો, જયારે એ હાજર હતાં ત્યારે મારી પાસે આવા સરસ શબ્દો નહતાં. . . મીસ યુ પાપા !

 ચાલ ડીયર બાય,જલ્દી પૂરું કરું. આજે કંઈ લાગણી તારા ઉપર ઠાલવવી નથી. સાંભળે છે ને બહારનો શોરબકોર ! મારા દીકરાના પપ્પાની કેક આવી ગાઈ અને મને પણ બોલાવે છે. બાય કાલે સારા મૂડ સાથે મળીશ. . !


Rate this content
Log in

Similar gujarati story from Drama