ધરા
ધરા
રૂપ પણ, ચેહરા ઉપર ઉદાસી. મોટી સુંદર આંખો પણ આંખમાં આંસુ, એક વીસ વર્ષની યુવતી જેણે ભગવાને સુંદરતા આપી પણ દુઃખ સાગર સમાન આપ્યું ! ભગવાનની સામે ફરિયાદ કરતા એ યુવતી બોલી, "હે ભગવાન જીવનનાં એક -એક દિવસ હું કેમ પસાર કરૂ છું એ તમને ખબર છે ? મારી મમ્મીને મને પાછી આપી દો. મને જીવનમાં કોઈ રસ નથી. આ દુનિયામાં મારુ કોઈ નથી અને જે છે એ મારા પોતાના કહી શકુ એવાં નથી. "
એક સાથે ધરા બોલી રહી હતી ત્યાંજ પાછળથી ગુસ્સામાં અવાજ આવ્યો, "ક્યાં મરી ગઈ ? જલ્દી આવ. ધરા આ સામાન ઉપાડ કામચોર. . "
"આવુ મમ્મી "રડતા અવાજે ધરા બોલી.
ધરાને તેની નવી માં બહુ જ હેરાન કરતી હતી. ઘરનું બધુ કામ કરાવે. સરખું જમવાનું પણ ના આપે. ધરા દસ વર્ષની હતી ત્યારે જ તેની માં મરી ગઈ હતી. એના પપ્પાએ બીજા લગ્ન કર્યા. ધરાની સાવકી મા ધરાને ખૂબ હેરાન કરતી હતી. તેનાં પપ્પાને બધી ખબર પણ તેનુ કશુ ચાલતું નહતુંં. એક દિવસ ધરા ગુમસુમ મંદિરની પાસેના તળાવ પાસે બેઠી હતી. રોજ સાંજે તેં ત્યાં આવે બેસે. અચાનક તેની નજર મંદિર પાછળ ઝાડ નીચે એક પુસ્તક પડયું હતું. તેંનાં પર પડી. ધરા તેની નજીક જઈને પુસ્તકને જોયું તો તેં બહુ જ જૂનું હતું. તેનાં પેઈજ પીળા પડી ગયા હતાં. હાથમાં પુસ્તક લીધું અને તેની ઉપર ચોંટેલી ધૂળ ખંખેરીને તેનું નામ વાંચવા લાગી. 'ભવિષ્યની દુનિયા'
ધરા વિચારવા લાગી. આ વળી કેવું પુસ્તક ? અને કેમ અહી પડયું ? કોનું હશે ? મનમાં અનેક સવાલ હતાં પણ સાંજ પડી ગઈ હોવાથી મોડું થઈ ગયું. પોતાની સાવકી મા ગુસ્સે થાશે વિચારી પુસ્તક પોતાની બેગમાં નાખી ઘરે જવા રવાના થઈ.
"ક્યાં રખડવા ગઈ હતી ? ઘરનાં કામ કોણ કરશે ? કૉલેજથી આવતાં વાર કેમ લાગે ? ભણવાનું બંધ કરવું પડશે. " ટીવી જોતાં જોતાં ધરાની નવી મા બોલી.
"હું મંદિરે ગઈ હતી"ધીમા અવાજે ધરા બોલી.
"હવે બહુ આવી ભકતાની,જા ચા મૂકજે ને નાસ્તો પણ આપજે"
બધુ કામ કરી રાતે ધરા સુવાની તૈયારી કરતી હતી ત્યાં જ તેને મળેલાં પુસ્તક વાંચવાનો વિચાર આવ્યો પુસ્તક આખું કોરું હતું. પણ વચ્ચે વચ્ચે કાંઈક લખેલું હતું. કાંઈ ના સમજાય એવાં ઉચ્ચારણ હતાં. વચ્ચેથી એક પેઈજ ખોલ્યું તો એમા લખ્યું હતુંં,"આગ લાગે તો કૂવો શોધવા નાં જવાય"
આ શું ? ધરાને કાઈ નાં સમજાયું પુસ્તક મૂકી થાકી ગઈ હતી એટલે સૂઈ ગઈ. બીજે દિવસે ઘરનું બધુ કામ કરી કૉલેજ જવા નીકળી. રસ્તામાં એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી. બધાં આમ તેમ દોડવા લાગ્યા. ધરા તો ડરી જ ગઈ. અચાનક તેને યાદ આવ્યું. તેને ફાઈર બ્રિગેડમાં ફોન કરી દીધો. એ તો દોડતી કૉલેજ પહોચી ગઈ. રોજ ની જેમ વળતા તેં મંદિર ગઈ. અને તળાવ પાસે બેઠી. અચાનક તેને યાદ આવ્યુ કે એ પુસ્તકમાં આગ વિશે જ કાંઈક હતું. ઘરે જઈને તેને પહેલા પુસ્તક વાંચવાનું મન થયું. પણ તેનાં મમ્મીની બીકમા જલદી બધુ કામ પતાવી વહેલી ફ્રી થઈ ગઈ. પુસ્તક હાથમાં લીધુ વચ્ચેથી એક ફકરો વાંચવા લાગી.
"જીવન એ,ભગવાને આપેલું અમુલ્ય વરદાન છે. કયારેય તેને વેડફવું જોઈએ નહીં. આત્મહત્યા કરવી એ મોટો ગુનો છે. ભગવાનનાં ગુનેગાર બનીએ. જિંદગીની કિંમત મરણ પથારી એ પડેલા વ્યક્તિ ને પૂછવું"
ધરા એક સાથે વાંચી ગઈ. પણ કાંઈ સમજ નાં પડી આ શું કહેવા માંગે છે ? પુસ્તક બંધ કરી સૂઈ ગઈ.
રોજનાં નિત્યક્રમની જેમ ઘરે બધુ કામ કરી કૉલેજ ગઈ ને વળતા મંદિર ગઈ. થોડી વાર તળાવ પાસે બેઠી. અચાનક તેની નજર એક વ્યક્તિ પર પડી. તેં તળાવ પાસે સાવ કિનારે ઉભો હતો.
પણ તેનાં લક્ષણો કાંઈક અલગ લાગતા હતાં. જાણે તેં હમણાં જ તળાવમાં પડી જશે ધરા એકદમ ઝડપથી પહોચી ગઈ. અને તેં વ્યક્તિનો હાથ પકડીને ખેંચી નીચે પછાડ્યો.
"તમે આ શું કરવા જઈ રહ્યાં હતાં ? તમને એટલું પણ ભાન નથી કે તળાવની કિનારે ઊભા છો. હમણાં પડી જાત. તળાવ કેટલું ઊંડું છે. તમને ખબર છે ? "ધરા એક શ્વાસે બોલી.
"મને શા માટે બચાવ્યો ? મને તળાવમાં મરવા દીધો હોત. "
"અરે એમ કાંઈ મરી જવાય. આટલી સરસ જીંદગી ભગવાને આપી છે. દુઃખ તો બધાને હોય ભગવાનને તેની ફરીયાદ કરાય પણ મરી થોડુ જવાય. "
"પણ મને જીવવામાં કોઈ રસ નથી. મારા પપ્પા મને સમજતા નથી. મારે મરી જ જવું છે. "
ધરા ને એકદમ ચમકારો થયો. અરે એ ,પુસ્તકમાં આવુ જ કાંઈક હતું. "આત્મહત્યા કરવી એ ગુનો છે. આપને ભગવાનનાં ગુનેગાર બનીએ. જીવનની કિમંત કોઈ મરણ પથારી એ પડેલા વ્યક્તિ ને પૂછો"
" હા તમારી વાત સાચી છે. . "તેમ કહી તેં તેનાં ઘરે ગયો.
ધરા એકદમ દોડતી ઘરે પહોચી. ધરાનાં મનમાં ઘણાં સવાલો હતાં. આ શું મારી સાથે બની રહ્યુંં છે. હું જે પુસ્તકમાંથી વાંચું એ સાચું બની જાય છે ! ધરા એ વિચારું કે મારે કોઈ ને આ વાત કરવી પડશે. પણ કોણ માનશે. ઘરે પહોંચી.
"ક્યાં મરી ગઈ હતી ? વાર કેમ લાગે આવતાં. આજે આ ઘરની સાફ સફાઈ કરી નાખજે. મેં બધી પસ્તી જવા દીધી છે. "
આ સાંભળી ધરા તો ડરી જ ગઈ કે તેં પુસ્તક પસ્તીમાં જતું રહ્યું. આમ તેમ શોધ્યું પણ પુસ્તક ઘરમાં ક્યાંય નાં મળ્યું. તેનાં મમ્મીને પૂછવાની હિમંત ન્હોતી . છતા પુછ્યું,
"મમ્મી મારા રૂમના પુસ્તકો ક્યાં ? એ જવા દીધાં. ? ? . . "
"હા ઘરમાં ઉકરડો કરી દીધો હતો તારા પુસ્તકો જવા દીધાં. "
ધરા રડમસ થઈ ગઈ. હજુ તો તેને એ પુસ્તક વિશે ઘણુ જાણવું હતું. ક્યાં શોધું કઈ નાં સમજાયું!બીજે દિવસે પોતાની નજીકનાં ઘણાં ભંગાર વાળાને શોધું પણ ક્યાંય નાં મળ્યું! રાતે ઉંઘ નાં આવે. અચાનક તેનાં પપ્પા તેની રૂમ માં આવ્યાં ને બારણું બઁધ કરી ને બોલ્યા,"કેમ ધરા કેમ ઉદાસ છે. તારી મમ્મી સૂઈ ગઈ છે. ચિંતા નાં કર બેટા. . શું થયુ આજે આખો દિવસ તુ ઉદાસ જ રહી,તારા મમ્મીની વાતો ને ધ્યાને નાં લઈશ. "
" પપ્પા,મે ક્યારેય પણ મમ્મીની વાતનું દુઃખ નથી લગાડ્યું પણ આજે તેણે મારા બધાં પુસ્તકો જવા દીધાં હવે હું શું વાંચું. ? "રડતા રડતા ધરા બોલી.
"અરે, ગાંડી એટલી જ વાત. તારા પપ્પા હોય તો પછી શું ચિંતા ? મે તારા પુસ્તકો એક બેગમાં ભરી દીધાં હતાં. તારા મમ્મીને નાં ખબર પડે એમ. મને ખબર છે મારી લાડકીને કેટલો વાંચવાનો શોખ છે."
ધરાનાં તો જીવમાં જીવ આવ્યો તેનાં પપ્પાએ બેગ હાથમાં મૂકતા બોલ્યા,"ખુશ હવે સૂઈ જા. "
ધરાએ બેગનાં બધાં પુસ્તકો બ્હાર કાઢ્યા તેમાં એ પુસ્તક હતું. તેને શરૂવાતથી આ પુસ્તક વાંચવા માંડ્યું. તેમાં લખ્યું હતું. આ પુસ્તક જે વાંચે તેની સાથે આમાં લખેલી ઘટના બને. આ પુસ્તક અભિમંત્રિત કરેલું છે. આ પુસ્તક સામન્ય માણસ માટે નથી.
ધરાને આખી રાત ઊંઘ નાં આવી. મનમાં ઘણાં સવાલો હતાં પણ કોની પાસે જવું. તેને જે જગ્યાએ મળ્યું ત્યાં જ જવાનું વિચાર્યું. કૉલેજ પુરી કરી ધરા તેં મંદિરનાં વૃક્ષ પાસે ગઈ અને તે જ જગ્યાએ પાછું મૂકી આવી. પાછા વળતા એક મનમાં શાંતિ હતી ને એક વિચાર હતો કે ભવિષ્યનું હું આગળ જાણતી રહીશ તો વર્તમાનને માણી નહીં શકું. નાની ઉંમરમાં એક લાલચ વગર ધરા પોતાના જીવનમાં આગળ વધી !