Nency Agravat

Drama

3  

Nency Agravat

Drama

સિર્ફ તુમ

સિર્ફ તુમ

3 mins
221


ભારતીય ફિલ્મ નો ઇતિહાસ ભવ્ય છે. આમ તો ફિલ્મ ઉધોગએ મનોરંજન પૂરું પાડવા જાણીતા છે.પરંતુ કેટલીક ફિલ્મ જીવન ઘડતરમાં પણ ઉપયોગી છે. લાગણી વ્યક્ત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે..કેટલીક ફિલ્મ સારા વિષય સાથે રજૂ પામી છે, જે શીખવા શીખવવાની પ્રક્રિયામાં અહેમ ભાગ ભજવે. સામાજિક મૂલ્યને સુંદર રીતે રજૂ કરે છે. ભારતીય ફિલ્મ પ્રેમ ઉપર નિદર્શીત વધુ હોય છે. ઘણી ફિલ્મોની લવસ્ટોરી લોકો એ જીવન સાથે અનુભવી પણ છે.

ફિલ્મ ;: સિર્ફ તુમ

વર્ષ :: 1999

ડાયરેક્ટર :: અગાથ્ય

મ્યુઝિક :: સમીર

ફિલ્મ કલાકાર :: સંજય કપૂર, પ્રિયા ગિલ અને સુસ્મિતા સેન , જેકી શ્રોફ

મારા પોતાના અનુભવ પરથી લખું તો સિર્ફ તુમ મુવી મારી પ્રિય મુવીમાં એક છે.. શાયદ આ જનરેશન ને આ મુવી બકવાસ લાગતી હશે. મારા point of view તરફથી કહું તો આ એક સેન્ટિબલ મુવી છે.. કોઈને જોયા વગર પ્રેમ કરવો એ સહેલું નથી.. પ્રેમ એ એક અનુભવ ની વસ્તુ છે. 

સિર્ફ તુમ મુવી પસંદ કરવાના ઘણા કારણ છે એમાંનું એક કારણ એની સ્ટોરી પ્લોટ...દિપક ( સંજય કપૂર)અને આરતી ( પ્રિયા ગિલ)એકબીજાને મળ્યા વગર પ્રેમ કરવા લાગે છે.. આરતીના ડોક્યુમેન્ટ ખોવાઇ જતા દિપક એને એના એડ્રેસ પર મોકલી આપે છે. આરતી આભાર માનવા પત્ર લખે છે. બનેની વાતો નો સિલસિલો ચાલુ થાય છે.. ધીરે ધીરે એકબીજાના વિચારો પસંદ કરવા લાગે છે. અને હદયમાં એક ખૂણે પ્રેમનું બીજ રોપાય છે. બસ અંકુરણ પામે તે પહેલાં જ મુવી માં ઘણા ટ્વિસ્ટ આવે છે.

  આજના સમયમાં શાયદ કોઈ ના પસંદ કરે અથવા તો પ્રેમ આંધળો નથી ...રૂપના જમાનામાં કોઈ સાચો પ્રેમ કરે એવું સમજ ની બહાર છે. પણ આરતી પાસે કારણ હતું દીપકને જોયા વગર પ્રેમ કરવાનું એ હતું ,દિપક નું સાફ દિલ .. દિપક ધારે તો આરતીના ડોક્યુમેન્ટ ના મોકલાવે પણ, ના એક સજ્જન માણસ ની જેમ દિપક મોકલે છે.. અને આરતીના શાંત સ્વભાવ ઠરાવ ને દિપક પસંદ કરે છે. બને ની લવ સ્ટોરી આગળ વધે એ પહેલાં નેહા (સુસ્મિતા સેન) ની એન્ટ્રી થાય છે. જે દિપક ને પસંદ કરે છે. દિપક નેહા ની દોલતની લાલચ રાખ્યા વગર નોકરી છોડી દે છે.. લાગે ને વિચિત્ર..કોઈ માણસ જોયા વગર એક છોકરી ને એટલો પ્રેમ કરે કે પોતાની બોસ ના પૈસા ને ઠુકરાવી દે... પ્રેમ માણસને પાગલ કરી દે.. દુનિયામાં આવા લોકો પણ હજુ છે.. જે પ્રેમની પાછળ દુનિયા છોડી દે એના માટે પૈસા શુ ચીજ છે...??

 આ મુવી પસંદ કરવાનું અન્ય એક કારણ એના ગીત પણ છે.. 

"પહેલી પહેલી બાર મહોબત કી હે... 

 "દિલબર દિલબર....

 "કવાલી....

 બધા સોન્ગ સુપર હિટ છે.. દિલબરનું રિમેક પણ બની ગયું એ પણ લોકો એ પસંદ કર્યું..આ ફિલ્મમાં લેખકે ટ્વિસ્ટ ઘણા રાખ્યા છે. અંત સુધી આરતી અને દિપક મળ્યા હોવા છતાં મળતા નથી.. સાથે હોવા છતાં અજાણ છે. થોડું ફિલ્મી લાગે પણ હા જકડી રાખે છે. દિપકના નામનું સિમ્બોલિક શર્ટ જે આરતી દ્વારા ગિફ્ટ અપાયેલ હતું એ જ બન્નેને મેળવે છે.. છેલ્લો સીન મુવીનો સૌથી ઇમોશનલ સીન છે.. અને છેલ્લે હેપી એન્ડ ...જે આપણા બૉલીવુડની ખાસિયત છે.. બન્ને નું રેલવે પ્લેટફોર્મ પર મિલન ડાયરેક્ટર ઘણું સારું કર્યું છે.. દરેક ગીતને એની સ્ટોરી પ્રમાણે યોગ્ય જગ્યાએ ગોઠવ્યા છે. વરસાદમાં બન્ને નું સાથે હોવા છતાં અજાણ બની ને રહેવું સારી સ્ટોરી છે. કુમાર સાનું અને અલકા યાજ્ઞિકના અવાજમાં ગવાયેલ પહેલી પહેલી બાર મહોબત .... અને સમીર દ્વારા કમ્પોઝ કરેલ મ્યુઝિક કાબિલ એ તારીફ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama