Nency Agravat

Comedy Inspirational

4.5  

Nency Agravat

Comedy Inspirational

અપના ટાઈમ આ ગયા

અપના ટાઈમ આ ગયા

5 mins
238


સાંજે વહેલા જમીને કિરીટભાઈએ ટીવીનું રિમોટ હાથમાં લીધું. ટીવી ચાલુ કરી ઓસરીમાં હિંડોળા ઉપર બેઠા. એ ચાલુ થતાં જ તેમાં ન્યુઝ આવતાં હતાં,

"આજ રાત બારા બજે સે દેશ રુક જાયેગા. કોઈ હિલચાલ નહિ. પુરે ઈક્કીશ દિન કા લોકડાઉન પૂર્ણ તરીકે સે પાલન કરનાં પડેગા. ઘરમેં રહે સ્વસ્થ રહે. . . . !. "

કોઈપણ વસ્તુ કે બાબતની અતિશયક્તિયુક્ત થાય ત્યારે કંટાળાનો જન્મ થાય. બસ આવો જ કંટાળો કિરીટભાઈના ધર્મપત્ની વિજુ બેનને આવતાં તેમણે કહ્યું,

"એ હવે આ બંધ કરો ગુલુના બાપા, પાકું થઈ ગયું. ત્રણ દિવસ થયાં જોઉં છું અને સાંભળું છું પણ. "

"વિજુ, પણ ટીવીમાં આ જ સમાચાર આવે બધું બંધ. . બધું બંધ બધું બંધ. . . !"

" ગુલુના બાપા, આ ચીનનો આવેલ રાક્ષસ રોકવા માટે સરકારે સાચા જ પગલાં લીધા. સરકારને થોડો સાથ આપવો જોઈએ. પણ પબ્લિક ક્યાં સમજે ? બસ પોટલાં લઈ હાલવા મંડ્યા. ત્રેવડ નો હોય તો શહેરમાં જતા ના હોય તો. . ! ગામડામાં મા- બાપ સાથે કામ કરવું નહીં અને મોજ કરવા શહેરમાં રહેવું. કટોકટી થાય તો ભાગે. "વિજુબેને ગુસ્સા સાથે કહ્યું.

"પણ વિજુ, મજુર બિચારા રોજી રોટી કમાવા જવાના જ. "

"આપણે ક્યાં ગરીબ, તો'ય આપણો દીકરો ગયો ને !. આપણાં ગામમાં કાલથી તો વાંહે મોટા મોટા ટાયર ચોંટાડેલી અને ચાર ચાર બંગડી ચોંટાળેલી ગાડીયું પહોંચી ગઈ. અમુક વહુને તો આજ જોઈ બોલો. "

"ગૌતમને ફોન તો કર એને કહે, ઘરે આવવું હોય તો આવી જાય"કિરીટભાઈએ કહ્યું.

"તમારા ગુલુને ક્યાં અહી ફાવે છે. ? દિવાળીમાં ક્યાં વધુ રોકાય ? તો આ એકવીશ દિવસ થોડો આવે. !"વિજુએ હિંડોળે બેસતાં પોતાના પતિદેવને કહ્યું.

ત્યાં જ ફોનમાં રીંગ વાગી. સ્ક્રીન ઉપર પોતાના દીકરાનું નામ વાંચી વિજુએ કહ્યું, "લાવો, હું ફોન ઉપાડુ. , તમે બસ તમારા ભગવાનને સાંભળ્યા કરો. !"

ફોન હાથમાં લઈ વિજુ બેને કહ્યું, "એ હાલો "

"હલ્લો બા. . જય શ્રી કૃષ્ણ"

"ઓહો હો. . હો. . . ! ! આજે હાય મમ્મીમાંથી બા. ? આજે તો. . . કંઈ બાજુ દિવસ ઉગ્યો દીકરા ? "

"બા મજાક નહી ગૌતમ બોલું. "

"મજાક હું નહી, તું કરે ગોલુડા, એક વરહથી તો હું બામાંથી મમ્મી બની ગઈ એટલે નવાઈ લાગી દીકરા. "

"મારા પપ્પા ક્યાં ? કામ છે. "

"ઈ સૂઈ ગયા. તું મારી હારે વાત કર. "

"બા દેશમાં લોકડાઉન છે એટલે હું ત્યાં આવું છું. "

"પણ ગોલું બેટા તને કેમ ફાવશે ? . અહીં ધૂળ નહી. . નહી. . પેલું હા, દસ્ત બોઉ બેટા તને છિકુ આવે ને. !"

"મમ્મી અમે નીકળી ગયા છીએ અને ત્યાં આવીએ. "

"બેટા સરકારનું મનાય અને ઘરે રહેવાય !આયા હુ ડાત્યું છે ? "

"મમ્મી, એકવીસ દિવસ અહી કેમ કાઢવા ? એના કરતાં ભેગા સારા. "

"બેટા, દિવાળીએ મહિનો રજા પડે તોય તું ના આવતો ને એટલે કીધું જો નીકળ્યો ના હોય તો રોકાય જાજે. "

"રસ્તામાં છીએ. . . "

વિજુબેને અચરજથી કહ્યું, "ઓત્તેરી, નીકળી ગયા, બેટા અહી ફિલ્ટર નથી, વહેલું વલોણું હાલે એટલે નીંદર બગડે. વાડીએ કામ કરવું પડે, ગાયું ભેંસ પોદળો ગમે ત્યાં કરે. મોબાઈલ ટાવર ધીરે હાલે. . ! ! એટલે દીકરા તને અહીં મજા નહીં આવે તો તું ત્યાં રોકાઈ જ જા. . "

"ના મમ્મી બધું એડજેસ્ટ થઈ જશે. . પણ. . -. "ગૌતમે ફોનમાં અટકીને કહ્યું.

"પણ શું. . . . ? "

"એમ કે. . . . . , "

"ગોલૂડા ગોળ -ગોળ બોલમાં. સાચું બોલ. આટલો ડાહી ડાહી વાતો કરે, એટલે દાળમાં કંઈક કાળું છે જ કે આખે આખી દાળ જ કાળી છે. . !બોલ. . . તો. . ? "

"મમ્મી એવું છે ને કે, અમે રાતે ગાડી લઈ નીકળ્યા તો ખરા, પણ પોલીસે ગાડી પકડી લીધી અને અમે. . . . ! !. "

"ઓત્તેરી અચ્છા અચ્છા હમમ. . . મારા ગોલુડાં જ્યારે- જ્યારે તે મને બા કીધી છે ને ત્યારે- ત્યારે તારા નામ પ્રમાણે કંઈક તે ગોલમાલ કરી જ હોય છે. . . ! !"

"હવે તમે કંઈક કરો . . ! !. "

"અમે. . હુ કરીએ . . દીકરા ? ? . તારા બાપા સૂતા અને હું તો ડાબલા ચડાવી બેઠી અંધારામાં ક્યાં આવું. ? "

"મમ્મી એક ફોન કરો ને. . "

"કોને. ? "

"ઓલા ધંધુકાવાળા તમારા માસી છે ને. . ! એનો દીકરો પોલીસમાં છે. એને કહો ગાડી છોડાવી દે. "

"ના ના હો. . . !એવા પાપ હું નો કરું. તારા અંધારી રાતના કારનામામાં હું સાથ નો આપુ. . . ! તારા માસીને ઘણાં વર્ષ થયાં કોઈ ફોન ના કર્યો અને કર્યો તો આમ. !ના હો આબરૂ રહેવાં દે અમારી. "

"પણ મમ્મી, ગાડીમાં અમારા કપડાં પૈસા બધું પડ્યું છે. . !"

"તું એક કામ કર ને તે રાડો . . પાડી . . પાડી. . . . . ને પેલી રાડો ઘડિયાળ લેવડાવી હતી ને એને દઈ દે અને છોડાવી દે. . ! !. "

"ના હો . . એ મારી ફેવરિટ છે. પેલા માસીના દીકરાની લાગવગથી પૈસાનું ગોઠવી દે. ને. !"

"પણ તારે પૈસાને શું કરવા ? "

"નાસ્તો પાણી તો કરવા પડે ને મમ્મી !"

"બેટા. . ઉછીના કરી કરી તને ભણાવ્યો. તારો શો- રૂમ નાખ્યો. હવે બસ હો. . . એક કામ કર હાલવા માંડ. . લોકો સુરત, મુંબઈથી પોટલાં લઈ ચાલવા મંડ્યા. . તું તો અડધે પહોંચ્યો ને. . ? "

"ગાડીમાં અમારા કપડાં છે. . એનું શું કરવું? ? . . . "

"વહુ તો મારી સાડી પહેરી લેશે અને તારું પેલું 'અપના ટાઈમ આયેગા' લખેલું ટીશર્ટ અહી ભૂલી ગયો ને એ મેં સાચવીને રાખ્યું છે. . તું બહુ પહેરીને અહીં ફરતો અને અમને બહુ વંચાવ્યું. દરવાજે જ મેં લટકાવી રાખ્યું હું એ રોજ વાંચું. એટલે ગોલૂડાં અપના ટાઈમ આ ગયા. . ! !એટલે હાલવા માંડ. વહુ શું કરે ? . "

"એ થાકી ગઈ તો સૂતી અહી. . "

"ઊઠાડ એને અને હાલવા માંડ. . હું ગરમ તેલથી સરસ પગ ચોળી દઈશ. . . !આયોડેક્સ પણ ઘરમાં પડયું. . . !અને મીઠાના પાણીમાં બેસજે ! !પગ નહી દુ:ખે દીકરા. . . "

"એણે તો ઊંચી હિલનાં સેન્ડલ પહેર્યા એ કેમ આ વીસ કિલોમીટર ચાલે. . પપ્પાને કહોને આવે તેડવા. . . ! ! મોટી ગાડી લઈ આવે હો. . . "

વિજુબેન હિંચકામાંથી ઊભા થઈ ગયા અને બોલ્યા, "ઓત્તેરી. હમ્મ આયા વીહ કિલોમીટર જ બાકી રયુ એટલુ તો પહોંચી ગયા. ગોલુ બેટા મોટી ગાડીમાં પંચર છે. . એટલે એક ટ્રેક્ટર છે અને એમાં તો તું કોઈ દી બેહતો નથી તને શરમ આવે તો બોલ હુ કરીએ એને કહું ટ્રેકટર લઈ આવ ? "

"ચાલશે. . . થેનક્ યુ . મમ્મી. "

"જય શ્રી કૃષ્ણ બેટા. . "

***

ફોન મૂકી હિંડોળે બેસી વિજુબેન બાજુમાં પોતાના પતિ સામું હાસ્ય સાથે જોઈ રહ્યા.

કિરીટભાઈએ કહ્યું, "વીજુ, શું કામ બિચારા છોકરાની અણી કાઢે. ? . અને ગાડી તો આ પડી. . અહીં નજીક જ અટવાયા છે શું હેરાન કરે. ? "

વિજુએ ગર્વ સાથે કહ્યું, " ગોલુના બાપા,

મારા દીકરાને હેરાન નહી પણ તેની આંખ ઉઘાડું છું,

એના માથે ચોંટેલી શહેરની હવાને ઉડાડું છું. .

ક્યારેય ના કરેલી આ જન્મભૂમિની કદર કરાવડાવું છું. . .

સાંભળો. . ,

અપના ટાઈમ આ ગયાં. . . . ! "


Rate this content
Log in

Similar gujarati story from Comedy