Rekha Shukla

Abstract

4.0  

Rekha Shukla

Abstract

ત્રિપુટી

ત્રિપુટી

7 mins
307


ત્રિપુટી-પ્રેમ, શ્રેયા અને કામ્યા ....ઘણું ખરું જ્યારે જુવો ત્યારે ભેગા જ દેખાતા હોય પ્રેમ ને કામ્યા ની જોડી ને આ બાજુ મૌલીને ને તોચળવળ ને આંદોલન માં મોખરે રહેવું જ ગમે એમાંય જ્યારે કોલેજ ની ફી માં ખાસ્સો એવો વધારો જોયો તો મૌલીન ચૂપ ના રહી શક્યો. મોટા મોરચા સાથે આંદોલન ચાલુ થયું હતું. ત્રિપુટી પણ સંધમાં જોડાયેલ જ હતા. ને હા,આ મૌલીન તો કેટલો બધો દેખાવડો હતો કે કોઈપણ એના પર મોહી પડે તો નવાઈ નહીં. કામ્યા ને પ્રેમ સાથે હરતા ફરતા પણ તે બહુ વિચારી વિચારી ને ભળતી. મનમાં પ્રેમથી વધુ મોહક દેખાતો મૌલીન મનોમન ગમતો પણ હૈયા ની વાત હોઠે કદી ના આવી જાય તેથી સંભાળી ને આગળ પાછળ ફરતી જોવા મળે. વંડરીંગઆઈઝ તો ના કેહવાય પણ મોહી પડેલી તો તેની આંખો પરથી ક્યારેક લાગી આવતું. પ્રેમ ને કામ્યા ખૂબ ગમતી પેહલેથી જ. હજુ ક્લાસચાલુ થવાને ૧૫ મિનિટ ની વાર હશે ને તેઓ મળેલા, બંને એક્લા વેહલા આવ્યા હતા. હાય-હલ્લો ને સ્મોલ ઇન્ટ્રો થયા પછી રોજ ક્લાસમાં ને લાયબ્રેરીમાં સાથે નજરે પડતા. બંને ના વિષયો પણ સરખા હોવાથી બધી નોટ્સ પેપર્સ વગેરેમાં સમાનતા હતી. એક કરતા બે ભલામાની નોટ્સ શેર કરે સાથે હરે ફરે, ક્યારેક પિકનિક કે પીકચર નો પણ બ્રેક લે. આ બાજુ શ્રેયા કામ્યા ની હાઈસ્કુલ ની બહેનપણી હતી. તો ઘણું બધુ બંને માં કોમન હતું. પણ શ્રેયા થોડી વધુ પ્રેમાળ ને ડાહી છોકરી હતી. કામ્યા ના લાંબા ભરાવદાર વાળ ને તેની લટો તેના ઝુમખાં ને ચૂમતી ત્યારે શ્રેયા સીધી સાદી લાંબા વાળનો નારિયેળી અંબોડો વાળતી. એના કાનમાં લટકણીયા પણ એની આંખોની જેમ ચમક્તા હોય. પાણીદાર અણીયારી આંખો ને તેની સાદગી પર બધા ફિદા થઈ જતા ને તેને ઘણી વાર કોમ્પલીમેન્ટ મળતું, તે સાંભળી શરમાઈ જતી ને ગાલ ના ખંજન હસ્તા બહુ ઉંડા પડી જતા. કામ્યાની કામણગારી આંખો તો લાગ જોઈ ને ખુલી ના ખુલી ને તેની લાંબી આંગળી શ્રેયા ના કમર તરફ વળે ને ચૂંટલો ભરે ને શ્રેયા થી ના રહેવાય..."ઓય મા", કહી પડે ને ખડખડાટ હસી પડે કામ્યા સ્ટોપ, સ્ટોપ મને ગલી થાય છે બહુ ! પ્રેમ કામ્યા ને માંડ માંડ વારે કે "બસ કર ને કામ્યા તેને બિચારી ને શું કામ હેરાન કરે છે !" દૂરથી ઝંડાઓ સાથે ને મોટા મોટા લખાણો લખેલા પાટિયા વચ્ચે મૌલીન બીજા સ્ટુડન્ટ્સની વચ્ચે મોટા મોટા નારાઓ કરતો દેખાતો હતો. સપના ના સેલઘટાડેલા ભાવે મળે પણ મોંઘવારી તો સૌને નડે. જેને ભણવું છે પણ આટલી બધી ભારેખમ વધારા વાળી ફી થવાથી ઘણા બધા નેપોસાશે કે કેમ ? અને તેથી કાં તો ડ્રોપ આઉટ થઈ માતા-પિતાના વ્યવસાયમાં જોડાશે કાં તો રઝળી પડશે માનવ-મેદની ના મેહરામણમાં!!

પ્રેમ ની સાથે કામ્યા પણ નીડર નેતાગીરી કરતા મૌલીન થી પ્રભાવિત તો હતી જ.પાછા ફરતા સોમીત્રો ફોટોગ્રાફરે કરેલી ઓફર યાદ આવી પણ આ રાત કઈ રીતે જશે..અડધી રાત ની ફ્લાઈટ છે ! આંખો સખત ભારે હતી પણ ચિંતા સતાવતી હતી મૂળ તો પાછા ફરવાનું કારણ પણ કાશીબા ના આલસાઇમર નું હતું. બિચારા કાશીબા એ કેટલા સારા હતા અમે ગમે ત્યારે ટપકી પડીએ ને અમને બધાને પ્રેમથી બોલાવે ખવડાવે પીવડાવે ને પછી જ જવા દેતા. આલસાઈમર તો કેટલો મોટો રોગ છે મોહમદ અલી ફાઈટર-પછી બેક-ટુ-ફ્યુચરવાળો માઈકલ જે. ફોક્સ ને પણ ને હવે કાશીબા ને, આવું થવાથી બહુ દુઃખ થયું...ને તેને પ્રેમ અચાનક યાદ આવ્યો... ગોવા થી દુર છૂટીપડી ને અચાનક કોલેજ કાળ ની યાદો માં ગરકાવ થઈ ગયેલી. આ હંમેશ સાથે રહેતો પ્રેમ શાંત સ્વભાવનો હતો ને કદી ઝગડામાં પડતોનહીં..! અને હા, શ્રેયા પણ કોલેજ પતી નથી ને શશાંક સાથે પરણી ગઈ આજે તો તેની ખૂબ યાદ આવે છે. આટલું બધું ટેન્શન પોતે કદી નહીં એકલી સહી શકે..મન પોકારી ઉઠ્યું શ્રેયા નો નંબર ઘરે જઈને તરત ડાયલ કરીશ..આ પ્રેમે તો જણાવી દીધું કે મારી મા કાશીબાઆલ્સાઈમર થી પીડાય છે તેવું ડોકટરનું નિદાન છે. અને જ્યારે પ્રેમ ને હું તો સિરિયસ ન્હોતા અમારા રિલેશનમાં ...પણ પ્રેમ કદાચ ચોખ્ખુકહી શક્યો નહિ હોય કે મેં જ મોકો જ ન આપ્યો. સ્પેશયલ ને ક્લોઝ હોવા છંતા સાથે ન્હોતા. કદાચ તે વાત નું કાશીબા ને દુઃખ થયું હશેકે પછી હું જ પ્રેમના રીયલ પ્રેમને સમજી ન્હોતી શકી ..ને કામ્યા તો વધુ ને વધુ ઉંડી વિચારોના વમળમાં ગરકાવ થઈ ગઈ. શશાંક તોકેટલો નસીબદાર કહેવાય શ્રેયા ને પરણી ગયો.

પ્રેમ ની સાથે કામ્યા પણ નેતા થી પ્રભાવિત તો હતી જ.તાકાત , પાવર ગમે સાચું કહું તો કોને ના ગમે આવું બધું તમે જ કહો અને એમાય જ્યારે યુવાન હૈયા ભેગા રોજ રોજ મળતા હોય ત્યારે તો રૂપ-રંગ નજર પહેરવેશ શું શું ન આકર્ષિત ના કરે. પ્રેમ ની સંગંત ગમતી તેણે ઘણી વાર તેના પર કાવ્ય પણ લખેલ પણ કેહવાની હિંમત ન્હોતી કરી શક્યો. હા, એક વાર રમણીય હિલ સ્ટેશન ના પ્રવાસ દરમ્યાન પ્રેમને કામ્યા ખૂબ નજીક આવી પણ ગયેલા. કેટલી મસ્ત જગ્યા હતી. દૂર તળેટી માં લીલી છમ્મ હરિયાળી હતી. આ બાજુ દરિયો, નાની નાનીટેકરીઓ ઉતરો એટલે આવી જાય. પાણી માં રમતાં પેલા બતકા ને સીગલ્સ જોઈને એક પતંગિયાની પાછળ પડે તેમ દોડાદોડી કરી નાંખેલી..ફૂરરર કરતા ઉડતા પક્ષીઓને જોઈને કામ્યા ખુશ ખુશ થઈ ગયેલી પ્રેમ તે જોઈને મૂંછમાં હસેલો. પછી શંખલા વીણતા વીણતા પણ કામ્યાના પગલા રેતી માં પડતાં તે નિહાળી રહ્યો હતો. તેના એક પગમાં પેહરેલું એન્કલ બ્રેસલેટ તેને બહુ ગમેલું તેમ કહ્યુ ત્યારે કામ્યા બોલી "મારી મોમે લઈ આપ્યું છે ,યુ નો ઇટ્સ વેરી સ્પેશયલ ફોર મી. ઇટ્સ ડેલીકેટ ને ચાર્મીંગ" એના સ્વીમિંગ કોશ્ચ્યુમ પર નજર પડી. ત્યાં પણ લટકણિયું લટકી રહ્યું હતું...જાણે એક લકી ચાર્મ ન હોય તેમ. ને જરાક થોડું ઉપર તેની પરફેક્ટ બિકિની ટોપ ઉપર તેની લાંબી ડોક..ને ગુલાબી ભર્યા ભર્યા હોઠ. "કાચની પૂતળી જેવી તું પરફેક્ટમોડેલ જેવી દેખાય છે " કહી પ્રેમે કામ્યા સામે આંખ મારી ને મસ્ત સ્માઈલ કરેલ. "એય મિસ્ટર સ્ટોપ સ્ટેરીંગ પ્લીઝ પ્રેમ !" કમર નીચેના ભાગ પર સરોંગ વીંટાળતી તે બોલી. ઇન્દ્રધનુષ્ય જેવી કમર ને અડ્યા વગર પ્રેમ રહી ના શક્યો. ને ત્યાં તો શ્રેયા આવી ગઈ " ચાલો, બધા વોલી બોલ રમે છે અને પેર બનાવે છે એક ગેમ થઈ જાય રસાકસી મેન વર્સીસ વુમેન !!" મળ્યા વગર બંને શ્રેયા સાથે આગળ વધ્યા. રંગમાં ભંગ ના પડ્યો હોત તો કદાચ પ્રેમ કંઈક બોલ્યો હોત ! ઉજાણી ચાલુ થતા પહેલા એક વોલીબોલ ની ગેમ પણ પતી. દરિયા પાસે કેટલાંક અંદર તરવા માટે પડ્યા ને કેટલાંક કિનારે છબછબિયા કરતા દેખાયા. દરિયા ની છોળો ને ઘૂંઘવાટ, શંખલા ને છિપલાં, સૂરજ નું પાણીમાં ઢળવું ને ઢળતા સૂર્ય ના કેસરીયાળા કિરણો નું કામ્યા પર પડવું...વાહ્ ! કંચનવર્ણી કોમળ કાયા સોનેરી ચમકતી હતી ને તેની આંખો તો એટલી બધી માદક લાગતી હતી કે ના પૂછો ને વાત..! અચાનક પાણી ની છાલક તેની આંખમાં પડતાં તેજાણે તેના વિચારો માંથી જાગી પડ્યો. ખિલખિલાટ હસતી કાવ્યા ને શ્રેયા પાણી ની છાલકો થી તેને ભિંજવી રહ્યા હતા. પાછા કાશીબા યાદ આવ્યા..કામ્યા ના શરીરે પ્રસવેદ બુંદો ને રોંગટા ઉભા થતા અનુભવ્યા.આઘાત અને સ્તબ્ધતાની ઘેરી દિવાલ પાછળથી તેના મનમાંએક જ સવાલ ઉભો થતો હતો અને વણ પુછ્યે એ તેની આંખમાં ડોકાતો પણ હતો. કે કાશીબા ને હવે જલ્દી મળવું છે મારે હવે ઘરે જવું છે. પ્રેમ ને શ્રેયા પડખે આવી ને ઊભા તો રહેશે ને ! મારા એકલાથી આ બધુ કેવી રીતે સહન થશે. ટેન્શન્ હેડેક ની અનુભતિ થઈ. પ્લેનમાં મોટા ભાગના લોકો સૂઈ ગયેલા પણ કામ્યા તો અંધારા માં પણ ટગર ટગર તાંકતી વિચારી રહી હતી કે કાશીબા નું શું થાશે ? ઉપર બટન દબાવતાં વેંત જ એર હોસ્ટેસ હાજર થઈ તેણે પાણી માંગ્યું ને હેડએક ની વાત પણ કરી. "જસ્ટ અ મિનીટ ! ઇફ યુ વોન્ટ આઈ કેનગીવ યુ પેઈન કીલર " "યસ,પ્લીઝ્" "આઈ થીંક આઈ નીડ વન. ઇટ વોઝ લોંગ ડે" બે મિનિટમાં વોટર ને પેઈન કીલર લઈને તો એરહોસ્ટેસ હાજર થઈ. એણે જોયું કે કામ્યા પોતાની આંગળી થી કપાળ ને લમણાં ને મસાજ કરી રહી હતી. " હીયર યુ ગો, પ્લીઝ્ ટેક ઈટએન્ડ ટ્રાય ટુ ટેક અ નેપ" ઓવર એક્ઝોસ્ટેડ કામ્યા થોડી વાર વિચારતી રહી પણ પછી ખૂબ થાકેલી પણ હતી તો ક્યારે નીંદર આવીગઈ તે ભૂલી ગઈ. ગોવા ના કિનારે સ્વીમીંગ પોઝીઝ લીધેલ તે દેખાતા હતા. ઉંચી ઉંચી નારિયેળીના બેક ગ્રાઉન્ડ પાસે ને પછી થડ ના ટેકે કમર વાંકી કરીને પોઝીઝ લેવાયેલા. ને સોમીત્રો તો આમેય નફિકરો હતો ને સુંદરતા પાછળ પાગલ જ સમજો.. પૈસા ને વધુ માર્કેટિંગ તો ટ્રીપ સફળ !! નારિયેળી ના લીવ્સ ની હટ પાસે હેમોક (સ્વીંગ ) હતું તો ત્યાં પણ કામ્યાના પીક્સ પડ્યા ને છેલ્લે રેતી ચોંટેલ બિકિની ટોપ ના અડધા પાણીમાં પાડેલા તે પણ લેવાઈ ગયેલા ને પ્રેમ નો ફોન આવેલો. હા, રેત સાફ કરી ના કરી ને પ્રેમ ના શબ્દો એ કાશીબા ની વાત યાદ આવી ને સફાળી તે હબકી ગઈ. હ્રદય તો ધક ધક જોરથી ધબકી રહેલું. આ અમદાવાદ ને આવતા કેટલી વાર ! મારે જલ્દી ઘરે જવું છે કાશીબા પાસે. પાછી શ્રેયા યાદ આવી. કે છ મહિના પેહલા શશાંક સાથે લગ્ન તો થઈ ગયેલા પણ તે પછી રોજ નું મળવાનું જાણે બંધ થઈ ગયેલું. વીક પછી બધા મળ્યા ત્યારે ખુશ દેખાતા હતા. સારું થયું ચલો પણ હવે આઈ નીડ હર ફોર મોરલ સપોર્ટ આઈ કેન્ટ ફેઈસ અલોન ! પોતાના ફોન માં તેણે ટાઈમ ચેક કર્યો ને પછી આલસાઈમર માટે શું શું કરવું ને શું શું થશે જોવાનું તે તેણે ગુગલ કર્યુ ને તે વાંચવા લાગી કારણ કે હજુ તો વન મોર અવર પછી અમદાવાદ એરપોર્ટ આવશે ને તે પછીઘરે પહોંચતા બીજો અડધો કલાક તો લેટ મી રીડ એમ વિચારી તે વાંચવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract