Mariyam Dhupli

Drama Tragedy

4  

Mariyam Dhupli

Drama Tragedy

ત્રિભંગ - ૨

ત્રિભંગ - ૨

3 mins
211


પરિવાર 

આખા મહોલ્લામાં હાહાકાર મચી ગયો. આ કઈ રીતે થઈ શકે ? અશક્ય... તદ્દન અશક્ય..... કોઈ એ વાત માનવા જ તૈયાર ન હતું. પણ આંખો આગળનું દ્રશ્ય તો સાવ સાચું હતું. 

બધાજ જાણતા હતા કે અર્જુન પોતાના ભાઈને જાનથીયે વધારે ચાહતો હતો. ભલે એનાથી આયુમાં ભીમા ફક્ત પાંચ વર્ષ નાનો હતો. પરંતુ મા-બાપના મૃત્યુ પછી એજ તો એની માતા અને એજ એનો પિતા પણ. કેવા લાડકોડથી એને ઉછેર્યો હતો ! 

ને એજ એને....

ના, ના. વિશ્વાસ ન જ થાય. 

લોકોની ચર્ચામાં આજ વાત મુખ્ય હતી.

અર્જુનનાં ઘરની અંદર પોલીસની ટુકડી ક્યારની પહોંચી ચૂકી હતી. બધીજ કાનૂની કાર્યવાહી સમાપ્ત થઈ ચૂકી હતી. 

ઘરનાં મધ્ય ભાગમાં પડેલી લાશની તસવીરો દરેક ખૂણેથી લેવાઈ ચૂકી હતી. બધાજ ફિંગરપ્રિન્ટ ભેગા થઈ ચૂક્યા હતા. ક્રાઈમ સાઈટ ઉપરથી તમામ જરૂરી પૂરાવાઓ સાચવીને સાથે લઈ જવા સંગ્રહી લેવામાં આવ્યા હતા. ખૂનથી લથપથ હથિયાર અરેરાટી ફેલાવતું જેમનું તેમ ફોરેન્સિક બ્યુરો જવા રવાના થઈ ચૂક્યું હતું. 

ઘરના એક ખૂણે લપાઈને ઊભી શોક્ગ્રસ્ત ભાનુ એકીટશે લાશને નિહાળી રહી હતી. મનોમન લાશ જોડે એ વાર્તાલાપ કરી રહી હતી. 

' આ તે શું કર્યું ભીમા ? ક્યાં અમારો પ્રેમ ઓછો પડ્યો ? તારો ભાઈ તને જીવથીયે વધારે ચાહતો હતો. મેં તને કદી મારો દેવર નહીં સમજ્યો. નાનો ભાઈ હતો તું મારો. કેટલો વિશ્વાસ હતો મને તારી ઉપર ! તારા ભાઈ કરતાંયે વધારે. યાદ છે જયારે પહેલીવાર શાળામાંથી તારી ફરિયાદ આવી હતી ત્યારે તારા ભાઈનો ક્રોધ તારી ઉપર ન વરસે એ માટે હું ભીંત જેમ વચ્ચે ઊભી રહી ગઈ હતી. જવા દ્યો ને નાનો છે. ભૂલ થઈ ગઈ. માફ કરી દ્યો. ને તારા ભાઈએ પણ તને માફ કરી દીધો હતો. ત્યારબાદ તારી પહેલી સિગારેટ, પછી પહેલી બીભત્સ સીડી ને હા, મિત્રો જોડે પોર્નોગ્રાફી નિહાળતા રંગે હાથે ઝડપાયો ત્યારે પણ માફ કરી દ્યો. ભૂલ થઈ ગઈ. હવે નહીં કરે. કેટલું કરગરી હતી હું. મને વિશ્વાસ હતો. તું સુધરી જઈશ. એક સારો માનવી બનીશ. અને તું.....જો હું મારો પર્સ ઘરમાં ભૂલી ન ગઈ હોત તો....લગ્નમાં ફક્ત મને અને તારા ભાઈને જ આમંત્રણ હતું. હું ઈચ્છતે તો આડોશપાડોશમાં કશે એને મૂકી દેત. પણ મને અજાણ લોકો ઉપર વિશ્વાસ ન થયો. આપણું પરિવાર તે આપણું પરિવાર....એટલેજ તો તારી પાસે.....'

" ચાલો...એને સાથે લઈ લો...."

પોલીસઅધિકારીનાં કડક શબ્દોથી ભાનુની વિચારની સાંકળ તૂટી. 

લોહીમાં લથપથ અર્જુનના હાથની ઉપર હથકડી લાગી ગઈ. એણે જાતેજ આરોપ સ્વીકારી લીધો હતો. 

" હા, આ હત્યા મારા જ હાથે થઈ છે." 

ગુનોહ સ્વીકારતી વખતે એનો ચહેરો શૂન્ય હાવભાવવાળો હતો.

" પણ શા માટે ? પોતાનાં નાના ભાઈની હત્યા શા માટે ?"

અર્જુનનું માથું નીચે ઢળેલું હતું. એણે કોઈ ઉત્તર ન આપ્યો. એને કોઈ ઉત્તર આપવો જ ન હતો. હવે રિમાન્ડ લીધા પછીજ ઊંટ પહાડ નીચે આવશે એ વિચારે અર્જુનને પોલીસસ્ટેશન સાથે લઈ લેવાનો આદેશ આપી અધિકારી બહાર માર્ગ ઉપર ઊભી જીપ તરફ આગળ વધી ગયા. ભીમાની લાશ ઍમ્બ્યુલંસ તરફ લઈ જવામાં આવી. 

ભાનુની નજર અંતિમવાર અર્જુન જોડે મળી. એ આંખોમાં સ્પષ્ટ મૌન આદેશ હતો. 

'કોઈને કશું કહેતી નહીં.'

ભાનુએ પણ આંખોંથીજ મૌન વચન આપી દીધું. 

' તમારા સમ. '

અર્જુનને ઘરની બહાર તરફ ઊભી જીપમાં ભેગો કરવામાં આવ્યો. 

આખો મહોલ્લો વિસ્મયથી એ દ્રશ્ય નિહાળી રહ્યો. 

ભાનુની કમરને વીંટળાઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહેલી છ વર્ષની નિર્દોષ તારા કશુંજ સમજી રહી ન હતી. ભાનુનો હાથ એના માથા ઉપર હેતથી ફરી રહ્યો હતો. મનોમન ભાનુ એની માફી માંગી રહી હતી. 

' મને માફ કરી દે દીકરી. અમે ભીમા ઉપર વિશ્વાસ કર્યો. અમને થયું કે પરિવાર જોડે તું વધુ સુરક્ષિત રહેશે. અમને શી ખબર કે તારો સગો કાકો જ તારી જોડે....ને જો હું પર્સ ઘરે ન ભૂલી હોત...તારો બાપુ અને હું અર્ધે રસ્તે ઘરે પરત ન થયા હોત...ને નરી આંખે જોયું ન હોત તો કદી......'

ભાનુની આંખોમાંથી ગરમ પ્રવાહી ખરખર ખરી નીકળ્યું. જે દેખાતું આંસુ પણ અનુભવાતું રક્ત હતું. એનું મન વિવશ ચીખી ઉઠ્યું.

'માતા-પિતાના ખોળા સિવાય આ નિર્દોષ વિશ્વ ક્યાંય સુરક્ષિત નહીં ?'


Rate this content
Log in

Similar gujarati story from Drama