Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Kalpesh Patel

Drama Tragedy Thriller


5.0  

Kalpesh Patel

Drama Tragedy Thriller


તમાશો - ઝળકતી ઊર્મિનો

તમાશો - ઝળકતી ઊર્મિનો

7 mins 3.0K 7 mins 3.0K

લાઠીના બસ સ્ટેશન પર ચાર નંબરના પ્લેટફોર્મ ઉપરથી વિરપુર જતી બસને ઉપડવાની થોડી વાર હતી. ઉનાળુ વેકેશન પછીના વરસાદી સમયને લઈને બસમાં ખાસ ગિરદી નહતી, સૌ પ્રવાસીઓ બસમાં બેસી ચૂક્યા હતાં છતાય બસ લગભગ અડધા ઉપર ખાલી હોવાથી કંડક્ટર ટ્રાંજિસ્ટરના એરિયલ માફક ડોકી તાણી મુસાફરો રાડ પાડી શોધતો હતો. અચાનક એને હવે ખાલી રહેલા પ્લેટફોર્મ નંબર ચાર પાસે કોઈ રકઝક સાંભળી. વિરપુરની બસમાં જવા મથતી એક સ્ત્રીને બીજી સ્ત્રી રોકવા મરણીયો પ્રયાસ કરતી હતી. છાતી સરસા ચાંપી પકડેલા બાળકને છોડાવવા મથતી બીજી સ્ત્રી જિદે ચઢી હતી અને થોડે દૂર એક યુવાન પોટલું પકડી મૂક પ્રેક્ષક બની ઊભો હતો.

એક હાથે બાળકને છાતીએ કસીને લપેટીને ઊભેલી પુષ્પા તેના બીજા હાથે ઉજીને દૂર રાખવા જેટલું મથતી હતી. એવડું સામું જોર લગાવી ઉજી તેની પાસેથી બાળક ખેંચી પોતાની પાસે લેવા પ્રયાસ કરતી. ખેંચતાણથી ત્રસ્ત પણ મૂંગા છ સાત મહિનાના બાળકને આ કશાથી કોઈ ફરક ન પડતો હોય એમ એ પુષ્પાના ખભા પર નિરાતે જોકા ખાતું હતું.

"તને સનેપાત વળગે,ચૂડેલ, છોડ, મારા છોરાને, છોડી દે." પુષ્પાએ આવખતે ઉજીને રીતસરનો ધક્કો માર્યો. થોડે દૂર તમાસો જોતાં યુવાન તરફ તિરસ્કાર ભરેલી નજરે જોતાં બોલી ઑ નમાલા ભીખલા કહીદે તારી બાયડીને મરી જઈશ પણ આ માસૂમ છોકરાને મારી પાસેથી નહીં લઈ જવા દઉં." ખેચતાણમાં રડવા ચડેલા બાળકને હવે ચૂપ કરવા પુષ્પએ તેની કચૂકી ઊંચી કરી બાળકને ધવરાવવા વળગાડ્યું.

આ ચાલતી ઝપાઝપી હવે મુસાફરો માટે પણ 'જોણું' હતું. તમાશાને તેડું ન હોય એમ ધીમે ધીમે ભીડ એકઠી થવા માંડી. કોલાહલ સાંભળીને સ્ટેશનનો હવાલદાર હળવી ભીડ વિખેરવા સિટી વગાડતો ત્યાં આવ્યો. હાથની નેતરની લાકડી પ્લેટફોર્મ ઉપર ઠોકતો બોલ્યો, "શું તમાશો માંડ્યો છે આ બધો, આટલો હલ્લો કેમ મચાવ્યો છે ?"

હવાલદારને જોઈને "પુષ્પા" પાસેથી "ઉજી"એ હવે બાળકને ખેંચવાની મથામણ છોડી પણ રકજક હજુ ચાલુજ હતું. બંને જણ હાંફતા હતાં અને તેમ છતાંય એકધારું બોલ્યે જતાં હતાં.

જેવું પુષ્પાનું ધ્યાન હવાલદાર તરફ ગયું તરતજ ઉજીએ બાળકને જડપી લઈને બસમાં ચઢવા ધસી પણ એનો અણસાર આવતા પુષ્પાએ ફરી બાળકે કેડે પહેરેલા કંદોરો પકડીને ખેંચ્યું, સાવ માયકાંગલા જેવા એ બાળકનું માથું આમથી તેમ ઢળી પડતાં સાચવીને પકડી, પુષ્પાએ હવે આખરે બાળકને તેને હવાલે લઈ, એક લાત મારી ઉજીને તો ધકેલી નાખી, અને ગર્જી ઊઠી.

"હાથ કાપી નાખીશ, છોરા ને હાથ ના લગાવીશ !"

"બંધ કરો આ 'તમાશો." હવાલદાર બરાડ્યો.

"મારું છોકરું છે, મેં એને જનમ આપ્યો છે, એને કેમ લઈ જવા દઉં ?" ઉજીએ એ હવાલદારને કહ્યું.

"તારું હતું તો જણીને ઉકરડે રેઢું કેમ રાખેલું ?" પુષ્પાએ છોકરા ઉપરની ભીંસ વધારતા ઉજીને સૌ સાંભળે તેમ સવાલ કર્યો.

વાત જાણે એમ હતી કે ઉજીએ એ આ બાળકને જન્મ આપ્યો પણ છેલ્લા સાત મહિનાથી પુષ્પાએ પોતાનું દૂધ પીવડાવીને એને ઉછેર્યો હતો. હવાલદાર હવે ખરો મૂંઝાણો. કોનું બચ્ચું, કોણ એની મા ? એ ક્યાં કોઈ વકીલ હતો પણ આ ક્ષણે એણે વકીલ થવા કોશિશ કરી. પુષ્પા તરફ આંખ કરડી કરી અને મુછે તાવ દેતાં બોલ્યો,

"એ ચાલ 'તમાશો' છોડ આ જેનું છોકરું છે એના હવાલે કરી દે."

"હું શું કામ આપું ? આ તો હવે મારું છોરું છે."પુષ્પાએ અકળાઈ આજીજી કરી.

"તારા પેટેથી પેદા થયો છે."? હવાલદાર વધુ કડક બન્યો.

"પેટેથી પેદા નથી કર્યો, પણ સાત સાત મહિનાથી મે દૂધ પાઇને આ છોકરું મે બચાવ્યું છે." પુષ્પાએ જવાબ આપ્યો, ત્યારે ઉજીએ તરફ નખ બતાવી ઘૂરકિયાં કર્યા.

"હા,તો દૂધ પીવડાવ્યું એટલે શું, સાહેબ છોરું એનું થોડું લેખાય ?",એની હું માં છું, ઉજીએ હવાલદારને પાનો ચડાવા બોલી.

"હવાલદારજી, આને તો એના જણ્યાંને ઉકરડે ફેંકીજ દીધેલો, એ બૈરી ઘેલા,ભીખલા, થોડી લાજ રાખ, નોખો શું ઉભોરે.. જોગણી'માંના તાપથી ડર, પુષ્પાએ વાત વધતી અટકાવવા અત્યાર સુધી અલિપ્ત રહેલા ભીખાને આ 'તમાશા'માં ખેંચી લાવી.

ઉજીની આભા નીચે દબાયેલ ભીખો આખરે બોલ્યો જમાદાર એની વાત હાચી છે. ઝગડો એની ઉચ્ચતમ કક્ષાએ પહોંચ્યો હતો.

એને વાત વધારતા કહ્યું, જમાદાર સાહેબ મૂળ વાત એમ છે,  તે બોલ્યો તમે મારી જુવાની જોઈ હોત તો, તમને સમજાત. ઇ ટાણે મારી નાતમા ભલભલી છોરિઓ મારી પાછળ રઘવાઈ હતી, નાતમાંથી કેટલાય માંગા આવ્યા હશે ! મારા બાપે એમાથી આ પુષ્પાડી સાથે મારા ફેરા ફેરવ્યા, શું ખુશીની છોળ્યું ઊડતી ઈ ટાણે ?, પૂછો જ નહીં..

હા હા તું આજે પણ ક્યાં કોઈ કાનુડાથી કમ છે, આજે પણ તારો સિક્કો બરકરાર છે ! હવાલદારે ભીખાને પોરસ ચડાવ્યો.

તે પછી પહેલી સુવાવડમા પુષ્પાને અધૂરે દીકરો આવયૌ તેને જેમ તેમ મોટો કર્યો.. પણ અમારું નશીબ જ ફૂટેલા હાંડલા જેવુ.. અને તે ઇમા ખપી ગયો. પાછળ જ દીકરી આવી.. પણ ઇને રમાડું, ત્યાં તે પણ સીધાવી ગઈ, મૂઇ ટૂંકી જિંદગી લઈ આવી હશે. ઇ પછી લાખ વના કર્યા પણ પુષ્પાને ખોળે કોઈ ખુદનારના થયું.

લે ભીખા બીડીનો કસ લે, અને માડી ને વાત કર તો કઈ સમજણ પડે....

સાહેબ શું કહું ?..હું તો ફક્કડ... થોડી મજૂરી કરવી...ખાવું.. અને જલસો કરવો.. આગળનો વિચાર કરવાની ની ટેવ નોહતી, મારે તો સ્ંધુય હાજર હાથ હતું, આ મસ્ત રામને મજા હતી પણ આ પુષ્પાને એકલું લાગતું., શેર માટીની ખોટ ઈ મુઈ ને હતી. અડોશ પડોશમાં બાઈયું વાતું કરતી. અને ચેન નો પડે. પણ ઇ માં કોઈ મારા હાથની વાત કોઈ ખરી..?

એય ભીખા તારી વાત સાચી... નશીબના ખેલ, ભોગવવા પડે. હવાલદારે સાંતવાના આપવા હેતુથી મમરો મૂક્યો.

અમે ગામના ભૂવા પાસે ગયેલા.. પણ કોઈ કીમિયો કારગત ન થયો. હું તેના રૂપ ઉપર ઘેલો.. તેને રોજ સમજાવું પણ બરયું તેને કોઈ ધરપત કોઠેના સદી, ઈ મને દિલથી સાચવતી અને મારી સેવા કરતી. પણ તેના, મનમાં તે છોરા વગરની, તે વાત કોરી ખાય.

જમાદાર, આ મુઇએ જાતેજ તેની ગર્દનને નવી ધાકડ કરવત ઉપર મેલી, અમારા વસંતી સંસારમાં, ઈને પૂળો મૂક્યો ! મનમાં બસ શું ધૂન ચડી ? કે જે થવાનું હોય તે થાય, પણ તું ભીખલા બીજી લાય, હું તો હેબતાઈ ગયો. ઈને પાકું એમ હતું કે હું બીજી લાવું તો મારા  છોકરા જીવશે જ.

 ભીખા એક ઉપર બીજી લાવવી તે સરકારી ગુનો છે જાણતો નહતો ?

હા સાહેબ ઈ ગુનાની વાત તો સરકરી ચોપડે, અમારા સમાજમાં નહીં... પુષ્પાડી કઈ બેસી રહે તેમ થોડી હતી, આદું ખાઈને મારી પાછળ પડી, અને બીજી બાજુ, એક તાજી વિધવા બનેલી આ વિજાપુરની ઉજીને શોધી આવી, તેનું ગોરું ચામડું અને લટકાળી અને કાળા ભમ્મરિયા લાંબા વાળ, ભરાયેલું બદન હતું બીજું પુરુષ જાતને શું જોઇયે ? આખરે હું પણ હાડ ચામડાનું માનહ.. ને ?, સંત થોડો હતો ? ઉજીને જોતાં વેત ફટમાં પીગળી ગયો એ રૂપના જોબનયાથી. અને, મે ઉજી હારે કંકુના કરી દીધા.

ટોળે વળેલાઓને ચાલી રહેલા 'તમાશા'માં રસ પડ્યો અને ચારેકોર ભીખો હવે શું બોલે તે રાહ જોતાં હતા.

જમાદારે ભીખાને પૂછ્યું... હં પછી...?.

થાય શું. જોગણીમાંની કરપા એવી ઉતારી કે, વરહમા તો મારે બંને હાથ લાડુ આ પુષ્પાડીએ કલૈયા જેવો દસ શેરિયો છોકરો જાણ્યો, અને ઉજીએ પણ આ ચારશેરીઓ માંદલો, હું તો ગાંડો થૈ ગયો. ઘડીક છોકરાઓને જોઉં તો ઘડી પુષ્પા તો પાછો ઉજીને. પણ એક રાતે પુષ્પાના છોકરાને આફરો ચડ્યો અને મરી ગયો, આમ ભર પૂનમે અમાસ જેવા દાહડા જોવાનો વારો આવ્યો. ઉજીને તેનું નબળું છોરું ઉપાધિ લાગતી હતી, એને તો હજુ મોજ કરી જિંદગી જીવવી હતી. એક રાતે તે છોરાને ઉકરડે મેલી આવી.

 ઉદાસ થયેલી પુષ્પા માટે દિવસ રાત એક હતા, એણે રાતના અંધારામાં ઉજીએ કરેલું પરાક્રમ જોયું અને ઉકરડેથી છોકરાને પાછો તેની પાસે લઈ આવી. તે પછી છોકરાને આખો દી તેની પાસે રાખતી, સાચવતી, ધવરાવતી તેને આ છોરો તેના પંડનો અને ખોટ નો હોય તેમ માનીને પાળતી. ઉજીને આમાં કોઈ તકલીફ નૈ, અને પુષ્પાને હૈયે હવે શાંતિ હતી. અને આ સુખમાં મારૂ શરીર પણ ભરાયું, અને ઉજીતો કામકાજ તો કઈ કરવાનું નહીં, તૈયાર ખાવાનું અને તે મસ્ત જિંદગીમાં વ્યસ્ત હતી. છોકરા નું શું ? બાળકનું શું ? એ પ્રેમ -મમતા જુવે ત્યાં મલકે,એમાં ઉજીનોનો છોકરો હવે પુષ્પાનો હવાયો થયો હતો. ઉજીને વાંધો ન હતો, પણ પડોશીઑથી કોઈ સુખી હોય તે ના સહન થયું.

વારે વારે તે લોકો ઉજીને કહેતા ફરે, આ પુષ્પાડી તારા રતનને ભરખી જવાની છે, જરા ખ્યાલ રાખતી જા,તું જો તો ખરી તેના નશીબમાં છોકરા નથી, આવ્યા એવા જતાં રહ્યા, તે, તારા છોકરાને પણ ભરખી જશે. તું જોતી નથી તારા પેટનો જાણ્યો તારાથી કેટલો દૂર ભાગે છે..? અને અંતે ઉજીનાના મગજમાં કીડા સળવળ્યા. પુષ્પાને મારાથી ફારગતી આપવી અને હવે અમે કાયમ માટે તેના ગામ વિરપુર જઈ રહેલા છીએ. અને આ પુષ્પા હજુ છોકરાની મમતા મેલતી નથી ભીખાએ હવાલદારને પોતાની મુશ્કેલી સમજાવતી હોય એમ કહ્યું.

એટલામાં ડ્રાઇવરે હોર્ન વગાડ્યું, તે સાંભળી ભીડ વિખેરાવા માંડી. સૌ બસમાં પોતાના ચઢવા લાગ્યાં. ઉજી પણ છોકરાને લઈ બસ તરફ સરકી. જે પુષ્પાએ ઉજીને લાત મારેલી એણે આગળ વધીને ઉજીના પગ પકડી લીધા.

"ના, જા, મારા છોકરાને લઈને, ના લઈ જા." મારી મમતાનો તમે ધણી ધણીયાનીએ ભારે 'તમાશો' કર્યો , તમને જોગણી બીજો આપશે, હવે મારો સહારો અહી મેલતા જાવ,…પુષ્પા રીતસર કરગરી પડી. ત્યાં ઊભેલાં કેટલાક લોકોને દયા આવી. આ ડખો બની ગયેલ 'તમાશા'નો ઉકેલ આણ્યા વગર હવાલદારનો હવે છૂટકો નહોતો.

"છોકરું જે 'માં' હોય તેની પાસે રહેશે અને તેને જન્મ દેનારીની મરજી હોય તો તું એને લઈ શકે, સમજે છે કે પછી.." વાક્ય અધૂરું મૂકીને એણે પુષ્પા સામે ડંડો ઉગામ્યો. પુષ્પા ડઘાઈ ગઈ. એને હવાલદાર પાસે આવી આશા નહોતી.

" સાહેબ મારુ આ દુનિયામાં કોઈ નથી, હું મરી જઈશ તોય આ છોરું નહીં લઈ જવા દઉં આપું." પુષ્પા જિદે ચઢી.

"બંધ કર આ તારો 'તમાશો' બીજા ખોટી થાય છે અને બસ ઉપડવા માટે આ લોકોની રાહ જુવે. છોકરાનો હવાલો સોંપી દે નહીં'તો હવે તને હવાલાતમાં બંધ કરવી પડશે." હવાલદારે દમ માર્યો.

પુષ્પા ગભરાઈ ગઈ. છોકરાને ઉજીના હાથમાં તો આપ્યો પણ તેની કળ ના વળી.

"બદમાશ, જાત પર ગઈ ને ? લે આ સંભાળ આને રાત દી એક કરીને ઉછેર્યો છે." સાચવજે, પુષ્પએ ઝાટકાભેર છોકરું ઉજીના હાથમાં થમાવી દીધું અને ઊંધી ફરીને પાછી વળી ચાલવા લાગી.

"છોકરું મળી ગયું ને ? પાડ માનો મારો અને કોઈ ઈનામ આપતા જાવ અને બસમાં જલ્દીથી બેસી જાવ." આટલા સમયથી કંટાળેલા હવાલદારે ઉજી અને ભીખા સામે ચીઢ ઠાલવી.

ઉજીને ઈડરિયો જીત્યા જેવું લાગ્યું. રખેને પુષ્પાડીનો વિચાર બદલાય અને છોકરું પાછું માંગી લે એ ડરથી હડબડાઈને બસમાં બેસવા ગઈ પણ અત્યાર સુધી પુષ્પાના ખભે નિરાંતે ઊંઘતું છોકરું હાથ બદલો થતા ઊઠી ગયું. ઊઠતાની સાથે નજર સામે અજાણ્યો ચહેરો એ જોઈ ગણો કે ભૂખનું દુઃખ સાલતા એણે ભેંકડો તાણ્યો. ગાડીમાં ચઢતી વેળાએ ઉજીએ છોકરાના રડવાનો અવાજ સાંભળીને તે થોડી અટકી ગઈ. એને છોકરાને ચૂપ કરવા કેડિયાના ખીસ્સામાંથી સીંગદાણા કાઢીને તેણે છોરાના મ્હોંમાં ઓરવા માંડ્યા.

પ્લેટફોર્મ ઉપર ઉભેલા જમાદારે આ જોઈને બરાડીને ખાયુ, "એ…બાઈ, આ હું માંડ્યું છે, છોરાના દાંતેય નથી ને આ હેના દાણા ઓરવા લાગી, આ ઇના ગળે ફસાઈ જશે તો મરી જશે કઈ ભાન છે ?" તે વિફર્યો. પણ બસ કાળા ધુમાડા છોડતી જમાદારના અવાજને ખાળી તેના મનમાં રંજ ઉમટાવી ગઈ, પણ ખિસ્સામાં રહેલી પચાસની નોટે હવાલદારને અત્યારે લાગણી વિહીન બનાવી દીધો હતો, અને બાજુમાં ઉભેલા પાસે માચીસ માંગી બીડી ઘખાવી બસના ભેળા તેનેય ઠોસ ધુમાડા છોડ્યા, અને માચીસ પાછી આપતા આંખ ઝીણી કરતા તે વ્યક્તિને કહ્યું.. ધણીની હાજરીમાં બાયડિયુંઓએ, આવો 'તમાશો' માંડ્યો ત્યારે બોલો ભાઈ આમાં હું વધારે શું કરી શકું ? પેલાએ સ્વગત જવાબ વાળ્યો, હા ભાઈ તારા ખિસસાની ગરમી – સાચી ઊર્મિને કેવી રીતે ઓળખે, તારે કોઈની ઝળકતી ઊર્મિ ને છેટું છે..... એટલે તું તો સાચો માઈ બાપ.


Rate this content
Log in

More gujarati story from Kalpesh Patel

Similar gujarati story from Drama