Varsha Bhatt

Romance

2  

Varsha Bhatt

Romance

તમારાં સાચાં હિતેચ્છુ કોણ ?

તમારાં સાચાં હિતેચ્છુ કોણ ?

2 mins
69


પ્રેમ એટલે શું વેલેન્ટાઈન્સ.......?

પ્રેમ, લવ, ઈશ્ક, પ્યાર, મહોબ્બત, આશિકી, માશૂકી કોઈપણ નામથી ઓળખો પણ શું પ્રેમ અને વેલેન્ટાઈન્સ એક છે ? 

આજે વેલેન્ટાઈન્સ ડે છે. જેને આપણે " પ્રેમનો દિવસ " કહીએ છીએ. પણ આપણે આ દિવસોને યુવાન છોકરા, છોકરીઓ નાં પ્રેમ સાથે જોડી દીધો છે. પણ એવું નથી... પ્રેમ કોઈપણ સાથે હોય શકે, જેમ કે મા સાથે, પિતા સાથે, ભાઈ, બહેન સાથે, અથવા તો મિત્ર સાથે.

પ્રેમ એટલે કે જે આપણી કેર કરે, જેનાં જીવનમાં આપણું કોઈ સ્થાન હોય, તેનાં દિલમાં આપણી કોઈ જગ્યા હોય તે પ્રેમ છે. સૌ પ્રથમ તો આપણો પહેલો વેલેન્ટાઈન્સ આપણી મા છે. ગર્ભમાંથી જ તેની સાથે આપણી લાગણીઓ જોડાયેલી હોય છે. કેટલીય પીડામાંથી પસાર થઈ આપણને જન્મ આપે છે.તો કયારેક એક ગુલાબ મા ને આપીને જોજો, બસ એટલું કહેજો કે " હું તને ઘણો પ્રેમ કરું છું." તો બીજું કશું બોલવાની જરૂર નહીં પડે. મા ની આંખોમાંથી નીકળતાં હર્ષનાં આંસુંઓ જ તેનાં પ્રેમનો સાક્ષી બનશે.

બીજો પ્રેમ એટલે કે પિતા, જન્મ પછી પોતાનાં હાથમાં પોતાનાં અંશને લઈને ગર્વથી માથું ઊંચું કરી શકે તે પિતા છે. પોતાનાં શોખ, જરૂરિયાતોને મારીને તમને લાયક બનાવે છે. તો કયારેક તમારો હાથ તેનાં ખભા પર રાખી ખાલી એટલું કહેજો કે " પપ્પા, ચિંતા ન કરો, હું છું ને ?" બસ પિતાના બધાં જ બલિદાનોનો બદલો એક જ પળમાં મળી જશે.

 માતા પિતા પછી જો તમારાં જીવનમાં સાચો પ્રેમ કરનારું કોઈ હોય તો એ પતિ અથવા પત્ની એટલે કે જીવનસાથી છે. દુનિયામાં એ લોકો નસીબદાર હોય છે જેને કોઈ પ્રેમ કરનારું મળે છે. માટે આવાં દિવસોની રાહ જોવાને બદલે બસ, જયારે પણ તમારૂ પ્રિયે ઉદાસ હોય તો બસ એક હૂંફાળું આલિંગન આપી " આઈ લવ યુ " કહી દેશો. જયારે તે હાજર છે ત્યારે કદર કરી, માન આપશો તો તે દિવસ તમારાં માટે વેલેન્ટાઈન્સથી કમ નથી. આવાં દિવસો આપણાંથી પોતીકાં સંબંધોમાં ઓક્સિજન પુરવાનું કામ કરે છે. માટે જે આપણાં છે, આપણી પાસે છે આપણાં દિલની નજીક છે તેને પ્રેમ કરી જોઉં...... તેને ગુમાવ્યાં પછી અફસોસ કરવાનો કોઈ મતલબ રહેશે નહીં. અને છેલ્લે... વેલેન્ટાઈન્સ એટલે કે આપણો દોસ્ત, મિત્ર, સખા.... જીવનમાં દરેક ચડતી, પડતીમાં આપણી સાથે રહે છે. " આપણે પડીએ,તો એ હાથ ઝાલે છે. આપણે રડીએ તો, એ આંસું લૂછે છે." આવાં વહાલાં ભેરૂઓને પણ દિલથી આવકારી જોજો..

તો આ વેલેન્ટાઈન્સ ડે નાં આટલાં વ્યક્તિને યાદ કરવાનું ન ભુલતા કે તમારાં જીવનને સદાબહાર બનાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance