તલપ
તલપ
એને તલપ લાગી હતી. સિગારેટ પીવાની જ તો. નામ એનું સૌરભ. દિવ્યભાસ્કર પાસેની એક ઓફિસમાં જોબ કરતો. કોરોના વાયરસના લીધે અમદાવાદમાં પાન ગલ્લા બંધ હતા. સૌરભ મણિનગરથી આજે ઓફિસ જવા નિકળ્યો. ખાનગી કંપની માં જોબ કરે એટલે ઓફિસ તો જવું જ પડે. ઘરેથી એ ઓફિસ જતો હતો અને એને સિગારેટની તલપ લાગી..બાઈક સાઇડ પર કરી. એણે એની બેગ ખોલી.. સિગારેટ નું એક ખોખું દેખાયું. હાશ..છે તો ખરી..સૌરભ ખુશ થયો. સિગારેટ નું ખોખું ખોલ્યું.. અરે..એક પણ સિગારેટ નથી!!. હવે શું કરું..એ બબડતો રહ્યો.. અને સિગારેટ ના ખાલી ખોખા ને રસ્તા ની એક બાજુ ફેંક્યું.. સૌરભ ને થયું. પ્રહલાદ નગર સુધીમાં તો કોઈ જગ્યાએ તો મલશે જ ને!. સૌરભ ધીરે ધીરે બાઇક લઇને આવતો હતો. અને એને ચક્કર આવવાના શરૂ થયા. જીવરાજ આવતા એણે બાઇક સાઈડ
માં કરી.. અને ધડામ કરતો પડ્યો. આ જોઈ ને પાસેથી એક ઉંમર લાયક ભાઇ જતા હતા. એણે એની પાસેની પાણીની બોટલમાંથી પાણી આપ્યું. હાશ હવે સારું લાગે છે.. સૌરભ બોલ્યો. પેલા ભાઈ બોલ્યા," ભાઈ તને બહુ કમજોરી લાગે છે. હવે તું ઓફિસ જવાના બદલે ઘરે જતો રહે. અને હા.તને કોઈ વ્યસન હોય એવું લાગે છે. અને આ વ્યસન ના થવાને કારણે પણ આવું થતું હોય છે. મને પણ બહુ વર્ષ પહેલાં વ્યસન હતું પણ કુટુંબની ભલાઈ માટે વ્યસન મુક્ત થયો.. જો ભાઈ મારી વાતથી તને કદાચ ખોટું લાગશે પણ તારા ભલા માટે છે.તું જુવાન છે.અને હા રસ્તામાં લીંબુ શરબત પી લેજે." " ના ના,કાકા તમારી વાત સાચી છે. હવે મારે ઘરે જ જવું જોઈએ." અને સૌરભ પાછો પોતાના ઘરે જવા નિકળ્યો.. અને સૌરભે નક્કી કર્યું કે આજ પછી.. સિગારેટ.. તંબાકુનું સેવન કરશે નહીં.