STORYMIRROR

Kalpesh Patel

Drama Romance Tragedy

4  

Kalpesh Patel

Drama Romance Tragedy

તલાશ

તલાશ

1 min
40

તલાશ~ પાંપણનો સળવળાટ

પાંપણની પાછળ ક્યાંક છૂપાયો 'તો ,
હલકી એક મુશ્કાનની છબી સહ ,
તે  નહતો ચાંદમાં , કે તારાલાઓમાં,
તલાશને અદ્રશ્ય નજરની તલપ હતી।

દરરોજ અરીસે સજી  જોવે ,

તલાશને એજ એક પ્રશ્ન હાવી હતો—
શું આજે મળી જશે એ માણીગર?,


જે હરપળ સંવેદનાઓમાં હજાર હતો,
પણ કેમેય પકડાતો નહોતો?;

ભીડમાં શોધ્યો,
તનહાઈમાં બૂમો પાડી,
સબંધોમાં ઊંધોળ્યું,
તલશે ખાલીપાને ઘણો આકાર દીધો...
પણ

એ તકલાદી ખુશી  હતી, સપનાની સારંગી ...


અને એક દિવસ,તલાશે
ચુપ ચાપ ,અંતરને પૂછ્યું.
શું એ ફાટકીયો હતો ?
હૃદયે ધીમે કહ્યું—
જેણે શોધે છે બહાર,
શક્ય છે કે એ અંદર જ ન હોય...!

ખુશીની મંજિલની તલાશન હોય,
એ તો પળના પડછાયામાં છુપાયેલુ તેજ છે,
માણીગર પાંપણની પાંખે
આંસુઓના આગમનનો પહેરેગીર.

તલાશ હારી થાકી,ઊભી પૂછે છે।
ક્યાં ગયો  જાદુ કરી ઑ જાદુગર?.

પણ...
જ્યારે આંસુ પણ ખૂટી ગયા ,
દિલ નિઃશબ્દ બની થાક્યું 'તું ,
ત્યારે
એ જ શાંત અવકાશમાં
ખુશીની બારાત આવી
ન હતી ધુમધામ, નહતું કોઈને તાન
તલાશને અંતે
ફક્ત હાથ લાગ્યું એક ઠાલુ શાન્ત્વન.
જે
ભીની પાંપણથી હ્રદય સુધી પીડી ગયું।



Rate this content
Log in

Similar gujarati story from Drama