Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Prashant Subhashchandra Salunke

Drama Thriller

5.0  

Prashant Subhashchandra Salunke

Drama Thriller

થોડું ખૂદને બદલીએ

થોડું ખૂદને બદલીએ

3 mins
364



હોળી આ મારો મનગમતો તહેવાર છે કારણ તેના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ફરી એકવાર બાળક બની મિત્રો તથા પરિવારજનો સાથે ધીંગામસ્તી કરવાનો મોકો મળે છે. અમે અમારી સંજયપાર્ક સોસાયટીમાં ખૂબ જ ઉત્સાહથી ધૂળેટીનો આ તહેવાર ઉજવતા હોઈએ છીએ. મારા સહુ સોસાયટીના મિત્રો સવારથી જ એકબીજાને ગુલાલથી રંગવામાં એવા તો મશગુલ થઇ જાય છે કે સમયનું અમને ભાન જ રહેતું નથી. આ વખતે ધૂળેટીમાં એક અચરજભર્યો બનાવ બની ગયો. મારો દોસ્ત નૈનેશ કે જે સૌથી પહેલા ગલીમાં ઉતરી આવે છે તે આ વખતે હોળી રમવા નીચે આવ્યો જ નહીં!


અમે સહુ દોસ્તો તેના ઘરની નીચે ઉભા રહીને તેને ધૂળેટી રમવા બોલાવવા લાગ્યા. પ્રેમથી શરૂ થયેલા પોકાર ધીરે ધીરે બુમોમાં પરિવર્તિત થઇ રહ્યા. આખરે ઘોંઘાટ સાંભળીને બહાર આવેલા નૈનેશના પિતાજી બીપીનભાઈએ કહ્યું કે, “નૈનેશ, આ વખતે તમારી સાથે ધૂળેટી રમવા નહીં આવે.”

અમને સહુને તેમની વાત સાંભળી અચરજ થયું, “કેમ કાકા, તેની તબિયત ખરાબ છે.”

બીપીનભાઈએ કહ્યું, “તબિયત તો તેની સારી છે.”

મેં પૂછ્યું, “તો પછી એ આવતો કેમ નથી?”

બીપીનભાઈએ કહ્યું, “ભગવાન જાણે.”

મેં નીચેથી જ બુમ પાડી, “લાલા...” અમે સહુ વહાલથી તેને લાલો કહીએ છીએ. “લાલા.. નીચે આવ..”

નૈનેશે બારીમાંથી જ કહ્યું, “ના... હું ધૂળેટી રમવા નીચે નહીં આવું...”

મારી બાજુમાં ઉભેલા હિરેને અકળાઈને કહ્યું, “નીચે આવ નહીંતર અમે બધા ઉપર આવીશું.”

નૈનેશે ગભરાઈને બારી બંધ કરી દીધી. એટલીવારમાં બીપીનભાઈએ નીચે આવીને દરવાજો ખોલી દીધો. અમે સહુ પગથિયાં ચઢતાં પહેલાં બીપીનભાઈને રંગ લગાવી ધૂળેટીનો શુભારંભ કર્યો. હવે ઉપર જઈ અમે જોર જોરથી દરવાજો ખખડાવવા લાગ્યા. “લાલા... બહાર આવ નહીંતર અમે દરવાજો તોડી નાખીશું.”

નૈનેશ બોલ્યો, “ના... હું નહીં આવું.”

અમને ખૂબ ગુસ્સો આવ્યો. “સા... બહાર આવ નહીંતર...”

ભાસ્કર બોલ્યો, “પ્રશાંત દાદા, આપણે દરવાજાને જોર જોરથી ખખડાવીશું તો એ ગભરાઈને બહાર નીકળશે.”


હું જોરથી બારણાને ખખડાવવા ગયો ત્યાં અમારા આશ્ચર્ય વચ્ચે એ થોડું ખુલી ગયું. હજુ અમે કંઈ સમજીએ એ પહેલા તો નૈનેશ કોઈ વંટોળીયાની જેમ અમને ધક્કો મારીને બહાર દોડી ગયો. ભાસ્કર મોટેથી બોલ્યો, “હિરેન, પકડ એને...” પરંતુ હિરેન તેને પકડવા જાય એ પહેલા તો નૈનેશ કોઈ વાંદરાની જેમ પાળી પરથી કુદકો મારીને ગલીમાં ભાગી ગયો. અમે સહુ હક્કા બક્કા થઈને નીચે ઉતરી આવ્યા. મેં માસ્ટર પ્લાન બનાવતા કહ્યું, “હિરેન, પીન્ટુ તમે ગલીની આ બાજુથી જાઓ... જતીન, અંકિત અને તપન તમે પેલી ગલીમાં જાઓ... ભાસ્કર આપણે બંને લાલાની પાછળ જઈએ.” આમ કહી અમે સહુ દોસ્તો નૈનેશને પકડવા વિખરાઈ ગયા. પરંતુ તે ઘણીવાર સુધી અમને મળ્યો નહીં. અમારું મિશન લાલો અસફળ જઈ રહ્યું હતું ત્યાં જતિન બોલ્યો, “એ જુઓ નૈનેશ પેલા ઝાડ પાછળ છુપાયો છે.”

આ સાંભળી નૈનેશ ઝાડ પાછળથી નીકળી દોડવા માંડ્યો. અમે સહુ તેની પાછળ ડાઘીયા કૂતરાંની જેમ ભાગ્યા અને આખરે તે અમારા સકંજામાં આવી ગયો. નૈનેશ હાથમાં આવતા જ અમે તેને રંગી નાખ્યો. ભાસ્કરે તો ગુસ્સાથી એક બે ફેંટ પણ મારી લીધી. ત્યારબાદ ઘણીવાર સુધી અમે સાથે મળીને હોળી રમ્યા. બપોરે રેતીના ઢગલા પર શાંતિથી બેઠા હતા ત્યારે મેં નૈનેશને પૂછ્યું, “મને એક વાત સમજાતી નથી.”

નૈનેશ બોલ્યો, “શું?”

હું બોલ્યો, “દર વખતે તો તું ધૂળેટી રમવા પહેલો દોડી આવતો હતો પરંતુ આ વખતે તું ધૂળેટી રમવાની ના કેમ પાડી રહ્યો હતો?”

નૈનેશ મસ્તીથી બોલ્યો, “દરવખતની જેમ જો હું સીધે સીધો હોળી રમવા આવ્યો હોત તો આજે આપણને જેવી મજા આવી તેવી આવી હોત?”

મેં પાસે પડેલી રંગની થેલીને ઊંચકીને નૈનેશ તરફ ફેંકતા કહ્યું, “સા.. બદમાશ...”

નૈનેશે એક તરફ ઉછળી પડતા કહ્યું, “બુરા ન માનો હોળી હૈ...”

(સમાપ્ત)


Rate this content
Log in

More gujarati story from Prashant Subhashchandra Salunke

Similar gujarati story from Drama