KEVAL PARMAR

Drama Romance Inspirational

4.0  

KEVAL PARMAR

Drama Romance Inspirational

તારી ઝલક, સૌથી અલગ - ૯

તારી ઝલક, સૌથી અલગ - ૯

3 mins
207


કરણ:- ચાલો આપણે રસોડામાં જઈએ અને પ્લાનની શરુઆત, ત્યાંથી કરીએ ત્યારપછી બંને જણા રસોડામાં ગયા. 

કરણએ જમવાનું બનાવવાનું ચાલુ કર્યું, થોડી વાર પછી કરણએ એક ડિશમાં હલવો કાઢીને આપ્યો અને કહે લ્યો મમ્મી આ હલવો કિર્તીએ દઈ આવો અને કઈ પૂછે કે કોણ લાવ્યું તો કઈ પણ બહાનું બનાવી દેજો પણ એક કલાક સુધી એને નીચે ઉતારવા દેતા નહી. 

સાસુમાં :- ઓકે હું એને ત્યાં જ રોકી રાખીશ.

હલવાની ડિશ લઈને સાસુમાં કિર્તીના રૂમમાં આવ્યા, કિર્તી બેઠી બેઠી ટીવી જોતી હતી મમ્મીને આવતા જોઈને કિર્તીએ ટીવી બંધ કરીને એની મમ્મીને પૂછ્યું આ શુંં લાવ્યા છો...?

મમ્મી:- તારા માટે હલવો લાવી છું ટેસ્ટ કરીને બતાવ કેવો બન્યો છે.

જ્યારે કિર્તીએ એક ચમચી ટેસ્ટ કર્યો તો સ્વાદ થોડો જાણીતો લાગ્યો. ફરીથી એક ચમચી ટેસ્ટ કર્યો, ત્યારે રસોડામાંથી વાસણ ખખડવાનો અવાજ આવ્યો.

કિર્તી : મમ્મી તમે અહીયા છો તો રસોડામાંથી એટલો અવાજ કેમ આવે છે. 

મમ્મી: રસોડાની બારી ખુલ્લી છે તો ત્યાંથી બિલાડી આવી હશે. 

(કિર્તી હલવાની ડિશ લઈને ઊભી થઈ અને રસોડા તરફ જવા લાગી કેમકે એને હલવાના સ્વાદની ખબર હતી) 

અરે કિર્તી બેટા કીધુ તો ખરા રસોડામાં બિલાડી આવી હશે ત્યાં બીજું કોઈ નથી.)

ત્યારે કિર્તી હલવો ખાતી જાય અને દાદરા ઉતરતી ઉતરતી કહે મમ્મી આ હલવો તમે નથી બનાવ્યો અને આ હલવો અહીયાનો નથી. એટલુ કહેતા કિર્તી રસોડામાં આવી તો જોય કે કોઈ કરણ રસોઈ બનાવતો હતો. 

ત્યારે કરણ પાછળ ફરીને કહેવા લાગ્યો મમ્મી આમાં થોડો મસાલો ભરી આપોને તો જોયું તો મમ્મીની પાછળ કિર્તી ઊભી હતી. 

બે મિનીટ સુધી કરણના મોઢામાંથી એક શબ્દ પણ નિકળ્યો નહી. કરણ વિચારમાં પડી ગયો કે બોલવું શુંં...? 

એટલામાં કરણના હાથમાં રહેલો ચમચો નીચે પડ્યો અને અવાજના લિધે કરણ ચોંકી ગયો. 

કિર્તી :- તમે અહીયા ક્યારે આવ્યા અને તમે રસોડામાં શું કરો છો આ ચમચો લઈને ....!

કરણ અને સાસુમાં બંને એક બીજાની સામે જોઈને ઈશારા કરે કે હવે બોલવું શું...? 

કિર્તી :- અરે તમે બંને એક બીજાની સામે કેમ જોવો છો, કરણ તમે મને કહો કે તમે રસોડામાં શું કરો છો અને અહીયા ક્યારે આવ્યા.? 

કરણ :- આજે હું તારા માટે તારી મનપસંદ વાનગીઓ બનાવીશ.

કિર્તી (એના મમ્મી સામે જોઈને) :- અચ્છા, આવું કરવા માટે તમને કોણે કહ્યું...? 

સાસુમાં:- બેટા મે કઈ નથી કહ્યું, એતો ઘરે આવ્યા અને મને કહે મમ્મી આજે બધા માટે જમવાનું હું બનાવીશ. 

કરણ :- અરે સાંભળ મને મમ્મી એ કઈ નથી કહ્યું, એતો એમ કહેતા હતા કે આ વાત જો કિર્તીને ખબર પડશે તો એ બહુ ખીજવાશે. પણ મે એમને સામેથી જ કહ્યું કે આજે મારે મારા હાથે કિર્તી માટે એની મનપસંદ વાનગીઓ બનાવવીને એને સરપ્રાઈઝ આપવી છે. 

કિર્તી :- અરે પણ તમે ક્યારેય ફ્રીજમાથી પાણીની બોટલ નથી લીધી અને આજે તમે જમવાનું કઈ રીતે બનાવશો. 

કરણ :- તું ઘરે આવી નહોતી ત્યારે હુ પણ ક્યારેક ક્યારેક જમવાનું બનાવી લેતો હતો અને વિશ્વાસ ન હોય તો ઘરે આવ ત્યારે મમ્મીનો પૂછી લેજે એમ કહેતા કહેતા કિર્તીએ હાથ પકડીને સોફા ઉપર બેસાડીને હલવાની ડિશ આપીને કહે તું હલવો ખાઈલે થોડો ત્યાં સુધીમાં હુ જમવાનું તૈયાર કરી નાખું. 

કિર્તી :- અરે પણ સાંભળો તો ખરા તમે ...! 

કરણ :- મારે કઈ નથી સાંભળવું, હું બોલીશ એજ સાંભળવાનું અને હું જ જમવાનું બનાવીશ. 

કિર્તી : ઓકે ત્યારે બનાવો બીજું શું . 

એટલુ સાંભળતા કરણ તો આગળ-પાછળ, આજુબાજુ કઈ પણ જોયા વગર અડધા કલાકમાં જમવાનું બનાવી નાંખ્યું અને કિર્તીને જમવા માટે બોલાવી. 

તમને શું લાગે છે કરણએ બનાવેલા જમવામાં સ્વાદ કેવો હશે ..? અને કિર્તીને જમવાનું પસંદ આવશે કે નહી..! 

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama