KEVAL PARMAR

Comedy Romance Inspirational

4.0  

KEVAL PARMAR

Comedy Romance Inspirational

સફરમાં હમસફર - ૯

સફરમાં હમસફર - ૯

3 mins
196


રાજે કારની ચાવી રોશનીના હાથમાં આપી.

રોશની :- અરે ના ના હું તમારી ઓફિસની કાર આ રીતે નો લઈ જઈ શકુ.

રાજ :- હા પણ હું તને કયા મારી ઓફિસની કાર આપું છું, મારી પાસે જે મારી પોતાની કાર છે આ ચાવી એની છે અને એ અત્યારે પાછળ પડી છે. તો તુંં એ લઈ જા અને એમ પણ અત્યારે આ કોરોનાનો સમય ચાલે છે તો બસમાં મુસાફરી કરવી સારી નથી.

રોશની :- ઓ ઓ મને લાગ્યું કે તમે તમારા ઓફિસવાળી કારની વાત કરતા હશો.

રાજ :- મને ખબર છે કે તને પોલીસની ગાડી બહું ગમે છે પણ હું તને એ કાર અત્યારે નહી આપી શકુ. રવિવારે આપણે બહાર જઈશું ફરવા માટે તો ત્યારે તારે જેટલી ચલાવવી હોય એટલી ચલાવ જે.

રોશની :- તમને યાદ છે આ બધી વાતો !

રાજ :- ઓ વાતુંડી વાત કરમાં હવે તને મોડું નથી થતું ઓફિસએ જવાનું એમ કહીને રોશનીને ત્યાથી જવાનું કહીને રાજ ઘરમાં પાછો આવતો રહ્યો.

આ બધુ માલતી બેન ઉપરથી જોતા હતા, મનમાં થયું કે આ બંને ખાલી ફ્રેન્ડ જ છે કે પછી કઈ આગળ. ના ના મારો રાજ એવું નો કરે જો કઈ હોય તો એ મને કહે તો ખરા આમ વિચારીને માલતી બેન ત્યાથી અંદર જતા રહ્યા.

સાંજે રોશની ઓફિસએથી ઘરે આવી ને સોફા ઉપર બેઠી, ત્યાં માલતી બેન બેઠા બેઠા પેપર વાંચતા હતા અને ભાભી કાનાને રમાડતા હતા. રોશની ને આવતા જોતાની સાથે શ્વેતા ભાભી ઊભા થઈને એના માટે પાણી લેવા ગયા અને કાનો રોશની પાસે રમતો હતો.

માલતી બેન :- ઘર સંભાળવું બહું મુશ્કેલ થઈ જતું હોય છે જ્યારે કોઈ વડીલ ઘરમાં ન હોય.

રોશની :- સાચી વાત છે માસી તમારી મારા પપ્પાના ગયા પછી નાના ભાઈ-બહેન ને ભણાવવા એ કઈ સહેલું નથી. મારા મમ્મીએ

કોઈની મદદ લીધા વગર અમને લોકોને અહીયા સુધી પહોંચાડ્યા છે.

માલતી બેન :- મારા રાજને આવા લોકોની મદદ કરવી બહું ગમે છે આવી જ રીતે મદદ કર્યા કરે છે.

રોશની :- કઈ કિધુ તમે માસી ...!

માલતી બેન હજી કઈ આગળ બોલવા જાય એ પહેલા તો શ્વેતા ભાભી આ વાતને ટાળવા માટે અંદરથી અવાજ કર્યો અને કહ્યું, મમ્મીજી આપણે લોકો જમી લઈએ. મને એવું લાગે છે રાજને આવવામાં થોડું મોડું થશે.

માલતી બેન :- ઠીક છે તુંં જમવાનું તૈયાર કર હું આવી હમણા ઉપર જઈને એટલુ કહીને માલતી બેન ત્યાથી ઉપર જવા માટે નીકળી ગયા.

પછી રોશની અને શ્વેતા ભાભી બંને રસોઈ તૈયાર કરવા લાગ્યા.

શ્વેતા ભાભી :- માફ કરજે રોશની હા, હમણા મમ્મીએ જે કહ્યું એ માટે.

રોશની :- ભાભી એમા તમે શાની માફી માંગો છો અને એવું તો શુ કીધું માસી એ કે જેના લીધે મને ખોટું લાગે. એ બધુ છોડો ચાલો આપણે ફટાફટ જમવાનું તૈયાર કરી લઈએ નહીતર માસી સાચેમાં ખીજાશે.

શ્વેતા ભાભી :- રાજ તારા વિશે જે પણ કહેતો હતો એ એકદમ સાચું જ કહેતો હતો. તુંં જેના પણ ઘરમાં જઈશ એ કેટલું નસીબવાળુ હશે.

રોશની :- અચ્છા રાજ બીજું શું કહેતો હતો મારા વિશે.

ત્યાં માલતી બેન પાછળથી બોલ્યા, રાજ શું કહેતો હતો શ્વેતા.

શ્વેતા ભાભી :- કઈ નહી મમ્મીજી એતો રાજ એમ કહેતા હતી કે આપણે લોકો કેટલા સમયથી બહાર ફરવા નથી ગયા. આ લોક ડાઉનના લિધે તો અત્યારે કોરોના થોડો ઓછો છે તો આપણે બધા ફરવા જઈએ બસ એટલુ જ કહેતા હતા. 

માલતી બેન આવીને ટેબલ ઉપર બેઠા અને જોયુ તો આ ને લોકો હજી રસોડામાં વાતો કરતા હતા. 

શું લાગે છે માલતીબેન આ બંને ને ફરવા લઈ જશે કે પછી ઘરમાં બેઠા બેઠા જ બંનેની દુનીયા ફેરવી દેશે. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy