KEVAL PARMAR

Romance Inspirational

4.0  

KEVAL PARMAR

Romance Inspirational

સફરમાં હમસફર - ૭

સફરમાં હમસફર - ૭

3 mins
387


જ્યા રોશની અંદર બેસી ને જોયું તો સીટમાં પેલું નાનું બાળક હતું અને બાજુ રાજ પાસે ATM માંગવાવાળી છોકરી બેઠી હતી. ત્યારે આગળથી એક અવાજ આવ્યો, 

શ્વેતા ભાભી તમે મને પૂછતા હતા ને કે પેલી છોકરી કોણ હતી. આ એજ છોકરી છે જેના લીધે હું આજ અહીયા છું.

શ્વેતા ભાભી :- ઓ..ઓ તો તમે છો અમારા રાજનું રાજ. બહું રાહ જોવડાવી તમે તો, હવે ઘરે ક્યારે આવવું છે...!

રોશની કઈ બોલવા જાય એના પહેલા બાજુમાં બેઠેલુ બે વર્ષનું બાળક તાળી પાડીને કાકી..કાકી..કાકી બોલવા લાગ્યું.

રાજ:- વાહ રે કાના તું તો બહું હોશીયાર બની ગયો. 

એટલું સાંભળીને રાજ અને શ્વેતા ભાભી બંને હસવા લાગ્યા અને રોશની તો શરમાઈ ગઈ.

થોડી વાર થઈ એટલે રાજ કહે, રોશની તું અહીયા વડોદરામાં ક્યારે આવી કે પછી તું અહીયા જ રહે છે.

રોશની :- હું તો ભાવનગરમાં જ રહું છું પણ ઓફિસના કામથી લઈને પહેલીવાર મારે અહીયા આવવાનું થયું.

રાજ :- તું અહીયા કેટલા દિવસ રહેવાની છો.?

રોશની :- મારે હજી ઓફિસના કામને પુરુ થતા લગભગ 10-15 દિવસ જેવું થઈ જશે.

શ્વેતા ભાભી :- રોશની તમે અત્યારે અહીયા કઈ જગ્યાએ રોકાયા છો..?

રોશની :- અહીયા હું એક હોટેલમાં રહું છું.

શ્વેતા ભાભી :- અત્યાર સુધી ભલે તમે હોટેલમાં રહેતા હતા પણ હવે તમારે હોટેલમાં રહેવાની જરૂર નથી તમારે હવે અમારા ઘરે જ રહેવાનું છે.

રોશની :- અરે હું હોટેલમાં રહી લઈશ, મારા લીધે તમને લોકોને તકલીફ થાય એવું નથી કરવું એટલે હું હોટેલમાં જ બરાબર છું.

શ્વેતા ભાભી:- એમા અમને તકલીફ શું કામ પડે. રાજ હું બધુ તમારા ઉપર છોડું છું કે રોશની હવે વડોદરામાં જેટલા સમય માટે રહેશે એ આપણા ઘરે જ રહેવી જોઈએ. 

રાજ :- સાંભળ્યું ને રોશની તે શ્વેતા ભાભીએ શું કીધું, હવે તારે અમારા ઘરે જ રહેવું પડશે નહી કે કોઈ હોટેલમાં. 

રોશની :- રાજ પણ તમે મારા માટે એટલી તકલીફ શું કામ લ્યો છો...!

રાજ (ગાડી ચલાવતા કાકાની સામે જોઈને) :- રમણ કાકા તમે રોશનીને પૂછી લેજો કે એ કયા હોટેલમાં રહે છે અને ત્યાથી એમનો જેટલો પણ સામાન હોય એ લઈને આપણા ઘરે આવી જજો. રોશની સાંભળ આ રાજ નથી કહેતો હુંં એટલે કે આ જીલ્લાનો કલેક્ટર સાહેબ તને ઓર્ડર આપીને કહે છે.

રોશની અને શ્વેતા ભાભી બંને હસતા હસતા કહે, હા સાહેબ બીજો કોઈ ઓર્ડર છે અને પછી બધા હસવા લાગ્યા. એટલી વારમાં ઘર પણ આવી ગયું એટલે બધા ઘરની અંદર આવ્યા.

શ્વેતા ભાભી બધા માટે ચા બનાવવા અંદર ગયા, રાજ અને રોશની બહાર બેઠા વાતો કરતા હતા. એટલી વારમાં ભાભી આવ્યા બધા માટે ચા લઈને. કાનો રોશનીના ખોળામાં બેઠો બેઠો રમતો હતો તો ભાભી કહે, ચાલ કાના મમ્મી પાસે તારે હવે દૂધ પીવાનો સમય થઈ ગયો છે.

ત્યાં કાનાએ માથું હલાવતા ના ના કહ્યું અને રોશનીના ગળે લાગી ગયો.

શ્વેતા ભાભી:- અરે જોયુ તમે રોશની, તમારે આવ્યા એને હજી થોડો જ સમય થયો છે પણ તમારી સાથે એ કેટલો હળી-મળી ગયો છે અને મમ્મી પાસે આવવાનું નામ પણ નથી લેતો.

રોશની :- અહીયા લાવો દૂધની બોટલ તમે હું પીવડાવી દઉ છું એમ કહીને રોશની એ બોટલ લઈને કાનાને દૂધ પીવડાવ્યું અને બધા બેઠા બેઠા હસતા હતા. ત્યાં ઉપરથી રાજના મમ્મી નીચે આવ્યા. 

તો હવે રાજના મમ્મી આવીને શું કરે છે કે શું બોલે છે એ હવે આગળના ભાગમાં જોશું. 


Rate this content
Log in

Similar gujarati story from Romance