KEVAL PARMAR

Comedy Romance

3  

KEVAL PARMAR

Comedy Romance

સફરમાં હમસફર - ૧૦

સફરમાં હમસફર - ૧૦

3 mins
205


વાતો સાંભળતા માલતી બેન જમવાના ટેબલ ઉપરથી બોલ્યા, તમારે બંનેને બેસવા માટે મારે શું મુહૂર્ત જોવડાવવું પડશે...?

શ્વેતા ભાભી :- ના મમ્મીજી અમે પણ સાથે જ બેસવાના છીએ એમ કહીને બંને પણ જમવા બેસી ગયા. હજી થાળીમાં જમવાનું લેતા હતા, ત્યાંં રાજ આવ્યો અને બોલ્યો, ભાભી જમવામા આજે શું બનાવ્યું છે, જે પણ બનાવ્યું હોય તે આપો. મને તો આજે બહુ ભૂખ લાગી છે.

માલતી બેન :- હા બેટા અહીયા બેસી જા તારા માટે જમવાનું તૈયાર જ છે.

રાજ હમેશાં એના મમ્મીની બાજુમાં જ જમવા બેસતો હતો એટલે માલતીબેન એ રાજ માટે એની બાજુમાં જમવાનું કાઢ્યું હતું પણ રાજ આજે ત્યાંં બેસવાની જગ્યાએ રોશનીની બાજુમાં બેસી ગયો. રોશની એ પણ હજી જમવાનું ચાલું જ કર્યું હતું તો રોશની જે થાળીમાં જમતી હતી એ થાળી રાજ પોતાની પાસે લઈને જમવા લાગ્યો.

રોશની :- અરે રાજ તમે પહેલા હાથ તો સાફ કરી લ્યો પછી જમવાનું ચાલું કરો.

રાજ :- ચાલશે હવે તું અત્યારે કઈ ના બોલ, મને તો બહુ જોરદારની ભૂખ લાગી છે.

રોશની :- તમને ભલે જોરદારની ભૂખ લાગી હોય પણ આજે તમને હું હાથ સાફ કર્યા વગર જમવા નહી દઉ એમ કહીને રાજ પાસે થી થાળી લઈ લીધી.

રાજ :- જો રોશની મસ્તી નહીકર, તું મને જમવા દે.

વળતા જવાબમાં રોશની એ ફરીવાર કહ્યું કે હું તમને ના નથી પાડતી જમવાની પણ એ પહેલા તમે હાથને સાફ કરી નાખો.

ત્યાંં શ્વેતા ભાભી બોલ્યા, બરાબર છે રોશની અમે લોકો ઘણીવાર કહીએ પણ સાહેબને મનમાં હોય ત્યાંરે જ હાથ સાફ કરવા જાય છે અને મુડમાં ના હોય તો જતા નથી.

રોશની :- એવું હોય તો શ્વેતા ભાભી આજે રાજ જો હાથ સાફ કરીને આવે તો જ જમવા દઈશ.

શ્વેતા ભાભી :- આજે તો બરાબરના હાથમાં આવી ગયા છે સાહેબ.

રોશની રાજને નજીક બોલાવીને કહે, અત્યારે તમે જો હાથ સાફ કરીને આવો તો રાતે તમારા માટે એક સરપ્રાઈઝ છે.

આ વાત સાંભળીને રાજ તરત જ હાથ સાફ કરવા માટે ઊભો થયો અને જતા જતા રોશનીના માથામાં હળવેકથી ટાપલી મારીને કહે આઈ લાઈક યુ.

આ સાંભળતા શ્વેતા ભાભીએ ઊધરસ ખાઈને હસવા લાગ્યા.

ત્યાંં માલતી બેન એ પાણી પીધું અને ઊભા થયા તો રોશની એ પુછયું, માસી કેમ એટલું વહેલુંં જમી લીધું.

માલતી બેન :- આ બધુ જોઈને આજે મારુ પેટ વહેલા ભરાઈ ગયું એમ કહીને ત્યાંથી નીકળી ગયા.

રોશની શ્વેતા ભાભીની સામે જોઈને કહે હવે આમને શું થયું ..?

શ્વેતા ભાભી :- એમને તો આવુંં બોલવાની આદત છે એ બધુ છોડને તે એવુંં તો શું કીધું કે રાજ હસતો હસતો પોતાના હાથ સાફ કરવા માટે ગયો.

રોશની :- અરે એવુંં કઈ ખાસ નથી કીધું ભાભી, મે તો બસ એટલું કીધું કે તમે અત્યારે હાથ સાફ કરીને આવો તો રાતે તમારા માટે એક સરપ્રાઈઝ છે.

શ્વેતા ભાભી :- ઓ હો રોશની, એવી તો કઈ સરપ્રાઈઝ તું આપવાની છે જરા અમને તો કે.!

રોશની :- ભાભી એવી કોઈ સરપ્રાઈઝ હું રાજને નથી આપવાની, એતો હાથ સાફ કરવા જાય એટલા માટે મે એમને લાલચ આપી છે. જ્યારે મારા પપ્પાને અમારી પાસે કઈક કામ કરાવવું હોય ત્યાંરે એ આમ જ સરપ્રાઈઝ આપવાના બહાને કામ કરાવી લેતા હતા અને પછી જ્યારે અમે અમારી સરપ્રાઈઝનું પૂછતા તો કહેતા કે મે એમ કીધું હતું કે હું તમને સરપ્રાઈઝ આપીશ પણ ક્યારે આપીશ એ નથી કહ્યું. આ વાત સાંભળતા ભાભી કહે, વાહ રોશની મેડમ તમે તો સાહેબને પણ લાલચ આપીને કામ કરાવી લીધું અને બંને હસવા લાગ્યા.

ક્રમશ :


Rate this content
Log in

Similar gujarati story from Comedy