KEVAL PARMAR

Romance

4.5  

KEVAL PARMAR

Romance

સફરમાં હમસફર - ૧

સફરમાં હમસફર - ૧

3 mins
541


એક દિવસ રાજ ઇન્ટરવ્યૂ આપી ને બસ સ્ટેશનમાં બસની રાહ જોતો હતો. ત્યારે તેની સામેની સીટ ઉપર એક છોકરી આવીને બેસી. થોડીવાર થઇ એટલે છોકરીએ રાજ સામે જોઈને હસી અને આવું બે-ત્રણ વાર થયું. રાજે મનમાં વિચારે કે હુ આ છોકરીને ઓળખતો નથી અને આ કેમ મારી સામે જોઇને વારંવાર હસે છે. આમ વિચારીને રાજ એને પુછવા માટે સામે જોયું તો છોકરીએ સામેથી કહ્યુ, 'હેલ્લો મારુ નામ રોશની છે અને આજે તમારું ઇન્ટરવ્યૂ હતું એ કેવું રહ્યું ?'

રાજ :- 'આજુબાજુ જોયુ અને કહે તમે મને કહો છો !'

રોશની :- 'હા, હું તમને જ કહુ છું.'

રાજ :- 'તમને કઇ રીતે ખબર કે હુ આજે અહીયા ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યો છું ?'

રોશની :- 'તમે જ્યા ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા, હુ પણ ત્યાં જ ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી અને ત્યારે મે તમને જોયા હતા.'

રાજ :- 'મારુ ઇન્ટરવ્યૂ તો સારું ગયું અને તમારું કેવું રહ્યું ઇન્ટરવ્યૂ ?'

રોશની :- 'એકદમ બકવાસ ગયું, ઇન્ટરવ્યૂ લેવાવાળો કેવો ચાપલા જેવો હતો અને પ્રશ્ન પણ એની જેવા જ પૂછતો મતલબ કે બકવાસ.'

રાજ :- 'એવા તો તમને વળી કેવા પ્રશ્નો પુછ્યા કે તમે આ રીતે બોલો છો.'

રોશની :- 'અરે તમે વિશ્વાસ નહી કરો એને તો બધા પ્રશ્ન એની જેવા જ પુછ્યા અને હદ તો ત્યારે થઇ કે એણે મને એક પ્રશ્ન પુછયો.'

'સુરતથી એક ટ્રેનને વડોદરા પહોંચતા 1 કલાક અને 30 મિનીટ લાગે છે અને બીજા દિવસે એજ ટ્રેનને 90 મિનીટ લાગે છે તો કઇ ટ્રેન સૌથી ઝડપી કહેવાય ?'

'થોડી વાર વિચારીને મે કહ્યુ, સર 90 મિનીટવાળી ટ્રેન સૌથી ઝડપી છે.'

આ જવાબ સાંભળતા રાજ પણ હસવા લાગ્યો તો રોશની કહે તમે કેમ હસવા લાગ્યા, ઇન્ટરવ્યુ લેવાવાળો બબૂચક પણ આ રીતે હસવા લાગ્યો હતો.

રાજ :- 'માફ કરજો, પણ જો તમને ખોટું ના લગે તો એક વાત કહુ.'

રોશની :-' કહો ને એમા શુ ખોટું લગાડવાનું.'

રાજ :- 1 કલાક 30 મિનીટ અને 90 મિનીટ બંને એક થાય છે.

રોશની (મોઢું ફુલાવતા) :- 'જો એને મને નોકરીમા લેવી ના હોય તો ના પાડી દેવાઈ પણ આવા પ્રશ્નો પછીને કોઇને હેરાન નો કરાઈ.'

એટલુ થયું તો રાજ કહે ચાલો મારી બસ આવી ગઇ છે.

રોશની :- 'તમે આ બસમાં જવાના છો...!'

રાજ :-' હા, આ બસનું છેલ્લું સ્ટેશન એટલે મારી મંજીલ (ઘર)'.

એટલું કહીને રાજ ચાલવા લાગ્યો તો સાથે સાથે રોશની પણ ચાલવા લાગી.

રાજ :- 'ચાલોનો મતલબ કે મારી બસ આવી ગઇ છે એટલે હુ જાઉં છું.'

રોશની :- 'હા, બાબા મને ખબર છે કે ચાલોને મતલબ શુ થાય પણ મારી મંજીલ પણ તમારી સાથે જ આવી જાય છે.'

રાજ :- 'મતલબ શું તમારો ?'

રોશની :- 'હુ એમ કહેવા માંગું છું કે મારા ઘરના સ્ટેશન સુધી પણ આ બસ જાય છે.

રાજ :- 'ઓ હો તો ચાલે ત્યારે આપણે બંને સાથે જઇએ આપણી મંજીલ તરફ.'

એટલુ કહીને બંને એક જ બસમાં સાથે નીકળ્યા ઘરે જવા માટે. તો તમને શુ લાગે છે કે આ બંનેની મુલાકાત કોઇ રંગ લાવશે. બંને એક સાથે બસમાં તો જાય છે પણ એક સાથે નીચે ઉતરશે ખરા.


Rate this content
Log in

Similar gujarati story from Romance