KEVAL PARMAR

Romance

4.5  

KEVAL PARMAR

Romance

સફરમાં હમસફર - ૩

સફરમાં હમસફર - ૩

3 mins
557


રોશની :- 'હુ શુ કહેતી હતી, હા જો યાદ આવી ગયું તમને ભુખ લાગી છે. સાચું કહુંને તો મને તો બહુ જોરદારની ભુખ લાગી છે.'

રાજ :- 'અરે હમણાં જ તમે બેઠા બેઠા વેફર ખાધી હતી.'

રોશની :- 'હા તો એમા શુ થયું હુ જ્યારે પણ આ રીતે બહાર જાઉ ત્યારે મને બહુ જ ભુખ લાગે છે. હુ બધુ સહન કરી શકુ પણ મારાથી ભુખ સહન ના થઇ શકે.'

ત્યાં કંડક્ટરનો અવાજ આવ્યો 'ચાલો ભાઇઓ-બહેનો આગળ આવતી હોટલમાં બસ વીસ મીનીટ જમવા માટે ઉભી રહેશે. તો જેને પણ જમવું હોય તેમમણ સમયસર જમીને બસમાં આવતા રહેજો.'

આ સાંભળીને રાજ, 'લ્યો તમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી અને બસ જમવા માટે હોટલમાં જવાની છે.'

આ સાંભળતો રોશની તો નાના બાળકની જેમ તાળી પાડવા લાગી અને રાજની પાસે હાથ આપીને કહે ચાલો તાળી તો આપો. પછી બસ હોટેલમાં જઇને ઉભી રહી તો બંને નીચે ઉતર્યા. નીચે ઉતરીને જોયુ તો જમવા માટે તો બહુ ભીડ હતી. આ જોઇને રાજ હસવા લાગ્યો તો રોશની રાજ સામે જોઇને કહે, આ બધુ તમારા કારણે થયું છે તમે કેમ બસમાંથી એટલા ધીરે ધીરે ઉતરતા હતા. જો આપણે પહેલા ઉતર્યા હોત તો આપણે પણ જમવા બેસી ગયા હોત.

રાજ :- 'અરે પણ એમા મારો શુ વાંક, બધા જેમ જેમ નીચે ઉતરતા હતા તેમ હુ પણ નીચે ઉતરતા હતો.'

રોશની :- 'એ જે હોય તે તમે જાણો પણ તમે અત્યારે અંદર જાઓ અને જમવા માટેના કૂપન લઇને આવો.'

રાજ :- 'થીક છે હુ જાવ છું એમ કહીને રાજ અંદર ગયો કૂપન લેવા માટે પણ કૂપન મળ્યા નહી. આ વાત જ્યા રોશનીને કહેવા માટે બહાર આવ્યો તો રોશની બુમ પાડીને રાજને બોલાવતી હતી. રાજે આજુબાજુ જોયુ તો કઇ દેખાય નહી પણ પછી ખ્યાલ આવ્યો કે રોશની તો રોડની પહેલી બાજુ પહોંચી ગઇ છે અને મને ત્યાં બોલાવે છે.'

રાજ :- 'તમે અહીયા શુ કરવા માટે આવ્યા ?'

રોશની (તરવાનો અભીનય કરતા):- 'અહીયા આપણે તરતા શીખીશું. અરે યાર તમે પણ કેવા પ્રશ્નો પુછો છો. મને ખબર હતી કે ત્યાં તમને કૂપન નહી મળે એટલે મને અહીયા આ કાકાના ગાંઠિયા અને મરચાની સુગંધ ખેંચીને લાવી. સુગંધ મારી બાજુમાં આવીને કહે, રોશની બેટા તું પેલી હોટલમાં ના જમતી. ત્યાં જમવાનુ સારું નથી આવતું અને તારું પેટ પણ ખરાબ થઇ જશે એટલે તું મારી સાથે ચાલ હુ તને મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા અને મરચા ખવડાવું અને હુ એની પાછળ પાછળ ખેંચાઈને આવી ગઇ.'

રાજ :- ખરેખર તું અત્યારે ગાંઠિયા ખાઈશ.

રોશની :- 'હુ તો ગુજરાતી છું અને ગુજરાતીને તો ચોવીસ કલાકમાં ગમે તે સમયે ગાંઠિયા આપો તો ના પાડે જ નહી. એટલે હુ તો ગાંઠિયા જ ખાઈશ, તમારે જો ખાવા હોય તો ચાલો.'

રાજ :- 'ના ના તુ જ ખાઇ લે ગાંઠિયા મારે નથી ખાવા.'

રોશની :- 'જેવી તમારી ઇચ્છા, મને તો જોરદાર ભુખ લાગી છે એટલે હુ તો ખાઈશ અને એમ પણ હોટલમાં બહુ ભીડ છે તો ત્યાં સમય લાગશે અને આપણો સમય આવશે તો બસને નીકળવાનો સમય થઇ જશે.'

રોશની ગાંઠિયા જમતી જાય અને ગાંઠિયાના વખાણ કરતી જાય કે શુ ગાંઠિયા બનાવ્યા છે કાકા તમે મજા પડી ગઇ. એક ગાંઠિયો જમે અને વખાણ કરતી જાય. રોશનીએ રાજ સામે જોઇને પુછયું કે 'તમે લેશો ? તો રાજે મોઢુ હલાવીને ના પાડી.

રોશની :- 'હુ સાચું કહુ છું કે તમે પછતાશો જો આ ગાંઠિયા નહી જમો ને તો.'

રાજ :- 'ના ના તુ જમી લે હુ અહીયા બરાબર છું.'

વાત જો ગાઠીયા અને મરચાની હોય તો એમા પાક્કો ગુજરાતી ક્યારેય ના નહી પાડે. આ બધી તો સાચી વાત પણ શુ રાજ ગાઠીયા ખાશે કે પછી ભુખ્યો જ રહેશે. 


Rate this content
Log in

Similar gujarati story from Romance