સફરમાં હમસફર - ૫
સફરમાં હમસફર - ૫
રોશની :- ઓ ભાઈ તમે ચૂપચાપ રિક્ષા ચલાવોને.
રિક્ષાવાળો :- ઓ બેન હું જાગૃત ભારતનો એક નાગરિક છું સાચું હોય એ કહો નહીતર હું હમણા જ રિક્ષાને પોલીસ સ્ટેશનએ લઈ જાવ છું.
રોશની કંઈ હજી આગળ બોલવા જાય એ પહેલા રાજ બોલ્યો જોવો રોશની આપણી બસ અહીયા જ ઊભી છે.
રાજ :- ઓ ભાઈ ઓ રિક્ષાને થોડી બાજુમાં ઊભી રાખો એટલે અમે લોકો બસમાં જતા રહીએ નહીતર પાછા બસ ચૂકાઈ જશે. એમ કહીને બંને રિક્ષામાંથી નીચે ઉતરી ગયા અને બસની અંદર ગયા.
અંદર જતા રોશની તો જોર-જોરથી કંડક્ટર ઉપર બોલવા લાગી કે કોણ છે જેને તમને કંડક્ટર બનાવ્યા. તમને એટલી તો ખબર હોવી જોઈએ કે કોઈ પેસેન્જર નીચે રહી તો નથી ગયું ને. એતો સારું
થયું રાજ મારી સાથે હતા એટલે કઈ પ્રોબ્લમ થઈ નહી. બાકી એકલી છોકરીને જોઈને ઘણા લોકો ફાયદો ઉપાડે છે.
કંડક્ટર :- મોટાભાઈ આ તમારી પત્નીને સમજાવો આવી રીતે જોર-જોરથી ના બોલે. બધા પેસેન્જર સૂતા છે.
આ સાંભળતા રોશની મોઢા ઉપર ફરીવાર એક આછું હાસ્ય આવ્યું.
રાજ :- અરે મે તમને પહેલા પણ કહ્યું હતું કે આ મારી પત્ની પણ નથી અને ગર્લફ્રેન્ડ પણ નથી.
કંડક્ટર :- ભાઈ એ જે પણ હોય અત્યારે તમારી સાથે છે તો મહેરબાની કરીને એમને શાંત થવાનું કહો અને તમારી જગ્યાએ બેસી જાવ.
રાજ :- રોશની આ બધુ છોડી દો આપણને આપણી બસ મળી ગઈ એ મોટી વાત છે એમ કહીને રાજ રોશનીને લઈને પોતાની જગ્યા બાજુ લઈ ગયો.
જતા જતા રોશની બોલતી જાય છે કે આ વખતે જવા દઉ છું પણ બીજીવાર આવી ભૂલ નહી કરતા નહીંતર તમને બહું મોટો પ્રોબ્લમ થઈ જશે. પછી બંને પોતાની સીટ ઉપર જઈને બેઠા.
રોશની :- તમે સાચું કહેતા હતા રાજ આપણે આજે બસ ચૂક્યા એમા મારો જ વાંક હતો. જો હું રોડની પહેલી બાજુ ગાંઠિયા ખાવા માટે ગઈ જ ના હોત તો આપણાથી બસ ચૂકાત જ નહી.
રાજ :- ના ના રોશની આમાં વાંક મારો જ હતો. કેમ કે જો મે ગાંઠિયા ખાવામાં એટલા નખરા કર્યા જ ના હોત તો આપણે આજ એટલી બધુ પ્રોબ્લમ થાત જ નહીં.
આ બંનેની ચર્ચામાં અવાજ એટલો બધો વધી ગયો કે ફરીવાર કંડક્ટર આવ્યો અને કહે, આમાં બધો વાંક મારો છે તમારા બંનેનો વાંક નથી તો તમે અત્યારે શાંતિથી સૂઈ જાવ અને બધાને સૂવા દો.
આ સાંભળીને રાજ અને રોશની હસવા લાગ્યા અને વાતો કરતા કરતા રોશનીને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ના પડી.
સવારમાં ઊઠીને જોયું તો રાજના ખભા ઉપર માથુંં રાખીને સૂતી હતી. જ્યા ખબર પડી કે રાજના ખભા ઉપર માથું રાખ્યું છે એટલે તરત જ ત્યાંથી માથુંં લઈને બીજી બાજુ સૂવાનો પ્રયત્ન કર્યો
બસનું છેલ્લું સ્ટેશન આવી ગયું છે. ત્યારે રોશની ઊંઘમાંથી જાગી અને જોયું તો બાજુમાં રાજ હતો નહી. આજુબાજુમાં જોયું પણ કંઈ દેખાયો નહી.
શું લાગે છે તમને રાજ રોશનીને ફરીવાર મળશે કે પછી એક ખૂબસુરત સ્ટોરીનો અંત આવી જશે.

