KEVAL PARMAR

Romance Inspirational

4.0  

KEVAL PARMAR

Romance Inspirational

સફરમાં હમસફર - ૬

સફરમાં હમસફર - ૬

3 mins
372


થોડા સમય પછી કંડક્ટર કહે ચાલો બધા આ બસનું છેલ્લું સ્ટેશન આવી ગયું છે. ત્યારે રોશની ઊંઘમાંથી જાગી અને જોયું તો બાજુમાં રાજ હતો નહી. આજુબાજુ જોયું પણ કંઈ દેખાયો નહી.

રોશની :- કંડક્ટર સાહેબ મારી બાજુમાં બેઠા હતા એ ક્યાં ગયા ? 

કંડક્ટર :- એ હમાણા પાંચ મિનિટ પે'લા જ ઉતરી ગયા.

રોશની લાગ્યું કે આ કોઈ સપનું છે એમ વિચારીને પોતાના હાથ ઉપર ચીટીયો ભર્યો તો ખબર પડી કે આ હકીકત હતી. લાંબી મુસાફરી કરી છતા પણ મને થાકનો અનુભવ પણ થયો નથી. કંઈક તો હતું આ વ્યકિતમા જેના લીધે હુ એમના વિશે એટલું બધુ વિચારી રહી છું. રોશની ઉપર જોઈને કહે હે ભગવાન એ વ્યકિત જો ફરીથી આવે ને તો પાછો જવા નહી દઉ, બસ ફરી એકવાર મળે એટલી વાર છે. આમ નિર્ધાર કરીને રોશની એના ઘરે જતી રહી.

આ વાતને વીતી ગયા એને લગભગ દોઢ વરસ જેવું થયું. એક દિવસ રવિવારની સવારે રોશની શોપીંગ કરવા મોલમાં આવી હતી. ખરીદી કરી જે જ્યારે એ બિલ આપવા માટે લાઈનમાં ઉભી રહી. ત્યારે લાઈનમાં કોઈ યુવાન નાના બાળકને તેડીને ઊભું હતું. નાના બાળકને જોઈને રોશની પણ એની સાથે મસ્તી કરવા લાગી અને એને હસાવવાનો પ્રયત્ન કરતી હતી. ત્યારે બાળકના હાથ રહેલુ એનું રમકડું નીચે પડ્યું એટલે રોશની એ રમકડાને લેવા ગઈ ત્યારે બાળકને જે યુવાન એ તેડ્યો હતો એણે પાછું વળીને જોયું. રોશનીએ નીચે પડેલુ રમકડું આપવા માટે જ્યાં ઊંચું જોયું તો બાળકને તેડવાવાળો યુવાન બીજુ કોઈ નહી પણ રાજ હતો.

રોશનીને વિશ્વાસ નથી આવતો કે મારી સામે રાજ ઊભો છે. હજી રોશની કઈ સમજવા જાય કે કઈ વાત કરે એના પહેલા તો કોઈ લગ્ન થયેલી છોકરી રાજની બાજુ આવી ને રાજ પાસેથી ATM કાર્ડ માંગ્યું.

રાજે કાર્ડ આપ્યુ અને રાજ રોશની સામે જોઈને કંઈ કહેવા જાય એ પહેલા તો ભીની આંખો લઈને રોશની ત્યાંથી નીકળી ગઈ. ત્યારે રાજ કહે શ્વેતા ભાભી તમારી બધી શોપીંગ થઈ ગઈ.

હા, મારી બધી શોપીંગ પુરી થઈ ગઈ છે પણ પહેલી છોકરી તને જોઈને કેમ આમ આશ્ચર્યમાં પડી ગઈ અને હું આવી એટલે એના ચહેરાનો રંગ કેમ ઊડી ગયો અહીયાથી જતી કેમ રહી.

અરે ભાભી દોઢ વરસ પછી મારા જીવનમાં રહેલા અંધારાને રોશન કરવા માટે રોશની પાછી આવી ગઈ.

ભાભી :- શુ બોલે છે તું ...?

રાજ :- તમને હુ બધુ સમજાવીશ પહેલા તમે અહીયાથી ચાલો.

રોશની જ્યારે શોપીંગ કરીને મોલના ગેટ પાસે આવી ત્યારે સામેથી એક પોલીસની ગાડી આવી અને એની પાછળ બીજી એક ગાડી આવી. જોયું તો નીચે કલેક્ટર એવું લખાયેલુ હતું. ગાડીમાંથી એક પોલીસવાળો નીચે ઉતરી ને રોશની પાસે આવ્યો અને કહ્યું, તમને અમારા સર બોલાવે છે.

રોશની :- પણ કોન તમારા સાહેબ અને મને કેમ બોલાવે છે.

પોલીસ :- આ જીલ્લાના કલેક્ટર સાહેબ તમને બોલાવે છે એમ કહીને રોશની ને પાછળવાળી ગાડીનો દરવાજો ખોલીને અંદર બેસવાનું કહ્યું.

રોશની જ્યારે અંદર બેસીને જોયું તો, એ હવે આપણે જોઈશું આગળના ભાગમાં. 


Rate this content
Log in

Similar gujarati story from Romance