KEVAL PARMAR

Comedy Romance Inspirational

4.0  

KEVAL PARMAR

Comedy Romance Inspirational

સફરમાં હમસફર - ૪

સફરમાં હમસફર - ૪

3 mins
412


રોશની :- જેવી તમારી મરજી હવે હું તમને વધારે નહી કહું કે હું જો તમને કહેવા રહીશ તો હું જ નાસ્તા વગર રહી જઈશ.

અહીયા રાજ બાજુમાં ઊભા ઊભા થોડીવાર રોશનીની સામે જોવે અને થોડીવાર ગાંઠિયાને જોવે. 

હવે રાજથી રહેવાનું નહી અને રોશનીને પૂછયું સાચું ગાંઠિયા મસ્ત બન્યા છે.

રોશનીએ ગાંઠિયાની ડિશ રાજ આગળ આપી અને કહે લો તમે પણ ટેસ્ટ કરો. એટલું સાંભળીને રાજે પણ ડિશમાંથી ગાંઠિયો ટેસ્ટ કર્યો. અરે શું વાત છે કાકા તમે તો બહું મસ્ત બનાવ્યા છે.

રોશની :- જોયુ ને તમે હું સાચું જ કહેતી હતી કે ગાંઠિયા તો બહું જોરદાર બનાવ્યા છે કાકાએ.

ત્યાર પછી બંને નાસ્તો કરીને જ્યાં પોતાની બસ તરફ જવા નીકળ્યા તો જોયું ત્યાં બસ તો ઊંભી જ નથી.

રોશની :- રાજ આપણી બસ તો અહીયા છે નહી.

રાજ :- શું તમે પણ મજાક કરો છો, પેલા કંડક્ટરે કહ્યું હતું કે વીસ મિનિટ સુધી બસ ઊભી રહેશે. આપણે ગયા હતા ત્યારે મારી ઘડીયાળમાં 10 વાગ્યા અને 15 મિનિટ થઈ હતી અને હજી મારી ઘડીયાળમાં 10 વાગીને 30 મિનિટ જ થઈ છે.

રોશની :- હે ભગવાન તમારી ઘડિયાળ પણ તમારી જેવી ધીમી લાગે છે આપણે આવ્યા એને 30 મિનિટ થઈ ગઈ અને તમે ધ્યાન થી જોવો તમારી ઘડિયાળ બંધ થઈ ગઈ છે.

રાજ :- પોતાની ઘડિયાળ સામે જોઈને કહે શું વાત કરો છો તમે..?

અરે તો અહીયા ઊભા કેમ છો ! ભાગો જલદી એમ કહીને બંને બસ પાછળ દોડવા લાગ્યા અને જોર જોરથી બૂમ પાડવા લાગ્યા ઓ ભાઈ બસ ઊભી રાખો અમે હજી બાકી છીએ. ઘણી બૂમ પાડી પણ બસ ઊભી ના રહી.

રાજ :- આ બધુ તમારા લીધે જ થયું છે તમારે બહું શોક હતો કાકાના ગાંઠિયા ખાવા જવાનો, જો આપણે ત્યાં ગયા જ ના હોત તો આપણી બસ ચુકાત નહી.

રોશની :- ઓ હલ્લો, બસ મારા લીધે નહી પણ તમારા લીધે ચુકાઈ ગઈ છે. ગાંઠિયા ખાવાના નખરા તમે કરતા હતા હું નહી.

હવે આ વાત ઉપર દલીલ કરીને કોઈ મતલબ નથી, આપણે પહેલા આપણી બસને પકડી લઈએ ત્યાર પછી નક્કી કરીશુંં કે બસ કોના લીધે ચૂકાઈ ગઈ.

રાજ :- હા તો ચાલો રાહ કોની જોવો છો આપણે જે પણ વાહન આવે એને ઊભું રાખીને મદદ માંગવાનો પ્રયત્ન કરીએ.

પછી બંને રોડ ઉપર આવીને હાથ ઉપર નીચે કરીને આવતી જતી ગાડીઓ પાસે મદદ માંગવાનો પ્રયત્ન કરે છે પણ કોઈ ગાડી ઊભી રાખતું જ નથી. બહું મહેનતના અંતે રીક્ષાવાળાએ રીક્ષા ઊભી રાખી અને પછી બંને રીક્ષામાં બેઠા.

રીક્ષાવાળો :- ક્યા જવું છે તમારે ..?

રાજ :- અમારી બસ ચૂકાઈ ગઈ છે અને અમારે એને પકડવાની છે.

રીક્ષાવાળો :- ઠીક છે પણ ભાડું પણ એ રીતે આપવું પડશે તો જ રીક્ષામાં બેસજો.

રાજ :- ઠીક છે પહેલા રીક્ષા ચાલુ તો કરો, અમને બસ સુધી પહોંચાડો ત્યાર પછી તમને ભાડુ આપીશુંં.

રીક્ષાવાળો :- હા ભલે, પણ પહેલા ચોખવટ કરવી જરૂરી છે.

પછી બંને રીક્ષામાં બેસીને ચૂકાઈ ગયેલી બસને પકડવા માટે ગયા. હજી થોડા આગળ જતા રીક્ષાવાળાએ પૂછયું, તમે અહીયાના તો નથી લાગતા. તો તમે ક્યાંથી આવો છો અને કોણ છો ? ચોરી કરીને તો નથી આવ્યાને કે પછી ભાગીને આવ્યા છો. 

બસ તો જતી રહી છે તો શું હવે બંને ફરીથી પાછા પોતાની બસમાં બેસશે કે પછી આ રીક્ષાવાળો કઈક નવું જ ચેપ્ટર ઊભું કરશે !


Rate this content
Log in

Similar gujarati story from Comedy