સફરમાં હમસફર - ૮
સફરમાં હમસફર - ૮
રાજના મમ્મીને આવતા જોઈને બધા ઊભા થઈ ગયા, રાજ કહે રોશની આ મારા મમ્મી છે અને આમનું નામ માલતી બેન છે. મમ્મી આ મારી ફ્રેન્ડ રોશની છે એટલું સાંભળતા રોશની માલતી બેનને જય શ્રી કૃષ્ણ કહીને પગે લાગી.
માલતી બેન :- ખુશ રહો બેટા ખુશ રહો.
રાજ :- અમે લોકો 2 વર્ષ પહેલા મળ્યા હતા અને પછી આજે આમ અચાનક જ મુલાકાત થઈ ગઈ.
માલતી બેન :- તારા માટે તો તારી ફ્રેન્ડ હશે પણ અમારા માટે તો મહેમાન જ કહેવાય ને થોડા દિવસોના.
શ્વેતા ભાભી :- તમે બધા ઊભા કેમ છો બેસો ને..!
પછી બધા બેઠા અને વાતો કરતા હતા.
એક વાત તમને કહું તો જ્યારથી રાજ કલેક્ટર બન્યો ત્યાંરથી માલતી બેનનો સ્વભાવ થોડો અભિમાની બની ગયો હતો અને આજ સ્વભાવને લીધે વાતો વાતોમાં માલતી બેને રોશનીને પૂછ્યું, બેટા તારા પરિવારમાં કોણ કોણ છે..?
રોશની :- માસી મારા પરિવારમાં અમે ચાર જણા છીએ. મારા મમ્મી, હું અને એક નાનો ભાઈ અને બહેન.
માલતી બેન :- અને તારા પપ્પા શુંં કરે છે...?
રોશની :- થોડા ભીના અવાજે, એક વર્ષ પહેલા જ એક અકસ્માતમાં એમનું અવસાન થયું હતું.
માલતી બેન :- ઓ ઓ તો ઘરને ચલાવવામાં ઘણી મુશ્કેલી આવતી હશે ..!
રોશની :- ના ના માસી, હવે હું પણ નોકરી કરુ છું તો ઘરનો બધો ખર્ચ હું કાઢી લઉ છું અને નાના ભાઈ-બહેનને અભ્યાસમાં પણ મદદ કરવી લઉ છું.
રાજ :- અરે મમ્મી આ બધી વાતો તો પછી થતી રહેશે અને એમ પણ રોશની 15 દિવસ માટે અહીયા જ રહેવાની છે.
રાજ :- રોશની રમણ કાકા તારો સામાન લઈને આવી ગયા છે ચાલ તને હું તારો રૂમ બતાવું એમ કહીને બંને ત્યાંથી ઊભા થઈ ગયા.
થોડા આગળ જતા રોશની કહે, શું રાજ તમે પણ ઘરના મોટા માણસો જ્યારે આ રીતે વાત કરતા હોય તો આવી રીતે વચ્ચેથી ઊભા નો થવાઈ.
રાજ :- હા તને બહું બધી ખબર પડે, તું મારા મમ્મીને હજી નથી ઓળખતી જો થોડો સમય પણ તું વધારે બેસી હોત તો નહી પૂછવાના પ્રશ્ન પૂછીને તને હેરાન કરી નાખત અને તને પાછું ખોટું લાગી જાય.
રોશની :- એ જે હોય તે પણ આપણે આ રીતે ઊભું ના થવું જોઈએ.
રાજ :- ઓકે મેડમ આગળથી હું ધ્યાન રાખીશ. જેટલી શિખામણ આજ સુધી મારા મમ્મીએ નથી આપી એટલી તો તે મને એક દિવસમાં આપી છે.
રોશની :- હા હવે બહું સારું, ટોંટ મારવાનુ બંધ કરો અને ચાલો મને મારો રૂમ બતાવો.
પછી રાજ રોશનીને રૂમ બતાવીને ત્યાંથી નીકળી ગયો.
બીજા દિવસે સવારમાં રોશની પોતાના ઓફિસે જવા માટે નીકળી તો રાજે જોયુ કે રોશની કઈક બહાર જવા માટે રિક્ષાની રાહ જોતી હતી. રાજ રોશની ની પાસે જઈને કહે, એટલી વહેલી સવારમાં કયા જાય છે..?
રોશની :- આજે ઓફિસના કામથી લઈને થોડું બહાર જવાનુ છે તો બસ સ્ટેશન સુધી કોઈ રિક્ષા મળી જાય તો એમા બેસીને સ્ટેશન પહોંચી જાવ અને પછી ત્યાંથી બસમા જતી રહું.
રાજ :- તને કાર ચલાવતા આવડે છે..!
રોશની :- હા આવડે છે પણ તમે કેમ એવું પૂછ્યું...?
રાજ :- બે મીનીટ અહીયા ઊભી રે હું હમણા આવું છું એમ કહીને રાજ પોતાના રૂમમાં ગયો.
રાજ રોશનીને બે મીનીટ ઊભુ રહેવાનુ કહ્યુ. શું રાજ રોશનીને એની ઓફિસ સુધી મુકવા જશે કે પછી કઈ બીજુ જોઈએ હવે આગળ શું થાય છે

