KEVAL PARMAR

Romance Inspirational

4.0  

KEVAL PARMAR

Romance Inspirational

સફરમાં હમસફર - ૨

સફરમાં હમસફર - ૨

3 mins
424


બંને બસમાં આવીને બેઠા એટલે બસ સ્ટેશન પરથી નીકળી ગઈ. રોશનીએ તો પોતાના કાનમાં ઈઅરફોન નાંખીને ગીતો સાંભળવા લાગી અને રાજ બેઠો બેઠો બુક વાંચતો હતો એટલીવારમા કંડક્ટર આવ્યો તો રાજ એ ટિકિટ લેવા માટે રૂપિયા આપ્યા.

કંડક્ટર એ ટિકિટ તો આપી પણ બાકી રહેલા રૂપિયા પાછા ન આપ્યા.

રાજ :- ઓ... કંડક્ટર સાહેબ બાકીના રૂપિયા તો આપો ....!

કંડક્ટર:- ક્યાંથી આપું બાકી ના રૂપિયા. તમે મને 500 રૂપિયા આપ્યા અને મે તમને 2 ટિકિટ આપી. એમા બાકી કયા કઈ રહ્યું છે ઊલટાનું તમારે મને હજી ચાર રૂપિયા વધારે આપવાના છે.

રાજ :- તમે મને બે ટિકિટ કોની આપી.

કંડક્ટર :- તમારી અને તમારા પત્નીની બીજા કોની હોય.

(પત્નીનુ નામ સાંભળતા રોશની એ ગીત બંધ કરી દીધું અને આ બધી વાતો સાંભળીને મનમાં હસવા લાગી. કાનમાં ઈઅરફોન નાખ્યા અને આંખો બંધ હતી તો રાજને લાગ્યું કે રોશની સૂતી છે.)

રાજ :- સાહેબ એ મારી પત્ની નથી.

કંડક્ટર:- તો ગર્લફ્રેન્ડ હશે તમારી...!

રાજ :- અરે એ મારી ગર્લફ્રેન્ડ પણ નથી.

કંડક્ટર :- હવે એ જે હોય તે, બીજી ટિકિટના રૂપિયા તું એની પાસેથી લઈ લેજે. એમ પણ મારે હજી બાકી બીજા ને ટિકિટ આપવાની છે એટલું કહી ને કંડક્ટર તો ત્યાથી નીકળી ગયા.

રોશની એ મનમાં વિચાર્યું કે રાજ હમણાં મને ઉઠાડીને મારી પાસે ટિકિટ ના પૈસા માંગશે પણ જ્યારે રોશની સામે જોયું તો એના વાળ પવનની લહેર સાથે મળીને આંખ અને ગાલ સાથે રમત રમતા હતા, બીજી બાજુ કાનમાં રહેલી બુટ્ટી પવન સાથે અથડાઈને દરીયાઈ મોજાની જેમ હીલોળા મારતી હતી.

એકદમ માસુમીયતથી ભરેલો ચહેરો જોયો તો મનમાં વિચાર આવ્યો કે અત્યારે અમને ઉઠાડીને ટિકિટના પૈસા લેવા કરતા સવારે લઈ લઈશ.

આમ વિચારીને રાજએ વાત ટાળી નાંખી અને પોતાની બુક વાંચવા લાગ્યો.

રોશનીએ વિચાર્યું કે રાજને જો ટિકિટના રૂપિયા લેવા જ હોય તો એ અત્યારે મને ઉઠાડી ને મારી પાસે રૂપિયા માંગી શકે પણ એને એવું કર્યું નહી અને આ વાત રોશનીને ખૂબ ગમી. 

થોડીવાર પછી રોશનીએ આંખો ખોલી તો રાજ સામે જોયું અને હસી.

રાજ :- તમે કેમ કઈ બોલતા નથી એકદમ ચૂપચાપ બેઠા છો...! સ્ટેશન ઉપર તો એવું લાગતુ હતું કે તમે તો વાતો કરતા બંધ જ નહી થશો અને મારી બસ છૂટી જશે.

રોશની :- હું જો બોલવાનુ ચાલુ કરીશ ને તો પછી તમે જ મને ના પાડશો કે તમે હવે બંધ થઈ જાઓ તો સારું. એટલા માટે હું કઈ બોલતી નથી.

રાજ :- નહી કહું કે તમે હવે વાતો કરવાનું બંધ કરો અને એમ પણ મુસાફરીમા કોઈનો સાથ હોય ને તો રસ્તો સહેલાઈથી કપાઈ જાય છે એ પછી બસનો હોય કે જીવનનો હોય. તો તમે કઈ પણ ચિંતા કર્યા વગર બોલો.

એટલું સાંભળી ને તો રોશનીની વાતો અને બસ બંને નોન-સ્ટોપ ચાલ્યા જ રાખે છે.

બંને માથી એકપણમાં બ્રેક લાગતી જ નથી.

રોશની:- મને તો પોલીસની ગાડી બહુ ગમે છે, એમા બેસી ને ફરવાની મજા જ કંઈ જુદી હોય છે. અત્યારે તો ભગવાન પાસે એટલી જ પ્રાર્થના થઈ જાય છે કે મને પોલીસવાળો પતિ મળે તો સારું.

રાજ:- ભગવાને તમારી ઈચ્છા પુરી કરી..

રોશની:- શું કીધું તમે ...?

રાજ :- મતલબ કે ભગવાન તમારી ઈચ્છા પુરી કરે એવી પ્રાર્થના. તમે કઈક બીજું કહેતા હતા ને આગળ.


Rate this content
Log in

Similar gujarati story from Romance